Suratમાં ઉમરા વિસ્તારમાં જ્વેલર્સનું શટર તોડી 2 કરોડથી વધુની ચોરીની બની ઘટના

સુરતના ઉમરા વિસ્તારમાં જ્વેલર્સનું શટર તોડી 2 કરોડથી વધુની ચોરીની ઘટના બની છે,આ ચોરીમાં તસ્કરો સાથે 8 કિલો ચાંદી પણ લઈ ગયા છે.તસ્કરોએ CCTV તોડી DVRની પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે,વેપારી સવારે દુકાને આવ્યા ત્યારે ખબર પડી કે ચોરીની ઘટના બની છે.ઉમરા પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે. સુરત શહેર પોલીસને મોટો પડકાર સુરત શહેરમાં ક્રાઈમની ઘટના છાશવારે બનતી હોય છે.ત્યારે શહેરમાં જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરી થઈ છે,ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનનું શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.ગોડદોડ રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન નજીક આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.અંદાજિત 3 કિલો સોનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.કાર લઈને તસ્કરો ચોરી કરવા આવ્યું હોવાની વાત સામે આવી છે.પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.જ્વેલર્સમાં થઈ મોટી ચોરી સુરતમાં ચોરીની ઘટના છાશવારે બને છે,ત્યારે વધુ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે,જેમાં જ્વેલર્સના ત્યાં તસ્કરોએ દુકાનનું તાળુ ચોરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે,રાત્રીના સમયે તસ્કરોએ દુકાનમાં આવીને ચોરી કરી છે,પોલીસ માટે એક પડકાર એટલે છે કે,જે દુકાનમાં ચોરી કરી છે તે દુકાનના સીસીટીવી પણ તસ્કરો સાથે લઈ ગયા છે એટલે પોલીસે ચાર રસ્તા તેમજ કોમ્પ્લેક્ષસમાં લગાવેલા સીસીટીવીની તપાસ હાથધરી છે,આ તસ્કરો સુરતના જ હોય અને ચોરી કરી હોય તેવું પોલીસને પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જાણભેદુ હોવાની પોલીસને શંકા પોલીસને શંકા છે કે,કોઈ જાણભેદુ હોય તો જ તેને ખબર રહે કે આટલી મોટી માત્રામાં સોનુ દુકાનમાં પડયું છે,પોલીસે પણ વેપારીની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથધરી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચી શકે છે.

Suratમાં ઉમરા વિસ્તારમાં જ્વેલર્સનું શટર તોડી 2 કરોડથી વધુની ચોરીની બની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરતના ઉમરા વિસ્તારમાં જ્વેલર્સનું શટર તોડી 2 કરોડથી વધુની ચોરીની ઘટના બની છે,આ ચોરીમાં તસ્કરો સાથે 8 કિલો ચાંદી પણ લઈ ગયા છે.તસ્કરોએ CCTV તોડી DVRની પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે,વેપારી સવારે દુકાને આવ્યા ત્યારે ખબર પડી કે ચોરીની ઘટના બની છે.ઉમરા પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે.

સુરત શહેર પોલીસને મોટો પડકાર

સુરત શહેરમાં ક્રાઈમની ઘટના છાશવારે બનતી હોય છે.ત્યારે શહેરમાં જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરી થઈ છે,ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનનું શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.ગોડદોડ રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન નજીક આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.અંદાજિત 3 કિલો સોનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.કાર લઈને તસ્કરો ચોરી કરવા આવ્યું હોવાની વાત સામે આવી છે.પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.


જ્વેલર્સમાં થઈ મોટી ચોરી

સુરતમાં ચોરીની ઘટના છાશવારે બને છે,ત્યારે વધુ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે,જેમાં જ્વેલર્સના ત્યાં તસ્કરોએ દુકાનનું તાળુ ચોરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે,રાત્રીના સમયે તસ્કરોએ દુકાનમાં આવીને ચોરી કરી છે,પોલીસ માટે એક પડકાર એટલે છે કે,જે દુકાનમાં ચોરી કરી છે તે દુકાનના સીસીટીવી પણ તસ્કરો સાથે લઈ ગયા છે એટલે પોલીસે ચાર રસ્તા તેમજ કોમ્પ્લેક્ષસમાં લગાવેલા સીસીટીવીની તપાસ હાથધરી છે,આ તસ્કરો સુરતના જ હોય અને ચોરી કરી હોય તેવું પોલીસને પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.


જાણભેદુ હોવાની પોલીસને શંકા

પોલીસને શંકા છે કે,કોઈ જાણભેદુ હોય તો જ તેને ખબર રહે કે આટલી મોટી માત્રામાં સોનુ દુકાનમાં પડયું છે,પોલીસે પણ વેપારીની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથધરી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચી શકે છે.