નડિયાદમાં સાસરિયાએ ઘરમાં આવવા ના દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

પરિણીતાએ ઉંદર મારવાની ગોળીઓ ખાઈ લીધીપ્રેમ લગ્ન કરનાર યુવતીને સાસરીયાઓએ શારીરિક, માનસિક ત્રાસ આપ્યોનડિયાદ: છ માસ પહેલા અમદાવાદ કોર્ટમાં પ્રેમ લગ્ન કરનાર નડિયાદ નૂતન નગર સોસાયટીની યુવતીને પતિની પ્રથમ પત્ની તેમજ સાસુ અને મામા સસરાએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાં પેસવા ના દેતા મનમાં લાગી આવવાથી યુવતીએ ઉંદર મારવાની ટીકડી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયસર સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો છે.નડિયાદ શહેર પોલીસે આ અંગે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.નડિયાદ નૂતનનગર સોસાયટીમાં રહેતા સફન ઇસ્માઇલ વાંકાવાલા અને શહેરના બારકોશિયા રોડ પરની રફીક સોસાયટીમાં રહેતા મહંમદયાકુબ ગુલામ મહંમદ મલેકની દીકરી સાલેહાબાનુ (ઉ.વ. ૩૨) રાજી ખુશીથી તારીખ ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ અમદાવાદ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી માતા પિતા સાથે રહેતી તેણી પતિને પોતાની સાથે લઈ જવા કહેતી હતી. એના અનુસંધાનમાં પતિ સફન વાંકાવાલા વાયદા પર વાયદા કરી તેણીને પોતાની સાથે લઈ જતો ન હતો. જેથી સાલેહાબાનું ગત તારીખ ૧૧ ઓગસ્ટને રવિવારના રોજ પોતાની સાસરી નૂતન નગર સોસાયટીમાં પતિ સાથે રહેવા માટે ગયા હતા. આ સમયે ઘેર ઉપસ્થિત પતિ સફન વાંકાવાલાની પ્રથમ પત્ની શબનમ અને સાસુ રસીદા એ મહેણા ટોણા મારી આ તારું ઘર નથી, જેથી તારે અહીં આવવું નહીં, તેમ જણાવી સાલેહાબાનુને ધક્કા મારી કાઢી મૂક્યા હતા. આ બાદ સાલેહાબાનુ બે ત્રણ દિવસ પછી સાસરીના ઘેર જઈ સાસુ રસીદાને મને મારા પતિ સફન સાથે અહીં રહેવા દો તેમ જણાવતા સાસુએ તેણીને કાંઈ સાંભળ્યા વિના ફરી ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પતિ સફન વાંકાવાલાની પ્રથમ પત્ની સબનમ સાસુ રસીદા તેમજ નડિયાદ વ્હોરવાડમાં રહેતો મામા સસરો સલીમ શારીરિક માનસિક ત્રાસ ગુજારી સાસરીમાં રહેવા દેતા ન હોય સાલેહાબાનુ એ મનમાં લાગી આવતા ગઈકાલે બપોરના સમયે ઉંંદર મારવાની બે ટીકડીઓ ખાઈ લીધી હતી જેની જાણ ના પગલે પરિવારજનોએ તુરંત તેણી ને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા જેને લઇ સમયસર સારવાર મળવાથી સાલેહાબાનુ નો જીવ બચી ગયો છે. નડિયાદ શહેર પોલીસે આ અંગે સાલેહા બાનુની ફરિયાદના આધારે તેણીના પતિ સફન વાંકાવાલાની પ્રથમ પત્ની શબનમ સાસુ રસીદા અને મામા સસરા સલીમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદમાં સાસરિયાએ ઘરમાં આવવા ના દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પરિણીતાએ ઉંદર મારવાની ગોળીઓ ખાઈ લીધી

પ્રેમ લગ્ન કરનાર યુવતીને સાસરીયાઓએ શારીરિક, માનસિક ત્રાસ આપ્યો

નડિયાદ: છ માસ પહેલા અમદાવાદ કોર્ટમાં પ્રેમ લગ્ન કરનાર નડિયાદ નૂતન નગર સોસાયટીની યુવતીને પતિની પ્રથમ પત્ની તેમજ સાસુ અને મામા સસરાએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાં પેસવા ના દેતા મનમાં લાગી આવવાથી યુવતીએ ઉંદર મારવાની ટીકડી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

સમયસર સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો છે.નડિયાદ શહેર પોલીસે આ અંગે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.નડિયાદ નૂતનનગર સોસાયટીમાં રહેતા સફન ઇસ્માઇલ વાંકાવાલા અને શહેરના બારકોશિયા રોડ પરની રફીક સોસાયટીમાં રહેતા મહંમદયાકુબ ગુલામ મહંમદ મલેકની દીકરી સાલેહાબાનુ (ઉ.વ. ૩૨) રાજી ખુશીથી તારીખ ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ અમદાવાદ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી માતા પિતા સાથે રહેતી તેણી પતિને પોતાની સાથે લઈ જવા કહેતી હતી. એના અનુસંધાનમાં પતિ સફન વાંકાવાલા વાયદા પર વાયદા કરી તેણીને પોતાની સાથે લઈ જતો ન હતો. જેથી સાલેહાબાનું ગત તારીખ ૧૧ ઓગસ્ટને રવિવારના રોજ પોતાની સાસરી નૂતન નગર સોસાયટીમાં પતિ સાથે રહેવા માટે ગયા હતા. આ સમયે ઘેર ઉપસ્થિત પતિ સફન વાંકાવાલાની પ્રથમ પત્ની શબનમ અને સાસુ રસીદા એ મહેણા ટોણા મારી આ તારું ઘર નથી, જેથી તારે અહીં આવવું નહીં, તેમ જણાવી સાલેહાબાનુને ધક્કા મારી કાઢી મૂક્યા હતા. આ બાદ સાલેહાબાનુ બે ત્રણ દિવસ પછી સાસરીના ઘેર જઈ સાસુ રસીદાને મને મારા પતિ સફન સાથે અહીં રહેવા દો તેમ જણાવતા સાસુએ તેણીને કાંઈ સાંભળ્યા વિના ફરી ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પતિ સફન વાંકાવાલાની પ્રથમ પત્ની સબનમ સાસુ રસીદા તેમજ નડિયાદ વ્હોરવાડમાં રહેતો મામા સસરો સલીમ શારીરિક માનસિક ત્રાસ ગુજારી સાસરીમાં રહેવા દેતા ન હોય સાલેહાબાનુ એ મનમાં લાગી આવતા ગઈકાલે બપોરના સમયે ઉંંદર મારવાની બે ટીકડીઓ ખાઈ લીધી હતી જેની જાણ ના પગલે પરિવારજનોએ તુરંત તેણી ને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા જેને લઇ સમયસર સારવાર મળવાથી સાલેહાબાનુ નો જીવ બચી ગયો છે. નડિયાદ શહેર પોલીસે આ અંગે સાલેહા બાનુની ફરિયાદના આધારે તેણીના પતિ સફન વાંકાવાલાની પ્રથમ પત્ની શબનમ સાસુ રસીદા અને મામા સસરા સલીમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.