Upletaના મેરવદર ગામે નદીમાં પડેલ ગાયનું સ્થાનિકોએ કર્યુ દિલધડક રેસ્ક્યૂ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે નદીમાં પડેલ ગાયનું સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢી છે. મેરવદર ગામે નદીના પાણીમાં નિરાધાર ગાય પડી ગઈ હોવાની જાણ ગામના સરપંચ થઈ હતી. જ્યાર બાદ યુવાનો આગેવાનો અને ગૌ પ્રેમીઓ દ્વારા નદીમાં પડેલ ગાયનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નદીમાં ગાય તણાઈ હોવાની સરપંચને જાણ થતા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ જિલ્લામાં ભારે વરસાદના કારણે મેદવદર ગામની નદીમાં ભારે પાણી આવક થઈ છે. જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ગાય તણાઈ હતી. મેરવદર ગામે નદીમાં ગાય તણાઈ હોવાની જાણ ગામના સરપંચ મનસુખભાઈ કથીરિયાને થતા જ તેઓ અને ઉપસરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગામના યુવાનો-આગેવાનોએ ગાયનું કર્યું રેસ્ક્યૂ મેરવદર ગામની નદીમાં ગાય તણાઈ હોવાની અંગે સરપંચ દ્વારા ગામના યુવાનો અને ગૌ પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના યુવાનો અને ગૌ પ્રેમીઓએ સ્થળ પર પહોંચ્યા હતા અને દોરડાથી બાંધી અને ધીમે ધીમે ખેંચતાં ખેંચતા નદીમાંથી નિરાધાર ગાયનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગાયને ગૌશાળામાં મોકલવામાં આવી ગામના યુવાનો ગૌ પ્રેમીઓ સહિતનાઓ દ્વારા નિરાધાર ગાયને બહાર કાઢવામાં આવી હતી. ગાયને બહાર કાઢી લેવામાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મેરવદર ગામની નદીમાં પડેલ ગાયને બહાર કાઢ્યા બાદ ગૌશાળામાં મોકલવામાં આવી છે.

Upletaના મેરવદર ગામે નદીમાં પડેલ ગાયનું સ્થાનિકોએ કર્યુ દિલધડક રેસ્ક્યૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે નદીમાં પડેલ ગાયનું સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢી છે. મેરવદર ગામે નદીના પાણીમાં નિરાધાર ગાય પડી ગઈ હોવાની જાણ ગામના સરપંચ થઈ હતી. જ્યાર બાદ યુવાનો આગેવાનો અને ગૌ પ્રેમીઓ દ્વારા નદીમાં પડેલ ગાયનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

નદીમાં ગાય તણાઈ હોવાની સરપંચને જાણ થતા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ

જિલ્લામાં ભારે વરસાદના કારણે મેદવદર ગામની નદીમાં ભારે પાણી આવક થઈ છે. જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ગાય તણાઈ હતી. મેરવદર ગામે નદીમાં ગાય તણાઈ હોવાની જાણ ગામના સરપંચ મનસુખભાઈ કથીરિયાને થતા જ તેઓ અને ઉપસરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ગામના યુવાનો-આગેવાનોએ ગાયનું કર્યું રેસ્ક્યૂ

મેરવદર ગામની નદીમાં ગાય તણાઈ હોવાની અંગે સરપંચ દ્વારા ગામના યુવાનો અને ગૌ પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના યુવાનો અને ગૌ પ્રેમીઓએ સ્થળ પર પહોંચ્યા હતા અને દોરડાથી બાંધી અને ધીમે ધીમે ખેંચતાં ખેંચતા નદીમાંથી નિરાધાર ગાયનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

ગાયને ગૌશાળામાં મોકલવામાં આવી

ગામના યુવાનો ગૌ પ્રેમીઓ સહિતનાઓ દ્વારા નિરાધાર ગાયને બહાર કાઢવામાં આવી હતી. ગાયને બહાર કાઢી લેવામાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મેરવદર ગામની નદીમાં પડેલ ગાયને બહાર કાઢ્યા બાદ ગૌશાળામાં મોકલવામાં આવી છે.