Anand: પશુપાલકોની દાદાગીરી! પાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને પશુઓ છોડાવ્યા
આણંદમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. પાલિકાની ટીમ રસ્તા પર રખડતાં પશુઓ પકડવાની કામગીરી કરી રહી હતી. ત્યારે બે મહિલા અને એક યુવકે પાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી પશુઓ છોડાવી ગયાં હતા. પાલીકાએ પકડેલા બે પશુઓને પશુપાલકો બળજબરી પૂર્વક છોડાવી ગયા હતા. શહેરમાં સોજિત્રા રોડ પર એરિઝોના હોટલ પાછળની ઘટના છે. બે મહીલાઓ પાલિકાનાં ટેલર ગાડીમાંથી બે પશુઓને છોડાવી ગયા હતા. પાલીકા કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી પશુઓ છોડાવી ગયા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી પોલીસની હાજરીમાં દાદાગીરી કરી બે મહિલાઓ પશુઓને લઈ ગઈ. પાલિકાના ચીફ ઓફિસરએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પાલિકાના કર્મચારીઓ નગરના જાહેર વિસ્તારોમાં રખડતાં કુલ 02 પશુઓને પાંજરે પૂરી, આગળની કાર્યવાહી કરી રહ્યાં હતાં, તે વખતે ત્રણ પશુપાલકોએ ત્યાં પહોંચીને પાલિકાકર્મીઓ સાથે ગાળા ગાળી કરી હતી અને બળજબરીપૂર્વક ગાડીમાં ઘુસી 02 જેટલી ગાયો લઈને ભાગી ગયાં હતાં. આ મામલે આણંદ પોલીસે પશુપાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાટણમાં ધારાસભ્ય ઢોર પકડવા નીકળ્યા હતા ગુજરાતમાં ગામડાઓથી લઈ મેટ્રો શહેર સુધી લોકો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાંથી કોઈ શહેર બાકાત નથી. પાટણ શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરના અડિંગાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતા ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મંગળવારે મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા હતા. સ્થાનિક લોકો અને પાલિકાની ટીમને સાથે રાખી હાશાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા. ધારાસભ્યએ કહ્યું હતું કે, જો પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરને પકડીશ. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે હાઇવે માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓને કારણે નાના-મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે. તો બીજી તરફ મોહલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પુરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. પાલિકાની ટીમ રસ્તા પર રખડતાં પશુઓ પકડવાની કામગીરી કરી રહી હતી. ત્યારે બે મહિલા અને એક યુવકે પાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી પશુઓ છોડાવી ગયાં હતા. પાલીકાએ પકડેલા બે પશુઓને પશુપાલકો બળજબરી પૂર્વક છોડાવી ગયા હતા. શહેરમાં સોજિત્રા રોડ પર એરિઝોના હોટલ પાછળની ઘટના છે. બે મહીલાઓ પાલિકાનાં ટેલર ગાડીમાંથી બે પશુઓને છોડાવી ગયા હતા. પાલીકા કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી પશુઓ છોડાવી ગયા
પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
પોલીસની હાજરીમાં દાદાગીરી કરી બે મહિલાઓ પશુઓને લઈ ગઈ. પાલિકાના ચીફ ઓફિસરએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પાલિકાના કર્મચારીઓ નગરના જાહેર વિસ્તારોમાં રખડતાં કુલ 02 પશુઓને પાંજરે પૂરી, આગળની કાર્યવાહી કરી રહ્યાં હતાં, તે વખતે ત્રણ પશુપાલકોએ ત્યાં પહોંચીને પાલિકાકર્મીઓ સાથે ગાળા ગાળી કરી હતી અને બળજબરીપૂર્વક ગાડીમાં ઘુસી 02 જેટલી ગાયો લઈને ભાગી ગયાં હતાં. આ મામલે આણંદ પોલીસે પશુપાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પાટણમાં ધારાસભ્ય ઢોર પકડવા નીકળ્યા હતા
ગુજરાતમાં ગામડાઓથી લઈ મેટ્રો શહેર સુધી લોકો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાંથી કોઈ શહેર બાકાત નથી. પાટણ શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરના અડિંગાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતા ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મંગળવારે મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા હતા. સ્થાનિક લોકો અને પાલિકાની ટીમને સાથે રાખી હાશાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા. ધારાસભ્યએ કહ્યું હતું કે, જો પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરને પકડીશ.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે હાઇવે માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓને કારણે નાના-મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે. તો બીજી તરફ મોહલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પુરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે.