પાટણની સરસ્વતી નદીમાં એક જ પરિવારના સાત ડૂબ્યા, ત્રણનો બચાવ; ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટના

Patan Prajapati Family Drowned : હાલ રાજ્યભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે હાલ પાટણમાં વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલો સામે આવ્યા છે. સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત લોકો ડૂબી ગયા છે, જેમાંથી ત્રણને બચાવી લેવાયા છે. જ્યારે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. હાલ એમડીએમ, મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.પ્રજાપતિ પરિવારના સાત સભ્યો પાણીમાં ગરકાવમળતા અહેવાલો મુજબ પાટણ શહેરના વેરાઈ ચલકા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સાત સભ્યો આજે ગણેશ વિસર્જન કરવા માટે સરસ્વતી નદીએ ગયા હતા, જ્યાં આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તરવૈયાઓએ ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે અને હાલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.આઠ જેટલી 108ની એમ્બ્યુલન્સ પણ તહેનાતઘટનાની જાણ થતાં જ એમડીએમ, મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ ઉપરાંત આસપાસના તાલુકાના વિસ્તારોમાંથી ઘટના સ્થળે આઠ જેટલી 108ની એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. ઘટના અંગે પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું કે, સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યા છે, જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે.

પાટણની સરસ્વતી નદીમાં એક જ પરિવારના સાત ડૂબ્યા, ત્રણનો બચાવ; ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Patan Prajapati Family Drowned : હાલ રાજ્યભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે હાલ પાટણમાં વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલો સામે આવ્યા છે. સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત લોકો ડૂબી ગયા છે, જેમાંથી ત્રણને બચાવી લેવાયા છે. જ્યારે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. હાલ એમડીએમ, મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

પ્રજાપતિ પરિવારના સાત સભ્યો પાણીમાં ગરકાવ

મળતા અહેવાલો મુજબ પાટણ શહેરના વેરાઈ ચલકા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સાત સભ્યો આજે ગણેશ વિસર્જન કરવા માટે સરસ્વતી નદીએ ગયા હતા, જ્યાં આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તરવૈયાઓએ ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે અને હાલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

આઠ જેટલી 108ની એમ્બ્યુલન્સ પણ તહેનાત

ઘટનાની જાણ થતાં જ એમડીએમ, મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ ઉપરાંત આસપાસના તાલુકાના વિસ્તારોમાંથી ઘટના સ્થળે આઠ જેટલી 108ની એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. 

ઘટના અંગે પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું કે, સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યા છે, જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે.