Ahmedabad: યુવકે શેરમાં મોટો નફો કમાવવાની લાલચમાં રૂ. 1.44 કરોડ ગુમાવ્યા

Dec 30, 2024 - 01:00
Ahmedabad: યુવકે શેરમાં મોટો નફો કમાવવાની લાલચમાં રૂ. 1.44 કરોડ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલડીના મેનેજર યુવકે ઇન્સ્ટાગ્રામમાં શેરમાર્કેટની લગતી રીલ્સ જોવાનુ ભારે પડી ગયુ છે અને ગઠિયાના ચક્કરમાં આવી જઈને 1.44 કરોડની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. શેરબજારમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેવી લોભામણી લાલચમાં યુવકે ત્રણ મહિનામાં રૂ. 1.44 કરોડનું રોકાણ કરીને નાણાં ગુમાવ્યા હતા.

ગઠિયાએ રોકાણ માટેની મોબાઇલ એપ્લીકેશનમાં યુવકને 40 કરોડનો નફો થયો હોવાનુ દર્શાવ્યું હતું. આ અંગે યુવકે અજાણ્યા ગઠિયા સામે પાલડી પોલીસમાં ફરીયાદ નોધાવી છે.પાલડીમાં રહેતા 37 વર્ષીય નીલ શાહ ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત એપ્રિલ 2024માં ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હતા ત્યારે શેરબજારમાં રોકાણ કરવાની સામે ઉંચા વળતરની લાલચ બતાવતી રિલ્સમાં ક્લીક કરીને તેમને એક વોટ્સએપ ગુપમાં એડ કરાયા હતા. જેમાં રોકાણ પર પાંચથી વીસ ટકા નફો આપવાની ખાતરી અપાઈ હતી. ગઠિયાએ એઇમ ટોપ નામની મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. તેમણે ત્રણ મહિનામાં રૂ. 1.44 કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે એપ્લીકેશનમાં રૂ. 40 કરોડનો નફો બતાવ્યો હતો. જ્યારે તેમણે નાણાં ઉપાડવાના હોવાની પ્રોસેસ કરતા ઉપડયા ન હતા અને તેમને ગ્રુપમાંથી રિમુવ કરી દેવાયા હતા. આ અંગે અજાણ્યા ગઠિયાઓ સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0