Botadમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રજાકીય પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા સંકલનમાં પ્રથમ પદાધિકારીઓ સાથે બેઠક મળી જિલ્લા સંકલનમાં પ્રથમ પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમારની ઉપસ્થિતિમાં પ્રજાકીય પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંબંધિત અધિકારીઓએ કાર્યની પ્રગતિ એહવાલ રજૂ કરી બાકી રહેલા કામો ઝડપથી પુરા કરવાની બાહેંધરી આપી હતી. ત્યાર બાદ જિલ્લા સંકલનના અધિકારીઓ સાથેની બેઠકમાં આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આરોગ્યને લઈ બેઠક મળી આ બેઠકમાં આરોગ્ય શાખાની NVHCP કમિટી, ટી. બી. ફોરમ કમિટી, જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ/ગવર્નિંગ બોડી કમિટી, માતૃ-બાળ મરણ સમીક્ષા સમિતિ, ડિસ્ટ્રીક્ટ કમિટી ફોર એડોલેસન્ટ હેલ્થ, સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ અને સંકલન સમિતિ, ડીસ્ટ્રીક્ટ લેવલ ક્વોલીટી એશ્યોરન્સ કમિટી, IDCC સંકલન સમિતિ, PM-JAY DGRC કમિટી અને ટોબેકો સ્ટીયરીંગ કમિટી & ટોબેકો ડીસ્ટ્રીકટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રજાકીય પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
જિલ્લા સંકલનમાં પ્રથમ પદાધિકારીઓ સાથે બેઠક મળી
જિલ્લા સંકલનમાં પ્રથમ પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમારની ઉપસ્થિતિમાં પ્રજાકીય પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંબંધિત અધિકારીઓએ કાર્યની પ્રગતિ એહવાલ રજૂ કરી બાકી રહેલા કામો ઝડપથી પુરા કરવાની બાહેંધરી આપી હતી. ત્યાર બાદ જિલ્લા સંકલનના અધિકારીઓ સાથેની બેઠકમાં આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ બેઠક
જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આરોગ્યને લઈ બેઠક મળી
આ બેઠકમાં આરોગ્ય શાખાની NVHCP કમિટી, ટી. બી. ફોરમ કમિટી, જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ/ગવર્નિંગ બોડી કમિટી, માતૃ-બાળ મરણ સમીક્ષા સમિતિ, ડિસ્ટ્રીક્ટ કમિટી ફોર એડોલેસન્ટ હેલ્થ, સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ અને સંકલન સમિતિ, ડીસ્ટ્રીક્ટ લેવલ ક્વોલીટી એશ્યોરન્સ કમિટી, IDCC સંકલન સમિતિ, PM-JAY DGRC કમિટી અને ટોબેકો સ્ટીયરીંગ કમિટી & ટોબેકો ડીસ્ટ્રીકટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી.