Junagadh જિલ્લામાં ધોધમાર વરસાદ, ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું

મેંદરડા તાલુકામાં 2 ઇંચ વરસાદ આવ્યો વિસાવદરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો વંથલી, ભેંસાણ, કેશોદમાં પણ વરસાદ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું છે. તેમાં મેંદરડા તાલુકામાં 2 ઇંચ વરસાદ સાથે વિસાવદરમાં પોણા બે ઇંચ વરસાદ તથા વંથલી, ભેંસાણ, કેશોદમાં પણ વરસાદ આવ્યો છે. તથા સોંદરડા, મઘરવાડા, અગતરાયમાં વરસાદ આવતા ખેડૂતોને રાહત થઇ છે. બફારા બાદ રાત્રિના વરસાદી માહોલ જામ્યો સમગ્ર દિવસ દરમિયાન બફારા બાદ રાત્રિના વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં મેંદરડા તાલુકામાં બે ઈંચ, વિસાવદરમાં પોણા બે ઈંચ વરસાદ તથા વંથલી અને જૂનાગઢમાં ધીમીધારે અડધો ઈંચ જેટલો વરસાદ આવ્યો છે. ભેંસાણમાં 6 મીમી અને કેશોદમાં ૩ મીમી વરસાદ તથા કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા આવ્યા છે. ત્યારે કેશોદ શહેરમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.

Junagadh જિલ્લામાં ધોધમાર વરસાદ, ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેંદરડા તાલુકામાં 2 ઇંચ વરસાદ આવ્યો
  • વિસાવદરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો
  • વંથલી, ભેંસાણ, કેશોદમાં પણ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું છે. તેમાં મેંદરડા તાલુકામાં 2 ઇંચ વરસાદ સાથે વિસાવદરમાં પોણા બે ઇંચ વરસાદ તથા વંથલી, ભેંસાણ, કેશોદમાં પણ વરસાદ આવ્યો છે. તથા સોંદરડા, મઘરવાડા, અગતરાયમાં વરસાદ આવતા ખેડૂતોને રાહત થઇ છે.

બફારા બાદ રાત્રિના વરસાદી માહોલ જામ્યો

સમગ્ર દિવસ દરમિયાન બફારા બાદ રાત્રિના વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં મેંદરડા તાલુકામાં બે ઈંચ, વિસાવદરમાં પોણા બે ઈંચ વરસાદ તથા વંથલી અને જૂનાગઢમાં ધીમીધારે અડધો ઈંચ જેટલો વરસાદ આવ્યો છે. ભેંસાણમાં 6 મીમી અને કેશોદમાં ૩ મીમી વરસાદ તથા કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા આવ્યા છે. ત્યારે કેશોદ શહેરમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.

આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.