Khedaના ડાકોરમાં પહેલા જ વરસાદમાં નવા બ્રિજ પર ગાબડુ પડતા સ્થાનિકો હેરાન

નવા બ્રિજ પર ગાબડું પડતા ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ 7 માર્ચે જ નવા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બ્રિજ બનાવાની કામગીરી સમયે પણ ગાબડું પડયું હતુ યાત્રાધામ ડાકોરને કપડવંજ અને ઠાસરાથી જોડતા બ્રિજ પર ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યુ છે. ડાકોર સર્કલ પર વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા નિવારવા 68 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવાયો હતો. આ બ્રિજનું ચાર મહિના પહેલા જ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જો કે હલકી ગુણવત્તાને કારણે બ્રિજ જ એક સમસ્યા બન્યો છે. તેમજ ચાર મહિનામાં જ ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેમ બ્રિજ પરથી અવાર નવાર પોપડા ખર્યા હતા. બ્રિજને લઈ હલકી ગુણવત્તાં બ્રિજની ગુણવત્તાને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જો કે તે તરફ તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયુ ન હતું. ત્યારે હવે બ્રિજના જોઈન્ટ પાસે મોટું ગાબડુ પડયું છે. જેને કારણે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. હાલ ડાયવર્ઝન અપાતા ટ્રાફીક સર્જાઈ રહ્યો છે. ત્યારે ટ્રાફીક જામને લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર સામે સ્થાનિકો હલકી ગુણવત્તાનો બ્રિજ બનાવવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 12 જૂન 2024ના રોજ વડોદરામાં પણ ગાબડુ પડયુ વડોદરાના નવા તૈયાર કરાયેલા બાજવા બ્રિજ પર ઉદ્ઘાટન બાદ બંને તરફ તકતી લાગે તે પહેલા જ બ્રિજ પર ગાબડાની ઘટના સામે આવી હતી. જેને લઇને લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ ગાબડું સામે આવતા જ કોન્ટ્રાક્ટર દ્વારા તેને રીપેર કરવાની તજવીજ તાબડતોબ શરૂ કરવામાં આવી છે. બ્રિજ શરૂ કરાયાના માત્ર 90 દિવસમાં જ ગાબડું સામે આવતા કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના કામમાં કરવામાં આવેલી ગોબાચારી સામે આવવા પામી છે.

Khedaના ડાકોરમાં પહેલા જ વરસાદમાં નવા બ્રિજ પર ગાબડુ પડતા સ્થાનિકો હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવા બ્રિજ પર ગાબડું પડતા ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ
  • 7 માર્ચે જ નવા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
  • બ્રિજ બનાવાની કામગીરી સમયે પણ ગાબડું પડયું હતુ

યાત્રાધામ ડાકોરને કપડવંજ અને ઠાસરાથી જોડતા બ્રિજ પર ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યુ છે. ડાકોર સર્કલ પર વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા નિવારવા 68 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવાયો હતો. આ બ્રિજનું ચાર મહિના પહેલા જ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જો કે હલકી ગુણવત્તાને કારણે બ્રિજ જ એક સમસ્યા બન્યો છે. તેમજ ચાર મહિનામાં જ ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેમ બ્રિજ પરથી અવાર નવાર પોપડા ખર્યા હતા.

બ્રિજને લઈ હલકી ગુણવત્તાં

બ્રિજની ગુણવત્તાને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જો કે તે તરફ તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયુ ન હતું. ત્યારે હવે બ્રિજના જોઈન્ટ પાસે મોટું ગાબડુ પડયું છે. જેને કારણે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. હાલ ડાયવર્ઝન અપાતા ટ્રાફીક સર્જાઈ રહ્યો છે. ત્યારે ટ્રાફીક જામને લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર સામે સ્થાનિકો હલકી ગુણવત્તાનો બ્રિજ બનાવવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.


12 જૂન 2024ના રોજ વડોદરામાં પણ ગાબડુ પડયુ

વડોદરાના નવા તૈયાર કરાયેલા બાજવા બ્રિજ પર ઉદ્ઘાટન બાદ બંને તરફ તકતી લાગે તે પહેલા જ બ્રિજ પર ગાબડાની ઘટના સામે આવી હતી. જેને લઇને લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ ગાબડું સામે આવતા જ કોન્ટ્રાક્ટર દ્વારા તેને રીપેર કરવાની તજવીજ તાબડતોબ શરૂ કરવામાં આવી છે. બ્રિજ શરૂ કરાયાના માત્ર 90 દિવસમાં જ ગાબડું સામે આવતા કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના કામમાં કરવામાં આવેલી ગોબાચારી સામે આવવા પામી છે.