ChhotaUdaipurમાં નદીમાં નહાવા પડેલા યુવકને મગર ખેંચી ગયો

યુવક મિત્રો સાથે નદીમાં ગયો હતો નહાવા વન વિભાગ-પોલીસની ટીમે મૃતદેહને બહાર કાઢયો આજે વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ છોટાઉદેપુર જિલ્લાના તીર્થધામ હાફેશ્વર ખાતે ગઈકાલે સાંજે નર્મદા નદીમાં નાહવા પડેલા યુવકને નદીમાં રહેલો મગર ખેચી લેતા તેનું મોત નિપજ્યું છે. યુવકના મૃતદેહને આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે બહાર કાઢયો હતો અને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથધરી હતી. પરિવારમાં શોકનો માહોલ છોટાઉદેપુર જિલ્લાના તીર્થધામ અને ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયની ત્રિભેટે આવેલું અને ગુજરાતમાં નર્મદા નદીનું પ્રવેશદ્વાર એવા હાફેશ્વર ખાતે ગઈકાલે એક યુવકને નર્મદા નદીમાં મગરે ખેંચી લેવાની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં હાફેશ્વર ગામના વિનેશભાઈ વાહ ભીલ ઉં.વ.18 પોતાના અન્ય બે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી નર્મદા નદીમાં નાહવા પડયા હતો. ત્યારે અચાનક વિનેશભાઈને મગરે પકડી લીધો હતો અને નદીમાં ખેચી ગયો હતો. લોકોએ બચાવાનો પ્રયત્ન કર્યો પણ ના બચ્યો યુવક આ ઘટના નજરે જોનારાઓએ તાત્કાલિક બુમાબુમ કરી હતી. જેને લઇને નજીકમાં રહેલા લોકો નદી કિનારે આવી ગયા હતા અને વન વિભાગ તેમજ સ્થાનિક કવાંટ પોલીસને જાણ કરી હતી, પરંતુ મગર વીનેશભાઈને નદીમાં ઊંડે સુધી ખેંચી ગયો હતો. જેની શોધખોળ રાત્રે મોડે સુધી કરવા છતાં મળી ન હતી. ત્યારબાદ આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરતાં લગભગ આઠ વાગ્યાના અરસામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય યાત્રિકોમાં ભયનો માહોલ હાફેશ્વર એ નર્મદા નદીનું ગુજરાતનું પ્રવેશદ્વાર છે, જ્યાં દરરોજ મોટો સંખ્યામાં યાત્રાળુઓ તથા નર્મદા પરિક્રમા કરવાવાળા યાત્રાળુઓ આવે છે. જેઓમાં આ ઘટનાને લઈને ભય જોવા મળી રહ્યો છે.

ChhotaUdaipurમાં નદીમાં નહાવા પડેલા યુવકને મગર ખેંચી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુવક મિત્રો સાથે નદીમાં ગયો હતો નહાવા
  • વન વિભાગ-પોલીસની ટીમે મૃતદેહને બહાર કાઢયો
  • આજે વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ

છોટાઉદેપુર જિલ્લાના તીર્થધામ હાફેશ્વર ખાતે ગઈકાલે સાંજે નર્મદા નદીમાં નાહવા પડેલા યુવકને નદીમાં રહેલો મગર ખેચી લેતા તેનું મોત નિપજ્યું છે. યુવકના મૃતદેહને આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે બહાર કાઢયો હતો અને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથધરી હતી.

પરિવારમાં શોકનો માહોલ

છોટાઉદેપુર જિલ્લાના તીર્થધામ અને ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયની ત્રિભેટે આવેલું અને ગુજરાતમાં નર્મદા નદીનું પ્રવેશદ્વાર એવા હાફેશ્વર ખાતે ગઈકાલે એક યુવકને નર્મદા નદીમાં મગરે ખેંચી લેવાની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં હાફેશ્વર ગામના વિનેશભાઈ વાહ ભીલ ઉં.વ.18 પોતાના અન્ય બે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી નર્મદા નદીમાં નાહવા પડયા હતો. ત્યારે અચાનક વિનેશભાઈને મગરે પકડી લીધો હતો અને નદીમાં ખેચી ગયો હતો.


લોકોએ બચાવાનો પ્રયત્ન કર્યો પણ ના બચ્યો યુવક

આ ઘટના નજરે જોનારાઓએ તાત્કાલિક બુમાબુમ કરી હતી. જેને લઇને નજીકમાં રહેલા લોકો નદી કિનારે આવી ગયા હતા અને વન વિભાગ તેમજ સ્થાનિક કવાંટ પોલીસને જાણ કરી હતી, પરંતુ મગર વીનેશભાઈને નદીમાં ઊંડે સુધી ખેંચી ગયો હતો. જેની શોધખોળ રાત્રે મોડે સુધી કરવા છતાં મળી ન હતી. ત્યારબાદ આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરતાં લગભગ આઠ વાગ્યાના અરસામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.


અન્ય યાત્રિકોમાં ભયનો માહોલ

હાફેશ્વર એ નર્મદા નદીનું ગુજરાતનું પ્રવેશદ્વાર છે, જ્યાં દરરોજ મોટો સંખ્યામાં યાત્રાળુઓ તથા નર્મદા પરિક્રમા કરવાવાળા યાત્રાળુઓ આવે છે. જેઓમાં આ ઘટનાને લઈને ભય જોવા મળી રહ્યો છે.