Surendranagar: પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો

SC અનામત, મુદત વીતી બાકીદાર બાબતે લેખિતમાં રજૂઆતતા. 5મી ઓગસ્ટે ફોર્મ ભરવાની શરૂઆત, તા. 18મીએ મતગણતરી બાદ પરિણામ બેંકના 13 ડિરેકટરની ચૂંટણી જાહેર થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પાટડી નાગરિક સહકારી બેંકના 13 ડિરેકટર માટેની ચૂંટણીની જાહેરાત થતા પાટડી તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણીમાં તા. 5મી ઓગસ્ટે ફોર્મ ભરવાની શરૂઆત થનાર છે. જયારે તા. 18 ઓગસ્ટે કડવા પાટીદાર હોલમાં મતદાન અને બાદમાં મત ગણતરી યોજાશે. પાટડીમાં આવેલ નાગરિક સહકારી બેંક તાલુકાની અગ્રણી સહકારી બેંક છે. બેંકના 13 ડિરેકટરની ચૂંટણી જાહેર થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે મુકેશ દેસાઈની બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા નિમણુંક કરાઈ છે. બેંકના 13 ડિરેકટરમાંથી 11 સામાન્ય અને 2 સીટ મહિલા અનામત રખાઈ છે. ચૂંટણીમાં તા. 5મીથી 7મી ઓગસ્ટ ઉમેદવારી પત્રોનું વિતરણ, તા. 8મીએ ચકાસણી, તા. 9થી 12 ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ નક્કી કરાઈ છે. જયારે તા. 18મી ઓગસ્ટે પાટડીના કડવા પાટીદાર હોલમાં સવારે 8થી સાંજના 4 મતદાન અને સાંજના 6 કલાકથી મત ગણતરી હાથ ધરાનાર છે. બેંકની ચૂંટણી જાહેર થતા સભાસદ વિક્રમભાઈ હીંગોરભાઈ રબારીએ ડિરેકટરોમાં એસસી અનામત 1 બેઠક ન રાખવામાં આવી હોવાની, સભાસદોની યાદીમાં મૃત્યુ પામેલ સભાસદો સામે ડીલીટેડનો સિક્કો ન હોવાની, મુદત વીતિ બાકીદારોની યાદી જાહેર ન કરાઈ હોવા બાબતે ચૂંટણી અધિકારીને, જિલ્લા રજીસ્ટ્રાર સુરેન્દ્રનગર અને જોઈન્ટ રજીસ્ટ્રાર રાજકોટને લેખિતમાં રજૂઆત કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ અંગે બેંકની ચૂંટણીના અધિકારી મુકેશ દેસાઈએ જણાવ્યુ કે, એસ.સી. અનામત ડિરેકટર માટે રીઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ એપ્રિલ 2024માં દિવ્યાબેન રજનીકાંતભાઈ પરમારની કો.ઓપ.ડીરેકટર તરીકે નિમણુંક કરાઈ છે. જયારે બીઆરએસ એકટ મુજબ મુદત વીતિ બાકીદારોના નામની જાહેર પ્રસીધ્ધી ન કરી શકાય. આ ઉપરાંત મૃત્યુ પામેલ સભાસદોના વારસદારો જયાં સુધી શેર સરેન્ડર ન કરે ત્યાં સુધી બેંક મૃતક જાહેર કરી શકે નહી.

Surendranagar: પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SC અનામત, મુદત વીતી બાકીદાર બાબતે લેખિતમાં રજૂઆત
  • તા. 5મી ઓગસ્ટે ફોર્મ ભરવાની શરૂઆત, તા. 18મીએ મતગણતરી બાદ પરિણામ
  • બેંકના 13 ડિરેકટરની ચૂંટણી જાહેર થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

પાટડી નાગરિક સહકારી બેંકના 13 ડિરેકટર માટેની ચૂંટણીની જાહેરાત થતા પાટડી તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણીમાં તા. 5મી ઓગસ્ટે ફોર્મ ભરવાની શરૂઆત થનાર છે. જયારે તા. 18 ઓગસ્ટે કડવા પાટીદાર હોલમાં મતદાન અને બાદમાં મત ગણતરી યોજાશે.

પાટડીમાં આવેલ નાગરિક સહકારી બેંક તાલુકાની અગ્રણી સહકારી બેંક છે. બેંકના 13 ડિરેકટરની ચૂંટણી જાહેર થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે મુકેશ દેસાઈની બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા નિમણુંક કરાઈ છે. બેંકના 13 ડિરેકટરમાંથી 11 સામાન્ય અને 2 સીટ મહિલા અનામત રખાઈ છે. ચૂંટણીમાં તા. 5મીથી 7મી ઓગસ્ટ ઉમેદવારી પત્રોનું વિતરણ, તા. 8મીએ ચકાસણી, તા. 9થી 12 ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ નક્કી કરાઈ છે. જયારે તા. 18મી ઓગસ્ટે પાટડીના કડવા પાટીદાર હોલમાં સવારે 8થી સાંજના 4 મતદાન અને સાંજના 6 કલાકથી મત ગણતરી હાથ ધરાનાર છે. બેંકની ચૂંટણી જાહેર થતા સભાસદ વિક્રમભાઈ હીંગોરભાઈ રબારીએ ડિરેકટરોમાં એસસી અનામત 1 બેઠક ન રાખવામાં આવી હોવાની, સભાસદોની યાદીમાં મૃત્યુ પામેલ સભાસદો સામે ડીલીટેડનો સિક્કો ન હોવાની, મુદત વીતિ બાકીદારોની યાદી જાહેર ન કરાઈ હોવા બાબતે ચૂંટણી અધિકારીને, જિલ્લા રજીસ્ટ્રાર સુરેન્દ્રનગર અને જોઈન્ટ રજીસ્ટ્રાર રાજકોટને લેખિતમાં રજૂઆત કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ અંગે બેંકની ચૂંટણીના અધિકારી મુકેશ દેસાઈએ જણાવ્યુ કે, એસ.સી. અનામત ડિરેકટર માટે રીઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ એપ્રિલ 2024માં દિવ્યાબેન રજનીકાંતભાઈ પરમારની કો.ઓપ.ડીરેકટર તરીકે નિમણુંક કરાઈ છે. જયારે બીઆરએસ એકટ મુજબ મુદત વીતિ બાકીદારોના નામની જાહેર પ્રસીધ્ધી ન કરી શકાય. આ ઉપરાંત મૃત્યુ પામેલ સભાસદોના વારસદારો જયાં સુધી શેર સરેન્ડર ન કરે ત્યાં સુધી બેંક મૃતક જાહેર કરી શકે નહી.