Kutchમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાન વાત કરતા 4 ઝડપાયા

કચ્છમાંથી ચાર જેટલા લોકોની અટકાયત શંકાસ્પદ ગતિવિધિના આધારે પૂછપરછ પાકિસ્તાન વાતચીત કરતા હોવાના આધારે તપાસ કચ્છમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં કચ્છમાંથી ચાર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમાં શંકાસ્પદ ગતિવિધિના આધારે પૂછપરછ થઇ રહી છે. જેમાં પાકિસ્તાન વાતચીત કરતા હોવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે એટીએસએ તપાસ હાથ ધરી છે. ગઇકાલે પાકિસ્તાની ઘૂસણખોરને ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ ઠાર કર્યો ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ ઠાર કર્યો હતો. ઘૂસણખોરે રાત્રિના અંધકારનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરહદ પર તૈનાત બીએસએફ જવાનોએ ચેતવણી આપ્યા બાદ તેને ઠાર કર્યો હતો. BSFએ મધ્યરાત્રિએ ફાઝિલ્કા/ફિરોઝપુર બોર્ડર પર આ કાર્યવાહી કરી છે. એક પાકિસ્તાની ઘૂસણખોરે રાત્રે લગભગ 11:30 વાગ્યે BOP સદકી પાસે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પરના જવાનોએ તેને પડકાર્યો. પરંતુ પાકિસ્તાની નાગરિક આક્રમક મુદ્રામાં આગળ વધતો રહ્યો. જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે તેણે ફરીથી ભારતીય સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. જેના જવાબમાં જવાનોએ ગોળીબાર કર્યો હતો. વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અગાઉ કચ્છના એક ધાર્મિક કાર્યક્રમનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં પાકિસ્તાનના નારા લગાવ્યા હોવાનું સામે આવ્યું હતુ. રાપરમાં યોજાયેલા કાર્યક્રમનો વીડિયો છેડછેડા કરીની વાયરલ કરાયો હોવાની માહિતી મળી હતી. જો કે, સંતે જાણી જાઈને પાકિસ્તાન વિશે બોલતા હાજર લોકો જયકારો બોલી ગયા હતા. મળતી માહિતી અનુસાર, કચ્છના રાપરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સંત ભારત સહિત ધાર્મિક જયકાર બોલાવતા હતા. આ દરમિયાન તેઓ પાકિસ્તાન પણ બોલી જાય છે, તેથી લોકો જયકાર કરે છે. રાપર ખાતે યોજાયેલા આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરવા સમયે સ્વામિનારાયણના સંતના ભાષણના વીડિયોમાં છેડછાડ કરીને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

Kutchમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાન વાત કરતા 4 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છમાંથી ચાર જેટલા લોકોની અટકાયત
  • શંકાસ્પદ ગતિવિધિના આધારે પૂછપરછ
  • પાકિસ્તાન વાતચીત કરતા હોવાના આધારે તપાસ

કચ્છમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં કચ્છમાંથી ચાર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમાં શંકાસ્પદ ગતિવિધિના આધારે પૂછપરછ થઇ રહી છે. જેમાં પાકિસ્તાન વાતચીત કરતા હોવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે એટીએસએ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે પાકિસ્તાની ઘૂસણખોરને ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ ઠાર કર્યો

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ ઠાર કર્યો હતો. ઘૂસણખોરે રાત્રિના અંધકારનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરહદ પર તૈનાત બીએસએફ જવાનોએ ચેતવણી આપ્યા બાદ તેને ઠાર કર્યો હતો. BSFએ મધ્યરાત્રિએ ફાઝિલ્કા/ફિરોઝપુર બોર્ડર પર આ કાર્યવાહી કરી છે. એક પાકિસ્તાની ઘૂસણખોરે રાત્રે લગભગ 11:30 વાગ્યે BOP સદકી પાસે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પરના જવાનોએ તેને પડકાર્યો. પરંતુ પાકિસ્તાની નાગરિક આક્રમક મુદ્રામાં આગળ વધતો રહ્યો. જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે તેણે ફરીથી ભારતીય સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. જેના જવાબમાં જવાનોએ ગોળીબાર કર્યો હતો.

વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

અગાઉ કચ્છના એક ધાર્મિક કાર્યક્રમનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં પાકિસ્તાનના નારા લગાવ્યા હોવાનું સામે આવ્યું હતુ. રાપરમાં યોજાયેલા કાર્યક્રમનો વીડિયો છેડછેડા કરીની વાયરલ કરાયો હોવાની માહિતી મળી હતી. જો કે, સંતે જાણી જાઈને પાકિસ્તાન વિશે બોલતા હાજર લોકો જયકારો બોલી ગયા હતા. મળતી માહિતી અનુસાર, કચ્છના રાપરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સંત ભારત સહિત ધાર્મિક જયકાર બોલાવતા હતા. આ દરમિયાન તેઓ પાકિસ્તાન પણ બોલી જાય છે, તેથી લોકો જયકાર કરે છે. રાપર ખાતે યોજાયેલા આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરવા સમયે સ્વામિનારાયણના સંતના ભાષણના વીડિયોમાં છેડછાડ કરીને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.