Surendranagar News: ખાંડિયા ગામે આંગણવાડીના રસ્તે દર ચોમાસામાં ભરાતાં પાણીથી પરેશાની

બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાયા બાદ નરવી વાસ્તવિકતાઆંગણવાડીમાં રમતના મેદાનમાં બાવળ ઊગી નીકળ્યા આંગણવાડીમાં પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાટીકા અને ધો. 1માં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવાયો હતો. સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફા તો કરે છે. પરંતુ આંગણવાડીની હાલત કેવી છે તેના વિશે કાળજી રાખવામાં ન આવતા પરેશાની વાલીઓને ભોગવવી પડે છે. તેમાં પણ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં આવેલ આંગણવાડીઓની હાલત બદતર છે. ત્યારે ચૂડા તાલુકાના ખાંડીયા ગામે આવેલ આંગણવાડીના રસ્તે વરસાદ બાદ કાદવકીચ્ચડનું સામ્રાજય છવાયુ છે. આ રસ્તો માત્ર આ ચોમાસામાં જ આવો નથી છેલ્લા 10 વર્ષથી દર ચોમાસામાં આ જ કપરી સ્થિતિ હોય છે. આથી પોતાના બાળકોને આંગણવાડીએ મુકવા જતા વાલીઓને કાદવવાળા રસ્તે પસાર થવુ પડે છે. અને બાળકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ આંગણવાડીના મેદાનમાં બાવળોના ઝુંડ ઉગી નીકળ્યા છે. આંગણવાડીમાં પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી. આ અંગે આંગણવાડી કર્મચારી ઉમાબા વાઘેલાએ જણાવ્યુ કે, છેલ્લા 10 વર્ષથી દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો કોઈ નિકાલ આવતો નથી.

Surendranagar News: ખાંડિયા ગામે આંગણવાડીના રસ્તે દર ચોમાસામાં ભરાતાં પાણીથી પરેશાની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાયા બાદ નરવી વાસ્તવિકતા
  • આંગણવાડીમાં રમતના મેદાનમાં બાવળ ઊગી નીકળ્યા
  • આંગણવાડીમાં પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાટીકા અને ધો. 1માં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવાયો હતો. સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફા તો કરે છે.

પરંતુ આંગણવાડીની હાલત કેવી છે તેના વિશે કાળજી રાખવામાં ન આવતા પરેશાની વાલીઓને ભોગવવી પડે છે. તેમાં પણ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં આવેલ આંગણવાડીઓની હાલત બદતર છે. ત્યારે ચૂડા તાલુકાના ખાંડીયા ગામે આવેલ આંગણવાડીના રસ્તે વરસાદ બાદ કાદવકીચ્ચડનું સામ્રાજય છવાયુ છે. આ રસ્તો માત્ર આ ચોમાસામાં જ આવો નથી છેલ્લા 10 વર્ષથી દર ચોમાસામાં આ જ કપરી સ્થિતિ હોય છે. આથી પોતાના બાળકોને આંગણવાડીએ મુકવા જતા વાલીઓને કાદવવાળા રસ્તે પસાર થવુ પડે છે. અને બાળકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

બીજી તરફ આંગણવાડીના મેદાનમાં બાવળોના ઝુંડ ઉગી નીકળ્યા છે. આંગણવાડીમાં પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી. આ અંગે આંગણવાડી કર્મચારી ઉમાબા વાઘેલાએ જણાવ્યુ કે, છેલ્લા 10 વર્ષથી દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો કોઈ નિકાલ આવતો નથી.