Dhanghdhra ક્લબ રોડ પર રહેતાં વૃદ્ધાના ગળામાંથી રૂ.1.50લાખની સોનાનીમાળા તફડાવી લીધી

વૃદ્ધાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈતેમના દિકરા ચેતનભાઈની સોની બજારમાં જવેલર્સની દુકાન આવેલી છે સોની તલાવડીમાં પહોંચતા પાછળથી એક રિક્ષા ચાલકે આવી રિક્ષા ઉભી રાખી ધ્રાંગધ્રા શહેરના કલબ રોડ પર રહેતા વૃધ્ધા શાકભાજી લઈને ઘર તરફ ચાલીને જતા હતા. ત્યારે એક રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડયા હતા. જેમાં વૃધ્ધાના ગળામાંથી સોનાની માળા રૂ. 1.50 લાખની ઉઠાંતરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાના કલબ રોડ પર આવેલ શીવ એપાર્ટમેન્ટમાં રહેતા 73 વર્ષીય વસંતબેન ભાઈચંદભાઈ રાણપુરા નિવૃત જીવન ગાળે છે. તેમના દિકરા ચેતનભાઈની સોની બજારમાં જવેલર્સની દુકાન આવેલી છે. તા. 4થી જુલાઈના રોજ બપોરે વસંતબેન ગામમાં શાકભાજી અને કરિયાણુ લઈને ચાલી જતા હતા. ત્યારે સોની તલાવડીમાં પહોંચતા પાછળથી એક રિક્ષા ચાલકે આવી રિક્ષા ઉભી રાખી તડકાના ચાલીને જાવ છો, તો આગળ સુધી બેસી જાવ તેમ કહી રિક્ષામાં બેસાડયા હતા. આ સમયે રિક્ષામાં એક મહિલા અગાઉથી હતી. જયારે આગળથી એક મહિલા રિક્ષામાં બેઠી હતી. ત્યારે રિક્ષા ચાલકે થોડે દુર જઈ વૃધ્ધાને ઉતાર્યા હતા. જેમાં વૃધ્ધાને ગળામાં પહેરેલ તુલસીના પારાની ત્રણ તોલાની સોનાની માળા કિંમત રૂપિયા 1.50 લાખની ઉઠાંતરી કરી લઈ ગયાની જાણ થઈ હતી. આથી વસંતબેન રાણપુરાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.કે.મારૂડા ચલાવી રહ્યા છે.

Dhanghdhra ક્લબ રોડ પર રહેતાં વૃદ્ધાના ગળામાંથી રૂ.1.50લાખની સોનાનીમાળા તફડાવી લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વૃદ્ધાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ
  • તેમના દિકરા ચેતનભાઈની સોની બજારમાં જવેલર્સની દુકાન આવેલી છે
  • સોની તલાવડીમાં પહોંચતા પાછળથી એક રિક્ષા ચાલકે આવી રિક્ષા ઉભી રાખી

ધ્રાંગધ્રા શહેરના કલબ રોડ પર રહેતા વૃધ્ધા શાકભાજી લઈને ઘર તરફ ચાલીને જતા હતા. ત્યારે એક રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડયા હતા. જેમાં વૃધ્ધાના ગળામાંથી સોનાની માળા રૂ. 1.50 લાખની ઉઠાંતરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ધ્રાંગધ્રાના કલબ રોડ પર આવેલ શીવ એપાર્ટમેન્ટમાં રહેતા 73 વર્ષીય વસંતબેન ભાઈચંદભાઈ રાણપુરા નિવૃત જીવન ગાળે છે. તેમના દિકરા ચેતનભાઈની સોની બજારમાં જવેલર્સની દુકાન આવેલી છે. તા. 4થી જુલાઈના રોજ બપોરે વસંતબેન ગામમાં શાકભાજી અને કરિયાણુ લઈને ચાલી જતા હતા. ત્યારે સોની તલાવડીમાં પહોંચતા પાછળથી એક રિક્ષા ચાલકે આવી રિક્ષા ઉભી રાખી તડકાના ચાલીને જાવ છો, તો આગળ સુધી બેસી જાવ તેમ કહી રિક્ષામાં બેસાડયા હતા. આ સમયે રિક્ષામાં એક મહિલા અગાઉથી હતી. જયારે આગળથી એક મહિલા રિક્ષામાં બેઠી હતી. ત્યારે રિક્ષા ચાલકે થોડે દુર જઈ વૃધ્ધાને ઉતાર્યા હતા. જેમાં વૃધ્ધાને ગળામાં પહેરેલ તુલસીના પારાની ત્રણ તોલાની સોનાની માળા કિંમત રૂપિયા 1.50 લાખની ઉઠાંતરી કરી લઈ ગયાની જાણ થઈ હતી. આથી વસંતબેન રાણપુરાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.કે.મારૂડા ચલાવી રહ્યા છે.