Chotila: ચોટીલા-ધ્રાંગધ્રામાં અકસ્માતના બે બનાવમાં ત્રણ વ્યક્તિને ઈજા

કારચાલકે પાછળથી ઠોકર મારતા બે બાઈકસવાર ઘવાયાધ્રાંગધ્રાના બાવળી પાસે કાર અડફેટે બુલેટ ચાલકને ઈજા પહોંચી એક કાર ચાલકે પાછળથી કાર અથડાવતા બન્ને નીચે પટકાયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-નાની મોલડી રોડ અને મૂળી-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતના ર બનાવમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. એથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બંને બનાવની પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના યોગીનગરમાં રહેતા રૂપાભાઈ વસ્તાભાઈ બોસ્તર તથા કાળુભાઈ મામૈયાભાઈ ધીયડ બાઈક લઈને ચોટીલાથી નાની મોલડી એક પ્રસંગમાં જતા હતા. ત્યારે નાની મોલડી ગામ પહેલા નાગરાજ હોટલ સામે વળાંકમાં એક કાર ચાલકે પાછળથી કાર અથડાવતા બન્ને નીચે પટકાયા હતા. જેમાં રૂપાભાઈ અને કાળુભાઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની ગોવિંદભાઈ રૂપાભાઈ બોસ્તરે અજાણ્યા કાર ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડી.કે.ડોડીયા ચલાવી રહ્યા છે. જયારે મૂળી તાલુકાના સરા ગામે રહેતા 22 વર્ષીય રવી જીવણભાઈ મકવાણા સેન્ટીંગ કામ કરે છે. ગત તા. 3જી જુલાઈના રોજ સાંજે તેઓ બુલેટ લઈને ધ્રાંગધ્રા તેમના મામાના ઘેર જતા હતા. ત્યારે બાવળી પાસે સામેથી આવતી કારે બુલેટને અડફેટે લેતા રવિભાઈ નીચે પટકાયા હતા. અને તેઓને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની અજાણ્યા કાર ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Chotila: ચોટીલા-ધ્રાંગધ્રામાં અકસ્માતના બે બનાવમાં ત્રણ વ્યક્તિને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કારચાલકે પાછળથી ઠોકર મારતા બે બાઈકસવાર ઘવાયા
  • ધ્રાંગધ્રાના બાવળી પાસે કાર અડફેટે બુલેટ ચાલકને ઈજા પહોંચી
  • એક કાર ચાલકે પાછળથી કાર અથડાવતા બન્ને નીચે પટકાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-નાની મોલડી રોડ અને મૂળી-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતના ર બનાવમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે.

એથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બંને બનાવની પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના યોગીનગરમાં રહેતા રૂપાભાઈ વસ્તાભાઈ બોસ્તર તથા કાળુભાઈ મામૈયાભાઈ ધીયડ બાઈક લઈને ચોટીલાથી નાની મોલડી એક પ્રસંગમાં જતા હતા. ત્યારે નાની મોલડી ગામ પહેલા નાગરાજ હોટલ સામે વળાંકમાં એક કાર ચાલકે પાછળથી કાર અથડાવતા બન્ને નીચે પટકાયા હતા. જેમાં રૂપાભાઈ અને કાળુભાઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની ગોવિંદભાઈ રૂપાભાઈ બોસ્તરે અજાણ્યા કાર ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડી.કે.ડોડીયા ચલાવી રહ્યા છે.

જયારે મૂળી તાલુકાના સરા ગામે રહેતા 22 વર્ષીય રવી જીવણભાઈ મકવાણા સેન્ટીંગ કામ કરે છે. ગત તા. 3જી જુલાઈના રોજ સાંજે તેઓ બુલેટ લઈને ધ્રાંગધ્રા તેમના મામાના ઘેર જતા હતા. ત્યારે બાવળી પાસે સામેથી આવતી કારે બુલેટને અડફેટે લેતા રવિભાઈ નીચે પટકાયા હતા. અને તેઓને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની અજાણ્યા કાર ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.