ગુજરાતના શિક્ષકે પોતાના ફાર્મમાં ઉગાડેલી કેસર કેરી છેક અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડી

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામની વાત... : વ્હાઇટહાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો છે : રાણી એલીજાબેથના પુત્રવધૂ એ પણ કેરીઓનો સ્વાદ લીધો છે  : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એ જ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી મોદીજી ને કેરીઓ ભોજનમાં પીરસી હતી. અમરેલી, છ  ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે ને અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે .ત્યારે આ વિદેશમાં કેસર કેરી પંહોચાડવા એક શિક્ષકની જહેમતે અમેરિકામાં બેન લાગેલી કેરીઓ શરૂ કરાવવા 2001 થી લઈને છેક 2007 સુધી અમેરિકા અને ભારત વચ્ચેના કરારો કરાવીને 173 જેટલી કેરીમાં પૂર્તતા પૂર્ણ કરીને કેસર કેરી અમેરિકાના વાઇટહાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ હાંસિલ  કરી છે. આ શિક્ષક છે, મધુભાઈ સવાણી ,અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદ્રા ગામના વતની છે .ને ઠવી વીરડી ગામ વચ્ચે 150 વીઘા વાડીમાં 10,000 આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને 300 - 300 ગ્રામ ની કેરીઓ પકાવીને વિદેશમાં એક્સપોર્ટ કરીને ડોલરમાં કમાઈ રહ્યા છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું ઠવી વીરડી ગામ વચ્ચે આવેલ ફાર્મમાં   વ્હાઇટ સુટબુટ ને માથે હેટ પહેરેલા શિક્ષકનો સંઘર્ષ રોચક છે. દામનગર ખાતે શિક્ષક ની નોકરી કરીને દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાઈ કરવા નોકરી માંથી રાજીનામુ આપીને અમેરિકા ગયા હતો અને પુત્રોને ભણાવ્યા હતા. એમના પુત્રો ને અમેરિકામાં સ્થાઈ કરીને ફરી  વતનમાં ખેતીકામ શરૂ કર્યું હતુે ,એ પછી અમેરિકા દીકરાને મળવા ગયા ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકા ના એરપોર્ટ સુધી પહોંચી તો ગયા પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડી ને કેરીઓ ફેંકાવી દીધી હતી. ને કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ના શકયા  એ પછી એમના દીકરા ડો.ભાસ્કર સવાણી દ્વારા વાઇટ હાઉસ થી લઈને છેક ભારત દેશના મંત્રાલય સુધી 2001 થી લઈને 2007 સુધી મહેનત કરી અને 6 વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું ને અમેરિકાએ 183 જેટલી પૂર્તત્તા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી મળી હતી .ત્યારે કેસર કેરીના બગીચામાં 10,000 આંબાના વૃક્ષોનું લાલન પાલનની જવાબદારી વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુભાઈ સવાણી 85 વર્ષની ઉંમરે પણ સ્ફૂત સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે ને કેરીઓની કાળજી રાખતા મજુરો પર નજર રાખે છ. કેસર કેરીઓ 2007 માં અમેરિકા પહોચાડવામાં બહુ જટીલ પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે ને કેસર કેરી અને આલ્ફાનજો રત્નાપૂરી કેરીઓનુ 300 ગ્રામ નું ફળ પ્રથમ એક કેરેટ માં કેરીઓ જમાં કરાવીને ધરમપુર ખાતે મોકલવામાં આવે છે . ત્યાં ગ્રેડેશન થયા બાદ લાસણગાવમાં બોક્સમાં પેકિંગ કરીને મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોચાડવામાં આવે છે .પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી ત્યારે વાઇટહાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો છે .તો  ડચેસ ઓફ ન્યુયોર્કમાં પ્રિન્સ એન્ડ્ની પત્ની સારાહ ફર્ગ્યુસને પણ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છ. જ્યારે રાણી એલીજાબેથના પુત્રવધૂ એ પણ કેરીઓ નો સ્વાદ લીધો છે .જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એજ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી મોદીજી ને કેરીઓ ભોજનમાં પીરસી હતી. આમ અમરેલીની કેરીઓ અમેરિકા સુધી પહોંચી હતી.  

ગુજરાતના શિક્ષકે પોતાના ફાર્મમાં ઉગાડેલી કેસર કેરી છેક અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામની વાત... : વ્હાઇટહાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો છે : રાણી એલીજાબેથના પુત્રવધૂ એ પણ કેરીઓનો સ્વાદ લીધો છે  : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એ જ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી મોદીજી ને કેરીઓ ભોજનમાં પીરસી હતી. 

અમરેલી, છ  ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે ને અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે .ત્યારે આ વિદેશમાં કેસર કેરી પંહોચાડવા એક શિક્ષકની જહેમતે અમેરિકામાં બેન લાગેલી કેરીઓ શરૂ કરાવવા 2001 થી લઈને છેક 2007 સુધી અમેરિકા અને ભારત વચ્ચેના કરારો કરાવીને 173 જેટલી કેરીમાં પૂર્તતા પૂર્ણ કરીને કેસર કેરી અમેરિકાના વાઇટહાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ હાંસિલ  કરી છે. 

આ શિક્ષક છે, મધુભાઈ સવાણી ,અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદ્રા ગામના વતની છે .ને ઠવી વીરડી ગામ વચ્ચે 150 વીઘા વાડીમાં 10,000 આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને 300 - 300 ગ્રામ ની કેરીઓ પકાવીને વિદેશમાં એક્સપોર્ટ કરીને ડોલરમાં કમાઈ રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું ઠવી વીરડી ગામ વચ્ચે આવેલ ફાર્મમાં   વ્હાઇટ સુટબુટ ને માથે હેટ પહેરેલા શિક્ષકનો સંઘર્ષ રોચક છે. દામનગર ખાતે શિક્ષક ની નોકરી કરીને દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાઈ કરવા નોકરી માંથી રાજીનામુ આપીને અમેરિકા ગયા હતો અને પુત્રોને ભણાવ્યા હતા. એમના પુત્રો ને અમેરિકામાં સ્થાઈ કરીને ફરી  વતનમાં ખેતીકામ શરૂ કર્યું હતુે ,એ પછી અમેરિકા દીકરાને મળવા ગયા ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકા ના એરપોર્ટ સુધી પહોંચી તો ગયા પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડી ને કેરીઓ ફેંકાવી દીધી હતી. ને કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ના શકયા  એ પછી એમના દીકરા ડો.ભાસ્કર સવાણી દ્વારા વાઇટ હાઉસ થી લઈને છેક ભારત દેશના મંત્રાલય સુધી 2001 થી લઈને 2007 સુધી મહેનત કરી અને 6 વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું ને અમેરિકાએ 183 જેટલી પૂર્તત્તા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી મળી હતી .ત્યારે કેસર કેરીના બગીચામાં 10,000 આંબાના વૃક્ષોનું લાલન પાલનની જવાબદારી વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુભાઈ સવાણી 85 વર્ષની ઉંમરે પણ સ્ફૂત સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે ને કેરીઓની કાળજી રાખતા મજુરો પર નજર રાખે છ. કેસર કેરીઓ 2007 માં અમેરિકા પહોચાડવામાં બહુ જટીલ પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે ને કેસર કેરી અને આલ્ફાનજો રત્નાપૂરી કેરીઓનુ 300 ગ્રામ નું ફળ પ્રથમ એક કેરેટ માં કેરીઓ જમાં કરાવીને ધરમપુર ખાતે મોકલવામાં આવે છે . ત્યાં ગ્રેડેશન થયા બાદ લાસણગાવમાં બોક્સમાં પેકિંગ કરીને મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોચાડવામાં આવે છે .

પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી ત્યારે વાઇટહાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો છે .તો  ડચેસ ઓફ ન્યુયોર્કમાં પ્રિન્સ એન્ડ્ની પત્ની સારાહ ફર્ગ્યુસને પણ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છ. જ્યારે રાણી એલીજાબેથના પુત્રવધૂ એ પણ કેરીઓ નો સ્વાદ લીધો છે .જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એજ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી મોદીજી ને કેરીઓ ભોજનમાં પીરસી હતી. આમ અમરેલીની કેરીઓ અમેરિકા સુધી પહોંચી હતી.