ગુજરાતમાં ફરી નકલી કચેરી કાંડ! સિંચાઈ વિભાગની બોગસ કચેરી હોવાનો બાયડના ધારાસભ્યનો દાવો

Gujarat: અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી કચેરીમાંથી 50થી વધુ રબ્બર સટેમ્પ, લેટર પેડ, બીલો, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો તપાસ દરમિયાન પોલીસને મુદ્દામાલ મળી આવ્યો છે. નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા સિંચાઈના વર્તમાન અને નિવૃત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અદિકારી અને નિવૃત અધિકારીઓ સહિત 4થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. બાદમાં મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.ધારાસભ્યએ કચેરીની સ્થળ તપાસ હાથ ધરી રાજયના દાહોદ જિલ્લા અને બોડેલી તાલુકામાં નકલી સિંચાઈ કચેરી ઝડપાયા બાદ નકલી કચેરીનો સિલસિલો ચાલુ રહયો હતો. જેમાં 22 કરોડના કૌભાંડ પણ બહાર આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 3 વર્ષથી એક કચેરીમાં સિંચાઈ વિભાગનો વહીવટ ચાલતો હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મળી હતી.આ મુદ્દે ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસવડાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાતા બુધવારના રોજ ધારાસભ્યએ મોડાસાની તિરૂપતિ રાજ રેસીડેન્સીમાં કાર્યરત કથિત નકલી કચેરીની સ્થળ તપાસ હાથ ધરી હતી. રબ્બર સ્ટેમ્પ, લેટરહેડ, બિલો, પ્રિન્ટર અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી મળીઆ કચેરીમાંથી ૫૦થી વધુ રબ્બરના સ્ટેમ્પ,કોરા બીલ, લેટર | પેડ તળાવો ભરવાની મંજૂરીના! પત્રો,પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની સાહિત્ય મળી આવ્યું હતું. સિંચાઈ વિભાગની નકલી કચેરીમાંથી ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બીલો મળી આવ્યા હતા. અને કચેરીમાં તપાસ દરમિયાન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને આજ વિભાગના નિવૃત્ત ડી.ઈ. સહિત 4 થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. મોડાસામાં નકલી કચેરી મળી આવી એવા વાયુવેગે સોશીયલ મિડિયામાં સમાચારલ પ્રસર્યા હતા. અને મોડાસા ટાઉન પોલીસ, એલસીબી સહિત પંચાયતના અધિકારીની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી.અધિકારીઓના ગોળગોળ જવાબ : તપાસ ચાલુનું રટણ કરાયુંમોડાસાની એક રેસીડેન્સીમાં સિંચાઈ વિભાગની કાર્યરત કચેરી નકલી હોવાની શંકાના આધારે ધારાસભ્ય દ્વારા તંત્રને ફોન કરાતા જિલ્લા ડીડીઓ અને આરએસીની સુચના બાદ ટીમ આ સ્થળે પહોંચી હતી.જોક આ કચેરી અસલી છે કે નકલી તે તંત્રના જવાબદાર અધિકારીને જાણે જાણ જ ન હોય એમ બધા અધિકારીઓએ ગોળગોળ જવાબ આપવાનું પસંદ કર્યું હતું. અને ડીડીઓ ઈન્ચાર્જ આર.એન.કુચારા એ તપાસ ચાલુ છે રીપોર્ટ બાદ કાર્યવાહી કરી શું નું રટણ કર્યું હતું. ડેપ્યુટી ડીડીઓ પ્રજાપતિ એ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે કચેરીમાંથી મળી આવેલી ચીજ વસ્તુઓ કે જેનું લાંબુ લચ્ચ લીસ્ટ તૈયાર કરી પંચરોજકામ કરાયું છે. કસ્ટડીમાં લીધેલા એ વસ્તુઓ ઉચ્ચકક્ષાએ મોકલી તપાસ હાથ ધરાશે.

ગુજરાતમાં ફરી નકલી કચેરી કાંડ! સિંચાઈ વિભાગની બોગસ કચેરી હોવાનો બાયડના ધારાસભ્યનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat: અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી કચેરીમાંથી 50થી વધુ રબ્બર સટેમ્પ, લેટર પેડ, બીલો, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો તપાસ દરમિયાન પોલીસને મુદ્દામાલ મળી આવ્યો છે. 

નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા 

સિંચાઈના વર્તમાન અને નિવૃત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અદિકારી અને નિવૃત અધિકારીઓ સહિત 4થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. બાદમાં મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

ધારાસભ્યએ કચેરીની સ્થળ તપાસ હાથ ધરી 

રાજયના દાહોદ જિલ્લા અને બોડેલી તાલુકામાં નકલી સિંચાઈ કચેરી ઝડપાયા બાદ નકલી કચેરીનો સિલસિલો ચાલુ રહયો હતો. જેમાં 22 કરોડના કૌભાંડ પણ બહાર આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 3 વર્ષથી એક કચેરીમાં સિંચાઈ વિભાગનો વહીવટ ચાલતો હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મળી હતી.આ મુદ્દે ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસવડાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાતા બુધવારના રોજ ધારાસભ્યએ મોડાસાની તિરૂપતિ રાજ રેસીડેન્સીમાં કાર્યરત કથિત નકલી કચેરીની સ્થળ તપાસ હાથ ધરી હતી. 

રબ્બર સ્ટેમ્પ, લેટરહેડ, બિલો, પ્રિન્ટર અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી મળી

આ કચેરીમાંથી ૫૦થી વધુ રબ્બરના સ્ટેમ્પ,કોરા બીલ, લેટર | પેડ તળાવો ભરવાની મંજૂરીના! પત્રો,પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની સાહિત્ય મળી આવ્યું હતું. સિંચાઈ વિભાગની નકલી કચેરીમાંથી ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બીલો મળી આવ્યા હતા. અને કચેરીમાં તપાસ દરમિયાન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને આજ વિભાગના નિવૃત્ત ડી.ઈ. સહિત 4 થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. મોડાસામાં નકલી કચેરી મળી આવી એવા વાયુવેગે સોશીયલ મિડિયામાં સમાચારલ પ્રસર્યા હતા. અને મોડાસા ટાઉન પોલીસ, એલસીબી સહિત પંચાયતના અધિકારીની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી.

અધિકારીઓના ગોળગોળ જવાબ : તપાસ ચાલુનું રટણ કરાયું

મોડાસાની એક રેસીડેન્સીમાં સિંચાઈ વિભાગની કાર્યરત કચેરી નકલી હોવાની શંકાના આધારે ધારાસભ્ય દ્વારા તંત્રને ફોન કરાતા જિલ્લા ડીડીઓ અને આરએસીની સુચના બાદ ટીમ આ સ્થળે પહોંચી હતી.જોક આ કચેરી અસલી છે કે નકલી તે તંત્રના જવાબદાર અધિકારીને જાણે જાણ જ ન હોય એમ બધા અધિકારીઓએ ગોળગોળ જવાબ આપવાનું પસંદ કર્યું હતું. અને ડીડીઓ ઈન્ચાર્જ આર.એન.કુચારા એ તપાસ ચાલુ છે રીપોર્ટ બાદ કાર્યવાહી કરી શું નું રટણ કર્યું હતું. ડેપ્યુટી ડીડીઓ પ્રજાપતિ એ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે કચેરીમાંથી મળી આવેલી ચીજ વસ્તુઓ કે જેનું લાંબુ લચ્ચ લીસ્ટ તૈયાર કરી પંચરોજકામ કરાયું છે. કસ્ટડીમાં લીધેલા એ વસ્તુઓ ઉચ્ચકક્ષાએ મોકલી તપાસ હાથ ધરાશે.