Sayla: સાયલા હાઇવે પર અકસ્માતના બે બનાવમાં ત્રણ નવયુવાનોનાં મોત

સાયલા હાઇવે પર કંપનીમાં નોકરીએ જતા બાઇકને કારે ટક્કર મારતા બે યુવાનોનાં મોતકાળમુખો હાઇવે 51 દિવસના સમયગાળામાં 15 માનવજિંદગીને ભરખી ગયો છ કલાકમાં ત્રણ યુવા જિંદગી કાળના ખપ્પરમાં સ્વાહાઅમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે જાણે લોહી તરસ્યો બની ગયો હોય તેમ એક બાદ એક સર્જાયેલા અકસ્માતોની હારમાળાએ હાહાકાર મચી જવા પામ્યો છે. છેલ્લા 50 દિવસો દરમિયાન વડોદથી લઇ હડાળા બોર્ડ સુધીના રસ્તા પર 10 માનવ જિંદગીઓએ પ્રાણ ગુમાવ્યાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સાયલા પાસે ચ્હા-પાણી પી સીરામીક કંપનીમાં જવા નીકળેલા બે શ્રામિક યુવાનોને રોડ ક્રોસ કરતા સમયે યમદુત બનીને ત્રાટકેલી કારે અડફેટે લેતા બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા. બે યુવાનોના મોતના છ કલાકના ટુંકાગાળામાં જ શાપર ઓવરબ્રીજ ઉતરતા રોડ ઓળંગી રહેલ રાજકોટના યુવાનને ઇકો કારે અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં તેનું કરુણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. સાયલા હાઇવે પર આવેલ ફૂડ ફેમ હોટલ સામે બાઇક પર રોડ ક્રોસ કરી સામેની તરફ્ જઇ રહેલ નોલી ગામના અલ્પેશભાઇ મનુભાઇ કાણોતરા ઉ.વ આ.32 તથા તેમની સાથે પાછડ બેસેલા સમસ્તીપુર જિલ્લો બિહારના શુકનકુમાર નથુની પાસવાન ઉ.વ 21ના બાઇકને રાજકોટ તરફ્ થી પૂરપાટ ધસી આવેલી એક ફેર વ્હીલ કારે ટક્કર મારતા બન્ને યુવાનો બાઇક સાથે રોડ પર પટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શનિવારે મોડી સાંજે થયેલા અકસ્માત બાદ કાર ડીવાઇડર કુદી સામેની તરફ્ ચાલી ગઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રોડ પર ગંભીર ઇજાઓ પામેલા બન્ને યુવાનોને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દેતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા સાયલા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી બન્ને મૃતકોની લાશોને સરકારી હોસ્પિટલ ખસેડવાની તેમજ અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનો રોડ પરથી હટાવી ટ્રાફ્ીક પુર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક અલ્પેશભાઇના પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ પરિણીત હતા તેમજ બે ભાઇઓમાં મોટા હતા. નવયુવાનના મોતથી પરીવારમાં શોક વ્યાપી જવા સાથે નોલી ગામમાં પણ ગમગીની છવાઇ જવા પામી હતી.    બે યુવાનોના લોહીથી લથપથ હાઇવે છ કલાક બાદ ફ્રી રક્ત પ્યાસો બન્યો હોય તેમ મોડી રાતે શાપર ગામ પાસેના ઓવરબ્રીજ ઉતરતા રોડ ઓળંગી રહેલ રાજકોટના હિતેનભાઇ જયસુખભાઇ ટીલવા ઉ.વ.37ને કાળ બનીને પૂરપાટ ધસી આવેલી ઇકો કારે ઝપટે લેતા ઠોકર મારતા તેઓને ગંભીર ઇજાઓ થવાથી તેમનું પણ કરુણ મોત નિપજતા પોલીસ દ્વારા પરીવારને જાણ કરવામાં આવી હતી. માર્ચની આખર તારીખથી શરુ થયેલો અકસ્માતનો સીલસીલો 51 દિવસમાં 15 લોકોને ભરખી ગયો છે. જયારે અલગ અલગ સર્જાયેલા 11 અકસ્માતોમાં 11 યુવાનો તેમજ બે મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે 18 લોકો ગંભીર ઇજાઓ પામ્યાના બનાવો બનવા પામ્યા છે. સરકાર દ્વારા હાઇવેને સિક્સ લેનમાં રૂપાંતરીત કરવા છતા અકસ્માતોનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે ત્યારે યમદૂત બનેલા વાહનોની ગતિ મર્યાદા, ટ્રાફ્ીકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન તેમજ રોડ પરના ધંધાર્થીઓ દ્વારા અંગત આર્થીક લાભ ખાતર તોડી પડાયેલા ડીવાઇડરોને કારણે અકસ્માતો વધી રહ્યા હોવાનું જાણકારોનું માનવું છે. ત્યારે (બે)જવાબદાર તંત્ર આ રફ્તારના રાક્ષસો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે તેવી આમ જનતામાં આક્રોશ સાથે લોક માંગ ઉઠવા પામી છે.

Sayla: સાયલા હાઇવે પર અકસ્માતના બે બનાવમાં ત્રણ નવયુવાનોનાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયલા હાઇવે પર કંપનીમાં નોકરીએ જતા બાઇકને કારે ટક્કર મારતા બે યુવાનોનાં મોત
  • કાળમુખો હાઇવે 51 દિવસના સમયગાળામાં 15 માનવજિંદગીને ભરખી ગયો
  • છ કલાકમાં ત્રણ યુવા જિંદગી કાળના ખપ્પરમાં સ્વાહા

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે જાણે લોહી તરસ્યો બની ગયો હોય તેમ એક બાદ એક સર્જાયેલા અકસ્માતોની હારમાળાએ હાહાકાર મચી જવા પામ્યો છે. છેલ્લા 50 દિવસો દરમિયાન વડોદથી લઇ હડાળા બોર્ડ સુધીના રસ્તા પર 10 માનવ જિંદગીઓએ પ્રાણ ગુમાવ્યાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સાયલા પાસે ચ્હા-પાણી પી સીરામીક કંપનીમાં જવા નીકળેલા બે શ્રામિક યુવાનોને રોડ ક્રોસ કરતા સમયે યમદુત બનીને ત્રાટકેલી કારે અડફેટે લેતા બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા. બે યુવાનોના મોતના છ કલાકના ટુંકાગાળામાં જ શાપર ઓવરબ્રીજ ઉતરતા રોડ ઓળંગી રહેલ રાજકોટના યુવાનને ઇકો કારે અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં તેનું કરુણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

સાયલા હાઇવે પર આવેલ ફૂડ ફેમ હોટલ સામે બાઇક પર રોડ ક્રોસ કરી સામેની તરફ્ જઇ રહેલ નોલી ગામના અલ્પેશભાઇ મનુભાઇ કાણોતરા ઉ.વ આ.32 તથા તેમની સાથે પાછડ બેસેલા સમસ્તીપુર જિલ્લો બિહારના શુકનકુમાર નથુની પાસવાન ઉ.વ 21ના બાઇકને રાજકોટ તરફ્ થી પૂરપાટ ધસી આવેલી એક ફેર વ્હીલ કારે ટક્કર મારતા બન્ને યુવાનો બાઇક સાથે રોડ પર પટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શનિવારે મોડી સાંજે થયેલા અકસ્માત બાદ કાર ડીવાઇડર કુદી સામેની તરફ્ ચાલી ગઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રોડ પર ગંભીર ઇજાઓ પામેલા બન્ને યુવાનોને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દેતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા સાયલા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી બન્ને મૃતકોની લાશોને સરકારી હોસ્પિટલ ખસેડવાની તેમજ અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનો રોડ પરથી હટાવી ટ્રાફ્ીક પુર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક અલ્પેશભાઇના પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ પરિણીત હતા તેમજ બે ભાઇઓમાં મોટા હતા. નવયુવાનના મોતથી પરીવારમાં શોક વ્યાપી જવા સાથે નોલી ગામમાં પણ ગમગીની છવાઇ જવા પામી હતી.

   બે યુવાનોના લોહીથી લથપથ હાઇવે છ કલાક બાદ ફ્રી રક્ત પ્યાસો બન્યો હોય તેમ મોડી રાતે શાપર ગામ પાસેના ઓવરબ્રીજ ઉતરતા રોડ ઓળંગી રહેલ રાજકોટના હિતેનભાઇ જયસુખભાઇ ટીલવા ઉ.વ.37ને કાળ બનીને પૂરપાટ ધસી આવેલી ઇકો કારે ઝપટે લેતા ઠોકર મારતા તેઓને ગંભીર ઇજાઓ થવાથી તેમનું પણ કરુણ મોત નિપજતા પોલીસ દ્વારા પરીવારને જાણ કરવામાં આવી હતી. માર્ચની આખર તારીખથી શરુ થયેલો અકસ્માતનો સીલસીલો 51 દિવસમાં 15 લોકોને ભરખી ગયો છે. જયારે અલગ અલગ સર્જાયેલા 11 અકસ્માતોમાં 11 યુવાનો તેમજ બે મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે 18 લોકો ગંભીર ઇજાઓ પામ્યાના બનાવો બનવા પામ્યા છે. સરકાર દ્વારા હાઇવેને સિક્સ લેનમાં રૂપાંતરીત કરવા છતા અકસ્માતોનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે ત્યારે યમદૂત બનેલા વાહનોની ગતિ મર્યાદા, ટ્રાફ્ીકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન તેમજ રોડ પરના ધંધાર્થીઓ દ્વારા અંગત આર્થીક લાભ ખાતર તોડી પડાયેલા ડીવાઇડરોને કારણે અકસ્માતો વધી રહ્યા હોવાનું જાણકારોનું માનવું છે. ત્યારે (બે)જવાબદાર તંત્ર આ રફ્તારના રાક્ષસો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે તેવી આમ જનતામાં આક્રોશ સાથે લોક માંગ ઉઠવા પામી છે.