Suratના પુણામાં સોસાયટી બહાર સર્વિસ રોડ નહી,લોકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા

સુરતમાં લાગેલ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા કરી અપીલ સુરતના પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોએ વિરોધ કર્યો હતો,સોસાયટીની બહાર સર્વિસ રોડ નહી હોવાથી લોકો રોંગ સાઈડ જવા માટે મજબૂર બન્યા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,અવાર-નવાર તંત્રને રજૂઆત કરી છે પણ કોઈ નિર્ણય આવ્યો નથી,જેને લઈ આજે સ્થાનિકોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો. અકસ્માતનો વધ્યો ભય સુરતમાં ટ્રાફિક સિગ્નલ લાગ્યા બાદ પણ હજી કેટલાક વિસ્તારોમાં નાની-મોટી સમસ્યાઓ સામે આવી રહી છે. ક્યાંક સિગ્નલના ટાઈમિંગને લઈને મુશ્કેલી થાય છે તો ક્યાંક સર્વિસ રોડ ન હોવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. સીતાનગર ચોકડી ખાતે ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગ યોગ્ય ન હોવાને કારણે મુશ્કેલી સામે આવી રહી છે તો બીજી તરફ રોંગ સાઈડ વાહનો હંકારવાને કારણે અકસ્માતાનો ભય વધ્યો છે. ટ્રાફિક સમસ્યા વધી ઘટવાને બદલે સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શનની વચ્ચે કોઈપણ જાતનું ક્રોસિંગ આપેલ ન હોવાના કારણે લોકોને ખૂબ દૂર સુધી યુ ટર્ન લેવા જવું પડતો હોવાના કારણે લોકો શોર્ટકટ માટે રોંગ સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. તો તેનું પણ નિરાકરણ લાવવું જરૂરી છે. રોંગ સાઈડ આવતા વાહનોને કારણે દુકાનદારો પણ ખૂબ પરેશાન થઈ ગયા છે. કારણ કે, સર્વિસ રોડ ન હોવાને કારણે દુકાનોની બહાર વાહનો પાર્ક કર્યા હોય છે. બીજી તરફ રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોય છે જેને લીધે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. ટ્રાફિક સિગ્નલ પર બહુ રાહ જોવી પડે છે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. પરંતુ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મુકાયેલી આ સિસ્ટમ હવે વાહન ચાલકો માટે આફતરૂપ બની રહી છે. પાલ બ્રિજ થી પાલનપોર જતા દરેક ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોએ દોઢથી વધુ મિનિટ ઉભા રહેવાની ફરજ પડી રહી છે. આ સમસ્યા માટે આ રૂટની નથી પરંતુ અનેક રૂટ પર આ જ રીતે વાહન ચાલકોનો સમય બગડતો હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના અનેક રૂટ પર ટ્રાફિક સિગ્નલને લઈ માથાકૂટ શહેરના પાલ ઉમરા બ્રિજ થી પાલપનોર રસ્તા પર જતાં પાંચ જેટલા સિગ્નલ આવે છે જોકે, અહીં હાલત એવી છે કે પહેલા સિગ્નલ પર લોકો પોણા મીનીટ જેટલો સમય ઉભા રહે છે અને આગળ જાય છે ત્યારે માંડ 400થી 500 મીટર આગળ બીજો સિગ્નલ મળે છે અને ત્યા ફરી રેડ લાઈટ મળે છે અને ત્યાં પોણી મીનીટ થી દોઢ મિનિટ જેટલો સમય ઉભા રહેવું પડે છે. આવી જ સ્થિતિ દરેક સિગ્નલ પર થતી હોવાથી વાહન ચાલકોનો સમય અને ઈંધણ બન્ને બગડી રહ્યાં છે અને પાલિકાએ જે સમસ્યા નિવારવા માટે સિગ્નલ મુક્યા છે તેનાથી વિપરીત પરિણામ મળે છે વાહનચાલકો હેરાન થાય છે અને ટ્રાફિક સમસ્યા વધી રહી છે. આ સમસ્યા માત્ર આ રૂટની નથી શહેરના અનેક રૂટ પર વાહન ચાલકોને આવો કડવો અનુભવ થઈ રહ્યો છે.  

Suratના પુણામાં સોસાયટી બહાર સર્વિસ રોડ નહી,લોકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં લાગેલ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી
  • તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં
  • તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા કરી અપીલ

સુરતના પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોએ વિરોધ કર્યો હતો,સોસાયટીની બહાર સર્વિસ રોડ નહી હોવાથી લોકો રોંગ સાઈડ જવા માટે મજબૂર બન્યા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,અવાર-નવાર તંત્રને રજૂઆત કરી છે પણ કોઈ નિર્ણય આવ્યો નથી,જેને લઈ આજે સ્થાનિકોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો.

અકસ્માતનો વધ્યો ભય

સુરતમાં ટ્રાફિક સિગ્નલ લાગ્યા બાદ પણ હજી કેટલાક વિસ્તારોમાં નાની-મોટી સમસ્યાઓ સામે આવી રહી છે. ક્યાંક સિગ્નલના ટાઈમિંગને લઈને મુશ્કેલી થાય છે તો ક્યાંક સર્વિસ રોડ ન હોવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. સીતાનગર ચોકડી ખાતે ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગ યોગ્ય ન હોવાને કારણે મુશ્કેલી સામે આવી રહી છે તો બીજી તરફ રોંગ સાઈડ વાહનો હંકારવાને કારણે અકસ્માતાનો ભય વધ્યો છે.


ટ્રાફિક સમસ્યા વધી ઘટવાને બદલે

સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શનની વચ્ચે કોઈપણ જાતનું ક્રોસિંગ આપેલ ન હોવાના કારણે લોકોને ખૂબ દૂર સુધી યુ ટર્ન લેવા જવું પડતો હોવાના કારણે લોકો શોર્ટકટ માટે રોંગ સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. તો તેનું પણ નિરાકરણ લાવવું જરૂરી છે. રોંગ સાઈડ આવતા વાહનોને કારણે દુકાનદારો પણ ખૂબ પરેશાન થઈ ગયા છે. કારણ કે, સર્વિસ રોડ ન હોવાને કારણે દુકાનોની બહાર વાહનો પાર્ક કર્યા હોય છે. બીજી તરફ રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોય છે જેને લીધે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે.

ટ્રાફિક સિગ્નલ પર બહુ રાહ જોવી પડે છે

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. પરંતુ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મુકાયેલી આ સિસ્ટમ હવે વાહન ચાલકો માટે આફતરૂપ બની રહી છે. પાલ બ્રિજ થી પાલનપોર જતા દરેક ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોએ દોઢથી વધુ મિનિટ ઉભા રહેવાની ફરજ પડી રહી છે. આ સમસ્યા માટે આ રૂટની નથી પરંતુ અનેક રૂટ પર આ જ રીતે વાહન ચાલકોનો સમય બગડતો હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


સુરતના અનેક રૂટ પર ટ્રાફિક સિગ્નલને લઈ માથાકૂટ

શહેરના પાલ ઉમરા બ્રિજ થી પાલપનોર રસ્તા પર જતાં પાંચ જેટલા સિગ્નલ આવે છે જોકે, અહીં હાલત એવી છે કે પહેલા સિગ્નલ પર લોકો પોણા મીનીટ જેટલો સમય ઉભા રહે છે અને આગળ જાય છે ત્યારે માંડ 400થી 500 મીટર આગળ બીજો સિગ્નલ મળે છે અને ત્યા ફરી રેડ લાઈટ મળે છે અને ત્યાં પોણી મીનીટ થી દોઢ મિનિટ જેટલો સમય ઉભા રહેવું પડે છે. આવી જ સ્થિતિ દરેક સિગ્નલ પર થતી હોવાથી વાહન ચાલકોનો સમય અને ઈંધણ બન્ને બગડી રહ્યાં છે અને પાલિકાએ જે સમસ્યા નિવારવા માટે સિગ્નલ મુક્યા છે તેનાથી વિપરીત પરિણામ મળે છે વાહનચાલકો હેરાન થાય છે અને ટ્રાફિક સમસ્યા વધી રહી છે. આ સમસ્યા માત્ર આ રૂટની નથી શહેરના અનેક રૂટ પર વાહન ચાલકોને આવો કડવો અનુભવ થઈ રહ્યો છે.