અપ્રમાણસર મિકલતના કેસમાં એસ કે લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા

અમદાવાદ,શુક્રવારગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને આઇએએસ અધિકારી શંકરદાન લાંગાની એસીબીએ રૂપિયા ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કર્યા બાદ શુક્રવારે સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કેસની તપાસ સંદર્ભમાં એસ કે લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એસીબીને ફોરેન્સિક ઓડિટ દરમિયાન   ગેરકાયદેસર રોકાણના અનેક પુરાવા મળ્યા છે. જેના આધારે સમગ્ર મામલે તપાસ થશે. ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર શંકરદાન લાંગા વિરૂદ્વ મહિનાઓની તપાસ બાદ એસીબીએ રૂપિયા ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં વધુ તપાસ કરવા માટે ગુરૂવારે લાંગાની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જે બાદ શુક્રવારે નવરંગપુરા સેશન્સ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કેસની લગતી તપાસના મુદ્દે  કોર્ટ દ્વારા પાંચ દિવસના એટલે કે આગામી ૧૦ જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે એસીબીએ ફોરેન્સીક ઓડિટ અને અન્ય પુરાવાઓને આધારે કાર્યવાહી કરી છે. જેના આધારે હવે એસીબી લાંગાની પુછપરછમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ?  સમગ્ર ગેરરીતિ કઇ રીતે આચરવામાં આવતી હતી? તેની સાથે   કેટલા વચેટિયાઓ સંડોવાયેલા છે? તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવશે.

અપ્રમાણસર મિકલતના કેસમાં એસ કે લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને આઇએએસ અધિકારી શંકરદાન લાંગાની એસીબીએ રૂપિયા ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કર્યા બાદ શુક્રવારે સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કેસની તપાસ સંદર્ભમાં એસ કે લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એસીબીને ફોરેન્સિક ઓડિટ દરમિયાન   ગેરકાયદેસર રોકાણના અનેક પુરાવા મળ્યા છે. જેના આધારે સમગ્ર મામલે તપાસ થશે. ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર શંકરદાન લાંગા વિરૂદ્વ મહિનાઓની તપાસ બાદ એસીબીએ રૂપિયા ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં વધુ તપાસ કરવા માટે ગુરૂવારે લાંગાની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જે બાદ શુક્રવારે નવરંગપુરા સેશન્સ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કેસની લગતી તપાસના મુદ્દે  કોર્ટ દ્વારા પાંચ દિવસના એટલે કે આગામી ૧૦ જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે એસીબીએ ફોરેન્સીક ઓડિટ અને અન્ય પુરાવાઓને આધારે કાર્યવાહી કરી છે. જેના આધારે હવે એસીબી લાંગાની પુછપરછમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમસમગ્ર ગેરરીતિ કઇ રીતે આચરવામાં આવતી હતી? તેની સાથે   કેટલા વચેટિયાઓ સંડોવાયેલા છે? તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવશે.