Suratમાં ABVPની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પેપર લીકને લઈ ઠોસ કાર્યવાહની માંગ ઉઠી

પેપર લીક પર રોક લગાવવા ઠરાવ પસાર કરવામાં આવશે રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં Abvp દ્વારા લેખિતમાં ઠરાવ પાસ કરવામાં આવશે પેપર લીક મુદ્દે તમામ રાજયોમાં Abvp ઠોસ કાર્યવાહી કરવા માંગ કરશે સુરતમાં એબીવીપીની રાષટ્રીય કારોબારીની બેઠક મળી હતી જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી એબીપીના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ હાજર રહ્યાં હતા,આ બેઠકમાં પેપરલીકને લઈ મુદ્દો ગાજયો હતો જેમાં એબીવીપી દ્રારા પેપર લીકને લઈ ઠરાવ પસાર કરવાને લઈ ગંભીર ચર્ચા કરવામાં આવી છે.તો પેપરલીકને લઈ પરીક્ષા એજન્સીઓ વિરુદ્ધ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે સાથે સાથે દેશના અલગ અલગ રાજયોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે વિદ્યાર્થીઓ વિરોધ કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. બેઠકમાં પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરાશે 7 જુનના રોજ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ઉદઘાટન સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિધાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય આ બેઠક‌મા શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે. સંપૂર્ણ સમાજના સહયોગથી બેઠકનું આયોજન એબીવીપીના ગુજરાત પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતુ કે ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિપ ગુજરાતના કાર્યકર્તાઓ છેલ્લા મહિનાથી તૈયારીઓમાં લાગેલા છે. ગુજરાત આ બેઠકના માધ્યમથી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશ્ચિત છે , સુરતના લોકો 6-9 જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે, ગુજરાત અ.ભા.વિ.પ ના કાર્યકર્તાઓ પુરા શહેરને સજાવવા હેતુ, વોલ પેન્ટિંગ, હોર્ડિંગ્સ અને લાઈટિંગ્સ માટેની વ્યવસ્થાઓમાં લાગી ગયા છે. આ તમામ આયોજન માટેના ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસેથી લઘુનીધી એકત્રીકરણ અભિયાન થકી કરવાનો પ્રયાસ કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જે અભિયાનમાં 100 થી વધુ કાર્યકર્તાઓ વિવિધ માર્કેટ વિસ્તારોમાં ફરીને નાની નાની નિધિ એકત્રીત કરશે અને સંપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠકનું આયોજન કરવાનો પ્રયાસ કરશે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવ્યા આ રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા, વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તા. ૧ થી ૫ જુન સુધી યોજાઈ હતી, જેમા સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોઈ ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં 6 જુનના રોજ નાગરીક સત્કાર સમારંભ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે.

Suratમાં ABVPની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પેપર લીકને લઈ ઠોસ કાર્યવાહની માંગ ઉઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેપર લીક પર રોક લગાવવા ઠરાવ પસાર કરવામાં આવશે
  • રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં Abvp દ્વારા લેખિતમાં ઠરાવ પાસ કરવામાં આવશે
  • પેપર લીક મુદ્દે તમામ રાજયોમાં Abvp ઠોસ કાર્યવાહી કરવા માંગ કરશે

સુરતમાં એબીવીપીની રાષટ્રીય કારોબારીની બેઠક મળી હતી જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી એબીપીના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ હાજર રહ્યાં હતા,આ બેઠકમાં પેપરલીકને લઈ મુદ્દો ગાજયો હતો જેમાં એબીવીપી દ્રારા પેપર લીકને લઈ ઠરાવ પસાર કરવાને લઈ ગંભીર ચર્ચા કરવામાં આવી છે.તો પેપરલીકને લઈ પરીક્ષા એજન્સીઓ વિરુદ્ધ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે સાથે સાથે દેશના અલગ અલગ રાજયોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે વિદ્યાર્થીઓ વિરોધ કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

બેઠકમાં પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરાશે

7 જુનના રોજ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ઉદઘાટન સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિધાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય આ બેઠક‌મા શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે.

સંપૂર્ણ સમાજના સહયોગથી બેઠકનું આયોજન

એબીવીપીના ગુજરાત પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતુ કે ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિપ ગુજરાતના કાર્યકર્તાઓ છેલ્લા મહિનાથી તૈયારીઓમાં લાગેલા છે. ગુજરાત આ બેઠકના માધ્યમથી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશ્ચિત છે , સુરતના લોકો 6-9 જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે, ગુજરાત અ.ભા.વિ.પ ના કાર્યકર્તાઓ પુરા શહેરને સજાવવા હેતુ, વોલ પેન્ટિંગ, હોર્ડિંગ્સ અને લાઈટિંગ્સ માટેની વ્યવસ્થાઓમાં લાગી ગયા છે. આ તમામ આયોજન માટેના ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસેથી લઘુનીધી એકત્રીકરણ અભિયાન થકી કરવાનો પ્રયાસ કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જે અભિયાનમાં 100 થી વધુ કાર્યકર્તાઓ વિવિધ માર્કેટ વિસ્તારોમાં ફરીને નાની નાની નિધિ એકત્રીત કરશે અને સંપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠકનું આયોજન કરવાનો પ્રયાસ કરશે.

સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવ્યા

આ રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા, વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તા. ૧ થી ૫ જુન સુધી યોજાઈ હતી, જેમા સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોઈ ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં 6 જુનના રોજ નાગરીક સત્કાર સમારંભ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે.