Surat: સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ, પોલીસનું તંત્ર દોડતું થયું

ત્રણ સાડા ત્રણ વર્ષનું બાળક થયું ગુમસુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું CCTVમાં અજાણી મહિલા સાથે બાળક દેખાયું સુરત શહેરમાં બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું છે. આ ઘટના આશરે આજે બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે બાળક ગુમ થયું છે, તેની ઉંમર આશરે ત્રણથી સાડા ત્રણ વર્ષ જેટલી છે. પોલીસે શોધખોળ શરૂ કરી ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું છે અને બાળકની શોધખોળ હાથ ધરી છે. સુરત પોલીસે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને તમામ સીસીટીવીની તપાસ કરતા જાણ થઈ કે કોઈ અજાણી મહિલા સાથે બાળક દેખાયું છે. એટલે આ અજાણી મહિલા જ બાળકને લઈ ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સુરત સિવિલ હોસ્પિટલની આ પ્રકારની બેદરકારી ઘણી વખત સામે આવી ચૂકી છે. 3 મહિના પહેલા પણ બાળકીને સાથે રાખી ચોરી કરતી 2 મહિલા ઝડપાઈ હતી અગાઉ માર્ચ મહિનામાં પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં બાળકીને સાથે રાખીને ચોરીને અંજામ આપતી બે મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. એટલું જ નહીં આ મહિલાઓ 9 મહિના પહેલા પણ ચોરી કરતી પકડાઈ હતી. ત્યારબાદ ફરી ચોરી કરવા આવતા સિક્યોરિટી દ્વારા બંને મહિલાઓને પોલીસમાં ફરિયાદ કરીને સોંપી દેવાઈ હતી. થોડા સમયથી આ બંને મહિલાઓ એક બાળકી સાથે ફરી સિવિલ હોસ્પિટલમાં આવીને ચોરી કરતી હોવાની જાણ થઈ હતી. જેથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.

Surat: સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ, પોલીસનું તંત્ર દોડતું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણ સાડા ત્રણ વર્ષનું બાળક થયું ગુમ
  • સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું
  • CCTVમાં અજાણી મહિલા સાથે બાળક દેખાયું

સુરત શહેરમાં બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું છે. આ ઘટના આશરે આજે બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે બાળક ગુમ થયું છે, તેની ઉંમર આશરે ત્રણથી સાડા ત્રણ વર્ષ જેટલી છે.

પોલીસે શોધખોળ શરૂ કરી

ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું છે અને બાળકની શોધખોળ હાથ ધરી છે. સુરત પોલીસે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને તમામ સીસીટીવીની તપાસ કરતા જાણ થઈ કે કોઈ અજાણી મહિલા સાથે બાળક દેખાયું છે. એટલે આ અજાણી મહિલા જ બાળકને લઈ ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સુરત સિવિલ હોસ્પિટલની આ પ્રકારની બેદરકારી ઘણી વખત સામે આવી ચૂકી છે.

3 મહિના પહેલા પણ બાળકીને સાથે રાખી ચોરી કરતી 2 મહિલા ઝડપાઈ હતી

અગાઉ માર્ચ મહિનામાં પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં બાળકીને સાથે રાખીને ચોરીને અંજામ આપતી બે મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. એટલું જ નહીં આ મહિલાઓ 9 મહિના પહેલા પણ ચોરી કરતી પકડાઈ હતી. ત્યારબાદ ફરી ચોરી કરવા આવતા સિક્યોરિટી દ્વારા બંને મહિલાઓને પોલીસમાં ફરિયાદ કરીને સોંપી દેવાઈ હતી. થોડા સમયથી આ બંને મહિલાઓ એક બાળકી સાથે ફરી સિવિલ હોસ્પિટલમાં આવીને ચોરી કરતી હોવાની જાણ થઈ હતી. જેથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.