Mehsana: સ્પ્રે છાંટીને પોલીસ જાપ્તામાંથી ભાગ્યા બે આરોપીઓ, આ રીતે પકડાયા
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લાવવામાં આવ્યા હતાસ્પ્રે છાંટીને બંને આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા હતા લોકો અને પોલીસે પાછળ દોડીને બંને આરોપીઓને પકડી લીધા મહેસાણામાં પોલીસને ચકમો આપીને ભાગેલ બે આરોપીનો પકડી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને મેડિકલ ચેક અપ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં આ બંને આરોપીઓ પોલીસના જાપ્તામાંથી છટકીને ભાગી ગયા હતા. સ્થાનિકોની મદદથી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા ત્યારે આ બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ બંને આરોપીઓ સ્પ્રે છાંટીને સિવિલ હોસ્પિટલમાંથી પોલીસના જાપ્તામાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. જો કે પોલીસ પણ તાત્કાલિક પાછળ દોડી હતી અને સ્થાનિકોની મદદથી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં ઘણા આવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં આરોપીઓ પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળ રહ્યા છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી બાથરૂમની બારીની ગ્રીલ તોડી ફરાર થયો હતો થોડા દિવસો પહેલા જ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપી સવારે કુદરતી હાજતે જવાના બહાને બાથરૂમની બારીમાંથી ફરાર થયો હતો. ફરાર થયેલા આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી હતી રિમાન્ડ દરમિયાન શનિવારે સવારે મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે પીએસઓને લોકઅપની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયુ હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલે તેને લોકઅપમાંથી બહાર કાઢીને પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી હાજત માટે મોકલ્યો હતો. જ્યાં 10 મિનિટ સુધી તે બહાર ના આવતા પોલીસને શંકા ગઈ હતી અને ટોયલેટનો દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હતો, ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી હતી. જો કે ત્યારબાદ થોડા દિવસ ફરી આરોપી પોલીસના સકંજામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા
- સ્પ્રે છાંટીને બંને આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા હતા
- લોકો અને પોલીસે પાછળ દોડીને બંને આરોપીઓને પકડી લીધા
મહેસાણામાં પોલીસને ચકમો આપીને ભાગેલ બે આરોપીનો પકડી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને મેડિકલ ચેક અપ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં આ બંને આરોપીઓ પોલીસના જાપ્તામાંથી છટકીને ભાગી ગયા હતા.
સ્થાનિકોની મદદથી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા
ત્યારે આ બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ બંને આરોપીઓ સ્પ્રે છાંટીને સિવિલ હોસ્પિટલમાંથી પોલીસના જાપ્તામાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. જો કે પોલીસ પણ તાત્કાલિક પાછળ દોડી હતી અને સ્થાનિકોની મદદથી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં ઘણા આવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં આરોપીઓ પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળ રહ્યા છે.
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી બાથરૂમની બારીની ગ્રીલ તોડી ફરાર થયો હતો
થોડા દિવસો પહેલા જ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપી સવારે કુદરતી હાજતે જવાના બહાને બાથરૂમની બારીમાંથી ફરાર થયો હતો. ફરાર થયેલા આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો.
પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી હતી
રિમાન્ડ દરમિયાન શનિવારે સવારે મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે પીએસઓને લોકઅપની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયુ હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલે તેને લોકઅપમાંથી બહાર કાઢીને પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી હાજત માટે મોકલ્યો હતો. જ્યાં 10 મિનિટ સુધી તે બહાર ના આવતા પોલીસને શંકા ગઈ હતી અને ટોયલેટનો દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હતો, ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી હતી. જો કે ત્યારબાદ થોડા દિવસ ફરી આરોપી પોલીસના સકંજામાં આવ્યો હતો.