Gujarat Rain: આ શહેરોમાં ફરી મેઘરાજા મહેરબાન થયા
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલાલાના માધુપુર ગીર, ધાવા,સુરવામાં વરસાદ વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ તાલાલા ગ્રામ્ય પંથકમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. તાલાલાના માધુપુર ગીર, ધાવા,સુરવામાં વરસાદ આવ્યો છે. જેમાં ગુંદરણ, સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ આવતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ તેમજ કોડીનારમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયુ છે. કોડીનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. અરણેજ, કાંટાળા ગામ તથા માલગામ, બાવાના પીપળવા ગામોમાં વરસાદ આવ્યો છે. તેમજ ચોટીલામાં વિરામ બાદ વરસાદનું આગમન થયુ છે. ચોટીલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમાં ચાનંપા, સાંગાણી, મઘરીખડા ગામમાં વરસાદી માહોલ છે. કાંધાસર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ખાંભાના સરાકડિયા ગામમાં વરસાદ આવ્યો છે. તેમજ ભાવરડી, જીવાપર સહિતના ગામોમાં વરસાદ સાથે રાજુલા શહેરમાં ધીમીધારે વરસાદ આવ્યો છે. સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદમાં વરસાદી માહોલ છે. ત્યારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શ્યામ મંદિર રોડ પર પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે. વરસાદમાં અનેક વાહનો બંધ પડ્યા છે. તેમજ વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
- તાલાલાના માધુપુર ગીર, ધાવા,સુરવામાં વરસાદ
- વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ
તાલાલા ગ્રામ્ય પંથકમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. તાલાલાના માધુપુર ગીર, ધાવા,સુરવામાં વરસાદ આવ્યો છે. જેમાં ગુંદરણ, સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ આવતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.
વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
તેમજ કોડીનારમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયુ છે. કોડીનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. અરણેજ, કાંટાળા ગામ તથા માલગામ, બાવાના પીપળવા ગામોમાં વરસાદ આવ્યો છે. તેમજ ચોટીલામાં વિરામ બાદ વરસાદનું આગમન થયુ છે. ચોટીલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમાં ચાનંપા, સાંગાણી, મઘરીખડા ગામમાં વરસાદી માહોલ છે. કાંધાસર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ
અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ખાંભાના સરાકડિયા ગામમાં વરસાદ આવ્યો છે. તેમજ ભાવરડી, જીવાપર સહિતના ગામોમાં વરસાદ સાથે રાજુલા શહેરમાં ધીમીધારે વરસાદ આવ્યો છે. સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદમાં વરસાદી માહોલ છે. ત્યારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શ્યામ મંદિર રોડ પર પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે. વરસાદમાં અનેક વાહનો બંધ પડ્યા છે. તેમજ વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.