Kheda: સહકારી બેંકમાં કર્મચારીના મોતથી અન્ય કર્મચારીઓમાં રોષ

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં હરીશ પટેલ નામના કર્મચારીના મોત બાદ અન્ય કર્મચારીઓમાં રોષનો મામલો જોવા મળી રહ્યો છે. KDCC બેંક ચેરમેન તેજસ પટેલે કર્મચારીઓ દ્વારા લગાવાયેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. KDCC ચેરમેન તેજસ પટેલે આક્ષેપો ફગાવવા સાથે કહ્યું બેંકના પડતર કામો પૂરા કરવા એ દરેક કર્મચારીની ફરજ છે. આગામી 17 તારીખે નાબાર્ડનું ઇન્સ્પેક્શન થવાનું હોય, બ્રાન્ચની પડતર કામગીરી રાજાના દિવસે પણ પૂર્ણ કરવા તમામ બ્રાંચ મેનેજરને જાણ કરી હતી. આવા સમય દરમિયાન મૃત્યુની ઘટના એ દુઃખદ બાબત ગણાવી. કર્મચારીના મૃત્યુ પર કેટલાક લોકો રાજકારણ રમી રહ્યા હોવાનું જણાવ્યું. જે લોકોને કામ નથી કરવા અને જેમની પાસેથી બેંક કામ લઈ રહી છે તેવા કર્મચારીઓ મૉકાનો લાભ લઇ રહ્યા હોવાનું ચેરમેને જણાવ્યું. બેંક મૃતક કર્મચારીના પરિવારને ₹30 લાખ કાયદેસર વળતર આપશે, તેમજ ચેરમેને પણ પોતાના તરફ થી ₹5 લાખ આવવાની જાહેરાત કરી. સાથે સાથે વિરોધ કરનારાઓને મૃતકના પરિવારજનોની પડખે ઊભા રહી સહાય કરવાની પણ સલાહ આપી.

Kheda: સહકારી બેંકમાં કર્મચારીના મોતથી અન્ય કર્મચારીઓમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં હરીશ પટેલ નામના કર્મચારીના મોત બાદ અન્ય કર્મચારીઓમાં રોષનો મામલો જોવા મળી રહ્યો છે. KDCC બેંક ચેરમેન તેજસ પટેલે કર્મચારીઓ દ્વારા લગાવાયેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો.

KDCC ચેરમેન તેજસ પટેલે આક્ષેપો ફગાવવા સાથે કહ્યું બેંકના પડતર કામો પૂરા કરવા એ દરેક કર્મચારીની ફરજ છે. આગામી 17 તારીખે નાબાર્ડનું ઇન્સ્પેક્શન થવાનું હોય, બ્રાન્ચની પડતર કામગીરી રાજાના દિવસે પણ પૂર્ણ કરવા તમામ બ્રાંચ મેનેજરને જાણ કરી હતી. આવા સમય દરમિયાન મૃત્યુની ઘટના એ દુઃખદ બાબત ગણાવી. કર્મચારીના મૃત્યુ પર કેટલાક લોકો રાજકારણ રમી રહ્યા હોવાનું જણાવ્યું. જે લોકોને કામ નથી કરવા અને જેમની પાસેથી બેંક કામ લઈ રહી છે તેવા કર્મચારીઓ મૉકાનો લાભ લઇ રહ્યા હોવાનું ચેરમેને જણાવ્યું. બેંક મૃતક કર્મચારીના પરિવારને ₹30 લાખ કાયદેસર વળતર આપશે, તેમજ ચેરમેને પણ પોતાના તરફ થી ₹5 લાખ આવવાની જાહેરાત કરી. સાથે સાથે વિરોધ કરનારાઓને મૃતકના પરિવારજનોની પડખે ઊભા રહી સહાય કરવાની પણ સલાહ આપી.