Bharuch: ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે અપશબ્દો કહ્યાં હોવાનો આક્ષેપ

ઝાડેશ્વર વિસ્તારમાં ગટરની રજૂઆત કરવા ગયેલા લોકો સાથે બોલાચાલીઆક્ષેપ ખોટા, વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશેનું જણાવ્યું હતું : પ્રમુખ ભરૂચ ઝાડેશ્વર વિસ્તારમાં ગટરની સમસ્યાની રજૂઆત કરવા ગયેલાઓ સાથે અસભ્ય વર્તન કરતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો ગટર અંગેની સમસ્યા અંગે રજુઆત કરવામાં ગયેલ લોકોને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે ગટરની રજુઆત કરવા ગયેલા લોકોને અપશબ્દો કહ્યાનો આક્ષેપ અંગેના આક્ષેપને પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા હતા. ભરૂચના ભાવેશનગર ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી શિવ શકિતનગર સોસાયટીમાં અવારનવાર ગટર લાઈનને લઈને રજુઆતો કરવા પહોંચેલા સ્થાનિકોને તાલુકા પંચાયતના પ્રમુખે અપશબ્દો બોલી ધમકાવ્યા હોવાના આક્ષેપો કરાયા છે જયારે આવુ કઈ પણ નહીં બન્યુ હોવાનું પ્રમુખે જણાવ્યુ હતુ.ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવશકિત નગર સોસાયટીથી ભાવેશનગર સોસાયટી સુધી ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા છે.પરંતુ ઝાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના નિકાલની ઉંચાઈ 4 ફુટ છે. જયારે ઉપરની બંને સોસાયટીમાં ગટરના પાણીના નિકાલની ઉંચાઈ 6 ફુટ છે. બંન્ને વચ્ચે ઉંચાઈના તફાવતના કારણે પાણીનો નિકાલ ન થતો હોય અવારનવાર આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને જાહેરમાર્ગો પર વહેતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. શિવ શકિતનગર સોસાયટીના પ્રવેશદ્વાર નજીક બાળકોની આંગણવાડી પણ આવેલી હોય દુષિત પાણીથી બાળકોના સ્વાસ્થય પર પણ અસર થઈ રહી છે. આ માર્ગ પર આતમીય નગર, શિલ્પી ફલેટ, ભકિતપાર્ક, દિવ્ય વસુંધરા સોસાયટી, મહાલક્ષ્મી જેવી અન્ય સોસાયટીઓ પણ આવેલી છે જેના સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી આ માર્ગ પર આવેલી સોસાયટીના તમામ પ્રમુખો ઝાડેશ્વર પંચાયતમાં વહીવટદારને રજુઆતો કરી વહેલી તકે યોગ્ય નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી. આ અંગે શિવશકિતનગર સોસાયટીના પ્રમુખ રજનીકાંત પટેલે જણાવ્યુ હતુ કે, અમે લગભગ વર્ષ 2023 થી પંચાયતમાં રજુઆતો કરાઈ રહી છે. પરંતુ તેમના તરફથી કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યુ નથી. જયારે કહીએ એટલે ગટર સાફ કરાવી દેવામાં આવે અને ત્યાર પછી થોડા દિવસોમાં પરિસ્થિતિ જેવી હોય તેવી થઈ જાય છે. જેમાં પંચાયત દ્વારા ગટરના પાણીના નિકાલ માટે સમાંતર ગટર કરાય તો જ યોગ્ય રીતે પાણીનો નીકાલ થઈ શકે છે. આ અંગે પંચાયતમાં રજુઆતો કરવા ગયા હતા. જયાંથી પરત ફરતી વખતે અમારા તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલે અમને બોલાવી અમને અપશબ્દો બોલી ધમકાવ્યા હતા તેવો આક્ષેપ કરાયો હતો. આ અંગે તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યુ હતુ કે, રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે મેં તેમને બોલાવી કહ્યુ હતુ કે, તમારી કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવનાર છે.

Bharuch: ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે અપશબ્દો કહ્યાં હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝાડેશ્વર વિસ્તારમાં ગટરની રજૂઆત કરવા ગયેલા લોકો સાથે બોલાચાલી
  • આક્ષેપ ખોટા, વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશેનું જણાવ્યું હતું : પ્રમુખ
  • ભરૂચ ઝાડેશ્વર વિસ્તારમાં ગટરની સમસ્યાની રજૂઆત કરવા ગયેલાઓ સાથે અસભ્ય વર્તન કરતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો

ગટર અંગેની સમસ્યા અંગે રજુઆત કરવામાં ગયેલ લોકોને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે ગટરની રજુઆત કરવા ગયેલા લોકોને અપશબ્દો કહ્યાનો આક્ષેપ અંગેના આક્ષેપને પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા હતા.

ભરૂચના ભાવેશનગર ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી શિવ શકિતનગર સોસાયટીમાં અવારનવાર ગટર લાઈનને લઈને રજુઆતો કરવા પહોંચેલા સ્થાનિકોને તાલુકા પંચાયતના પ્રમુખે અપશબ્દો બોલી ધમકાવ્યા હોવાના આક્ષેપો કરાયા છે જયારે આવુ કઈ પણ નહીં બન્યુ હોવાનું પ્રમુખે જણાવ્યુ હતુ.ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવશકિત નગર સોસાયટીથી ભાવેશનગર સોસાયટી સુધી ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા છે.પરંતુ ઝાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના નિકાલની ઉંચાઈ 4 ફુટ છે. જયારે ઉપરની બંને સોસાયટીમાં ગટરના પાણીના નિકાલની ઉંચાઈ 6 ફુટ છે.

બંન્ને વચ્ચે ઉંચાઈના તફાવતના કારણે પાણીનો નિકાલ ન થતો હોય અવારનવાર આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને જાહેરમાર્ગો પર વહેતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. શિવ શકિતનગર સોસાયટીના પ્રવેશદ્વાર નજીક બાળકોની આંગણવાડી પણ આવેલી હોય દુષિત પાણીથી બાળકોના સ્વાસ્થય પર પણ અસર થઈ રહી છે. આ માર્ગ પર આતમીય નગર, શિલ્પી ફલેટ, ભકિતપાર્ક, દિવ્ય વસુંધરા સોસાયટી, મહાલક્ષ્મી જેવી અન્ય સોસાયટીઓ પણ આવેલી છે જેના સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી આ માર્ગ પર આવેલી સોસાયટીના તમામ પ્રમુખો ઝાડેશ્વર પંચાયતમાં વહીવટદારને રજુઆતો કરી વહેલી તકે યોગ્ય નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી. આ અંગે શિવશકિતનગર સોસાયટીના પ્રમુખ રજનીકાંત પટેલે જણાવ્યુ હતુ કે, અમે લગભગ વર્ષ 2023 થી પંચાયતમાં રજુઆતો કરાઈ રહી છે. પરંતુ તેમના તરફથી કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યુ નથી. જયારે કહીએ એટલે ગટર સાફ કરાવી દેવામાં આવે અને ત્યાર પછી થોડા દિવસોમાં પરિસ્થિતિ જેવી હોય તેવી થઈ જાય છે. જેમાં પંચાયત દ્વારા ગટરના પાણીના નિકાલ માટે સમાંતર ગટર કરાય તો જ યોગ્ય રીતે પાણીનો નીકાલ થઈ શકે છે. આ અંગે પંચાયતમાં રજુઆતો કરવા ગયા હતા. જયાંથી પરત ફરતી વખતે અમારા તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલે અમને બોલાવી અમને અપશબ્દો બોલી ધમકાવ્યા હતા તેવો આક્ષેપ કરાયો હતો.

આ અંગે તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યુ હતુ કે, રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે મેં તેમને બોલાવી કહ્યુ હતુ કે, તમારી કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવનાર છે.