Bharuch: પાલેજ જહાંગીર પાર્કમાંથી 510નશાકારક કફ સિરપની બોટલો સાથે બે આરોપીની અટકાયત

નશા માટે કફ સિરપનું ગેરકાયદે સેવન કરનારાઓ માટે મેડિકલ સ્ટોરવાળાની સાંઠગાંઠમાં જથ્થો મગાવ્યોમકાનમાં બીજા માળે પલંગ નીચે એક મોટા ગાદલામાં વીંટાળીને મુકેલા કફ સિરપના ત્રણ બોક્ષ મળ્યા દુકાનની તપાસ કરતા કાઉન્ટર નીચે મુકેલી 30 શીરપની બાટલી મળી આવી હતી ભરૂચ જિલ્લામાં પોલીસે દેશી-વિદેશી દારૂના વેપલા સામે લાલ આંખ કરતા હવે કેટલાક નશો કરનારા નશાકારક એવા કફ શીરપનું સેવન કરવાની શરૂઆત કરી છે. જો કે તાજેતરમાં પાલેજ પોલીસે પાલેજ જહાંગીર પાર્ક સોસાયટીમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરાતી 510 કફ શીરપની બોટલ સાથે બે આરોપીની અટક કરી હતી. પાલેજ પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ તેમના પોલીસ મથકમાં હાજર હતા. ત્યારે તેમના કોન્સ્ટેબલ મહેશ દોલતસંગને માહિતી મળી હતી કે, પાલેજના જહાંગીર પાર્કમાં રહેતો એક ઈસમ નશાકારક કફ શીરપનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. તેથી પાલેજ પોલીસ એકશનમાં આવતા દુકાનની તપાસ કરતા કાઉન્ટર નીચે મુકેલી 30 શીરપની બાટલી મળી આવી હતી. આ અંગેની જાણ પીઆઈને કરવામાં આવતા તેઓએ ઉપલા અધિકારીને જાણ કરી પંચોની રૂબરૂ પાલેજ સીટી રેસ્ટોરેન્ટની બાજુમાં આવેલા જહાંગીર પાર્કમાં આવેલા મકાન નંબર સી-5 માં રેડ કરી હતી. જેમાં પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા ત્યાં એક ઈસમ રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો. પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે એક પ્લાસ્ટીકના બોકસમાંથી 100 એમ.એલ.ની 30 નંગ કફ શીરપની બાટલીઓ મળી આવી હતી. જેના પર કોડીન ફોસ્ફેટ અને ટ્રિપ્રોલિડીન હાઈડ્રોકલોરાઈડ શીરપ કોડિકેલમ-ટી કફ શીરપ (ખાંડ મુકત) અને કિંમત રૂા. 149 લખેલી હતી. ત્યારબાદ મકાનમાં તપાસ કરતા બેડરૂમમાંથી પણ એક બોક્ષમાં 120 નંગ કફ શીરપની બાટલીઓ મળી આવી હતી. જયારે તેના બીજા માળે આવેલા રૂમમાં તપાસ કરતા પલંગ નીચે એક મોટું ગાદલુ વીંટાળીને મુકેલા ત્રણ બોક્ષ પણ મળી આવ્યા હતા. જેના પર માર્કર પેનથી સુરત લખેલુ હતુ. પોલીસે તેને ખોલી જોતા તેમાંથી પણ એક બોક્ષમાં કફ શીરપની 120 બાટલીઓ ગણી ત્રણમાંથી કુલ 360 બાટલીઓ મળી આવી હતી. પોલીસે એક કફ શીરપની બોટલની કિંમત રૂા.149 લેખે ગણી કુલ બાટલીઓ 510 ની કિંમત રૂા.75,990 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી રીઝવાન મુબારક પટેલની પુછતાછમાં તે આ કફ શીરપની બાટલીઓ પાલેજ પોલીસ લાઈન સામે ડીવાઈન મેડીકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુરભાઈ ખિચડીયાનાઓ પાસેથી વેચાણ કરવા લાવી નશાના બંધાણીઓને આર્થિક ફાયદા માટે વેચાણ કરતો હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે ડીવાઈઝ મેડીકલ સ્ટોર ચલાવતા ભાવેશ મુથરભાઈ ખિચડીયાને પણ ઝડપી પાડી પકડાયેલો મુદ્દામાલ એફએસએલ માટે ડી.એસ.એસ.ગાંધીનગર ખાતે મોકલી આપ્યા હતા. જેનો રીપોર્ટ આવતા આ શીરપમાં કોેડેઈન હોવાનું સામે આવ્યુ હતુ. પાલેજ પોલીસે રીઝવાન મુબારક પટેલ અને ભાવેશ મથુરભાઈ ખિચડીયા વિરૂધ્ધ ધી નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સીસ એકટ 8(સી), 21(સી), 29 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે. દારૂના રસિયાઓ કફ સિરપના શરણે ભરૂચ જિલ્લામાં દેશી-વિદેશી દારૂના બંધારણીઓ ખુબ મોટી સંખ્યામાં જણાય રહ્યા છે જેઓ દેશી-વિદેશી દારૂ પર પોલીસનું નિયંત્રણ આવતા કોઈપણ રીતે પોતે નશાના બંધાણી હોવાના કારણે યેનકેન પ્રકારે નશો કરી રહ્યા છે જેમાનો એક પ્રકાર કફ શીરપ પી ને નશો કરવાનો છે. હજી પણ ભરૂચ જિલ્લામાં ઘણા મેડીકલ સ્ટોર અથવા તો ખાનગી રીતે દવાનું વેચાણ કરનારા ગેરકાયદેસર રીતે નશાકારક કફ શીરપનું વેચાણ કરી રહ્યા છે. જેનો ફાયદો આવા નશાના બંધારણીઓ લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ પાલેજ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી નશાના બંધાણી આ કફ શીરપનું સેવન કરતા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ કફ શીરપનું ઉત્પાદન કયાં થાય છે અને કઈ રીતે પાલેજ સુધી લાવવામાં આવ્યુ તે પણ તપાસનો વિષય બન્યો છે.

Bharuch: પાલેજ જહાંગીર પાર્કમાંથી 510નશાકારક કફ સિરપની બોટલો સાથે બે આરોપીની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નશા માટે કફ સિરપનું ગેરકાયદે સેવન કરનારાઓ માટે મેડિકલ સ્ટોરવાળાની સાંઠગાંઠમાં જથ્થો મગાવ્યો
  • મકાનમાં બીજા માળે પલંગ નીચે એક મોટા ગાદલામાં વીંટાળીને મુકેલા કફ સિરપના ત્રણ બોક્ષ મળ્યા
  • દુકાનની તપાસ કરતા કાઉન્ટર નીચે મુકેલી 30 શીરપની બાટલી મળી આવી હતી

ભરૂચ જિલ્લામાં પોલીસે દેશી-વિદેશી દારૂના વેપલા સામે લાલ આંખ કરતા હવે કેટલાક નશો કરનારા નશાકારક એવા કફ શીરપનું સેવન કરવાની શરૂઆત કરી છે. જો કે તાજેતરમાં પાલેજ પોલીસે પાલેજ જહાંગીર પાર્ક સોસાયટીમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરાતી 510 કફ શીરપની બોટલ સાથે બે આરોપીની અટક કરી હતી.

પાલેજ પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ તેમના પોલીસ મથકમાં હાજર હતા. ત્યારે તેમના કોન્સ્ટેબલ મહેશ દોલતસંગને માહિતી મળી હતી કે, પાલેજના જહાંગીર પાર્કમાં રહેતો એક ઈસમ નશાકારક કફ શીરપનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. તેથી પાલેજ પોલીસ એકશનમાં આવતા દુકાનની તપાસ કરતા કાઉન્ટર નીચે મુકેલી 30 શીરપની બાટલી મળી આવી હતી. આ અંગેની જાણ પીઆઈને કરવામાં આવતા તેઓએ ઉપલા અધિકારીને જાણ કરી પંચોની રૂબરૂ પાલેજ સીટી રેસ્ટોરેન્ટની બાજુમાં આવેલા જહાંગીર પાર્કમાં આવેલા મકાન નંબર સી-5 માં રેડ કરી હતી. જેમાં પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા ત્યાં એક ઈસમ રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો.

પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે એક પ્લાસ્ટીકના બોકસમાંથી 100 એમ.એલ.ની 30 નંગ કફ શીરપની બાટલીઓ મળી આવી હતી. જેના પર કોડીન ફોસ્ફેટ અને ટ્રિપ્રોલિડીન હાઈડ્રોકલોરાઈડ શીરપ કોડિકેલમ-ટી કફ શીરપ (ખાંડ મુકત) અને કિંમત રૂા. 149 લખેલી હતી. ત્યારબાદ મકાનમાં તપાસ કરતા બેડરૂમમાંથી પણ એક બોક્ષમાં 120 નંગ કફ શીરપની બાટલીઓ મળી આવી હતી. જયારે તેના બીજા માળે આવેલા રૂમમાં તપાસ કરતા પલંગ નીચે એક મોટું ગાદલુ વીંટાળીને મુકેલા ત્રણ બોક્ષ પણ મળી આવ્યા હતા. જેના પર માર્કર પેનથી સુરત લખેલુ હતુ. પોલીસે તેને ખોલી જોતા તેમાંથી પણ એક બોક્ષમાં કફ શીરપની 120 બાટલીઓ ગણી ત્રણમાંથી કુલ 360 બાટલીઓ મળી આવી હતી. પોલીસે એક કફ શીરપની બોટલની કિંમત રૂા.149 લેખે ગણી કુલ બાટલીઓ 510 ની કિંમત રૂા.75,990 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલા આરોપી રીઝવાન મુબારક પટેલની પુછતાછમાં તે આ કફ શીરપની બાટલીઓ પાલેજ પોલીસ લાઈન સામે ડીવાઈન મેડીકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુરભાઈ ખિચડીયાનાઓ પાસેથી વેચાણ કરવા લાવી નશાના બંધાણીઓને આર્થિક ફાયદા માટે વેચાણ કરતો હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે ડીવાઈઝ મેડીકલ સ્ટોર ચલાવતા ભાવેશ મુથરભાઈ ખિચડીયાને પણ ઝડપી પાડી પકડાયેલો મુદ્દામાલ એફએસએલ માટે ડી.એસ.એસ.ગાંધીનગર ખાતે મોકલી આપ્યા હતા. જેનો રીપોર્ટ આવતા આ શીરપમાં કોેડેઈન હોવાનું સામે આવ્યુ હતુ. પાલેજ પોલીસે રીઝવાન મુબારક પટેલ અને ભાવેશ મથુરભાઈ ખિચડીયા વિરૂધ્ધ ધી નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સીસ એકટ 8(સી), 21(સી), 29 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે.

દારૂના રસિયાઓ કફ સિરપના શરણે

ભરૂચ જિલ્લામાં દેશી-વિદેશી દારૂના બંધારણીઓ ખુબ મોટી સંખ્યામાં જણાય રહ્યા છે જેઓ દેશી-વિદેશી દારૂ પર પોલીસનું નિયંત્રણ આવતા કોઈપણ રીતે પોતે નશાના બંધાણી હોવાના કારણે યેનકેન પ્રકારે નશો કરી રહ્યા છે જેમાનો એક પ્રકાર કફ શીરપ પી ને નશો કરવાનો છે. હજી પણ ભરૂચ જિલ્લામાં ઘણા મેડીકલ સ્ટોર અથવા તો ખાનગી રીતે દવાનું વેચાણ કરનારા ગેરકાયદેસર રીતે નશાકારક કફ શીરપનું વેચાણ કરી રહ્યા છે. જેનો ફાયદો આવા નશાના બંધારણીઓ લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ પાલેજ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી નશાના બંધાણી આ કફ શીરપનું સેવન કરતા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ કફ શીરપનું ઉત્પાદન કયાં થાય છે અને કઈ રીતે પાલેજ સુધી લાવવામાં આવ્યુ તે પણ તપાસનો વિષય બન્યો છે.