Ahmedabad News : IIT-JEE મેઇન્સનું પરિણામ થયું જાહેર

દેશભરમાંથી 10 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા JEEની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓએ કેક કાપી કરી ખુશીની ઉજવણી IIT-JEE મેન્સના પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો દબદબો JEE મેઇન સેશન-2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24મી એપ્રિલની મોડી રાત્રે JEE મેઇન 2024નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાંથી મોટાભાગના ઉમેદવારો તેલંગાણા રાજ્યના છે. વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ JEE મેઇનમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. કુલ 56 ઉમેદવારોએ પરિણામમાં 100 NTA સ્કોર્સ મેળવ્યા છે. 56 ઉમેદવારોમાંથી કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સિન્હા એ બે મહિલા છે જેમને 100 NTA સ્કોર હાંસલ કર્યો છે, બાકીના બધા પુરૂષ છે. JEE મેઇન સેશન-2ના પરિણામો 24 એપ્રિલના રોજ લગભગ 11:27 વાગ્યે બહાર પાડવામાં આવ્યા હતા. 22 શહેરોમાં યોજાઈ હતી પરીક્ષા JEE મેઇન સેશન-2 2024 માટેની પરીક્ષા 4 થી 12 એપ્રિલ દરમિયાન ભારતના 319 શહેરોમાં અને વિદેશના 22 શહેરોમાં યોજાઈ હતી. લગભગ 12.57 લાખ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી. પરીક્ષા માટે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવામાં આવી હતી. ભારતના વિધાર્થીઓનો દબદબો પરીક્ષામાં 56 ઉમેદવારોમાંથી તેલંગાણામાંથી 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, ગુજરાત, તમિલનાડુ, પંજાબ અને હરિયાણામાંથી 2, ઝારખંડ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થીએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ભારત બહારના 21 શહેરો સહિત 291 શહેરોમાં કુલ 544 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજી હતી. જેઇઇ મેઇન્સ સત્ર 1 જાન્યુઆરી 2024ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા ભારતની બહાર 21 શહેરોમાં મનામા, દોહા, દુબઈ, કાઠમંડુ, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપોર, કુવૈત સિટી, કુઆલા લંપુર, લાગોસ/અબુજા, કોલંબો, જકાર્તા, મોસ્કો, ઓટાવા, પોર્ટ લુઈસ, બેંગકોકમાં પણ આયોજિત કરવામાં આવી હતી. 

Ahmedabad News : IIT-JEE મેઇન્સનું પરિણામ થયું જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશભરમાંથી 10 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
  • JEEની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓએ કેક કાપી કરી ખુશીની ઉજવણી
  • IIT-JEE મેન્સના પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો દબદબો

JEE મેઇન સેશન-2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24મી એપ્રિલની મોડી રાત્રે JEE મેઇન 2024નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાંથી મોટાભાગના ઉમેદવારો તેલંગાણા રાજ્યના છે.

વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

JEE મેઇનમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. કુલ 56 ઉમેદવારોએ પરિણામમાં 100 NTA સ્કોર્સ મેળવ્યા છે. 56 ઉમેદવારોમાંથી કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સિન્હા એ બે મહિલા છે જેમને 100 NTA સ્કોર હાંસલ કર્યો છે, બાકીના બધા પુરૂષ છે. JEE મેઇન સેશન-2ના પરિણામો 24 એપ્રિલના રોજ લગભગ 11:27 વાગ્યે બહાર પાડવામાં આવ્યા હતા.


22 શહેરોમાં યોજાઈ હતી પરીક્ષા

JEE મેઇન સેશન-2 2024 માટેની પરીક્ષા 4 થી 12 એપ્રિલ દરમિયાન ભારતના 319 શહેરોમાં અને વિદેશના 22 શહેરોમાં યોજાઈ હતી. લગભગ 12.57 લાખ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી. પરીક્ષા માટે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવામાં આવી હતી.

ભારતના વિધાર્થીઓનો દબદબો પરીક્ષામાં

56 ઉમેદવારોમાંથી તેલંગાણામાંથી 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, ગુજરાત, તમિલનાડુ, પંજાબ અને હરિયાણામાંથી 2, ઝારખંડ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થીએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ભારત બહારના 21 શહેરો સહિત 291 શહેરોમાં કુલ 544 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજી હતી. જેઇઇ મેઇન્સ સત્ર 1 જાન્યુઆરી 2024ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા ભારતની બહાર 21 શહેરોમાં મનામા, દોહા, દુબઈ, કાઠમંડુ, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપોર, કુવૈત સિટી, કુઆલા લંપુર, લાગોસ/અબુજા, કોલંબો, જકાર્તા, મોસ્કો, ઓટાવા, પોર્ટ લુઈસ, બેંગકોકમાં પણ આયોજિત કરવામાં આવી હતી.