Surat News : મહિલા કોન્સ્ટેબલ હર્ષિતા ગામીત આપઘાત કેસમાં પ્રેમીની કરાઈ ધરપકડ

સિંગણપોર પોલીસે પ્રેમી પ્રશાંત ભોંયેની કરી ધરપકડ મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત આપઘાત પહેલા લખી હતી એક સુસાઇડનોટ સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર જવા પામી હતી. આપઘાત કરતા પહેલા આ મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું કે, કોઈ પર વિશ્વાસ કરવો નહીં જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો એ વ્યક્તિ એ જ વિશ્વાસઘાત કર્યો છે.આ ઘટનામાં પોલીસે સુસાઈડ નોટના આધારે પ્રેમી પ્રશાંત ભોયેની ધરપકડ કરી છે. પોલીસે પ્રશાંત સામે નોંધ્યો ગુનો સિંગણપોર પોલીસે સાયબર સેલમાં ફરજ બજાવતા પ્રેમી પ્રશાંત ભોંય વિરુદ્ધ દુષ્કર્મ અને દુષ્પ્રેરણાને લઈ ગુનો નોંધ્યો હતો,પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે,પ્રેમમાં હતાશ થઈ હર્ષિતાએ આ પગલું ભર્યુ હતુ.તો મૃતકે જે સુસાઈડ નોટ લખી હતી તેમાં તેણે કોઈના નામનો ઉલ્લેખ કર્યો ન હતો,સુસાઈડ નોટમાં નામ લીધા વગર પ્રશાંત માટે આ શબ્દો લખ્યો હતા. પોલીસની ટીમે તપાસ કરતા મામલો આવ્યો હતો સામે સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકેથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતાં સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા. તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો. શુ હતો સમગ્ર કેસ દરવાજો ખોલી અને અંદરનું દ્રશ્ય જોતા સાથી કર્મચારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી. હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેથી ઘટના સ્થળે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. રૂમની અંદર તપાસ કરતા રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં માતા અને બહેનનો ઉલ્લેખ કરી અને લખ્યું હતું કે, મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ હવે તૂટી ગયો છે. તેથી હું જીવી શકું તેમ નથી હાલ સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે જોવા જઈએ તો જે પ્રકારે તેમણે વિશ્વાસની વાત મૂકી છે તેવું જોતા પ્રેમ પ્રકરણની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

Surat News : મહિલા કોન્સ્ટેબલ હર્ષિતા ગામીત આપઘાત કેસમાં પ્રેમીની કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંગણપોર પોલીસે પ્રેમી પ્રશાંત ભોંયેની કરી ધરપકડ
  • મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત
  • આપઘાત પહેલા લખી હતી એક સુસાઇડનોટ

સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર જવા પામી હતી. આપઘાત કરતા પહેલા આ મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું કે, કોઈ પર વિશ્વાસ કરવો નહીં જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો એ વ્યક્તિ એ જ વિશ્વાસઘાત કર્યો છે.આ ઘટનામાં પોલીસે સુસાઈડ નોટના આધારે પ્રેમી પ્રશાંત ભોયેની ધરપકડ કરી છે.

પોલીસે પ્રશાંત સામે નોંધ્યો ગુનો

સિંગણપોર પોલીસે સાયબર સેલમાં ફરજ બજાવતા પ્રેમી પ્રશાંત ભોંય વિરુદ્ધ દુષ્કર્મ અને દુષ્પ્રેરણાને લઈ ગુનો નોંધ્યો હતો,પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે,પ્રેમમાં હતાશ થઈ હર્ષિતાએ આ પગલું ભર્યુ હતુ.તો મૃતકે જે સુસાઈડ નોટ લખી હતી તેમાં તેણે કોઈના નામનો ઉલ્લેખ કર્યો ન હતો,સુસાઈડ નોટમાં નામ લીધા વગર પ્રશાંત માટે આ શબ્દો લખ્યો હતા.


પોલીસની ટીમે તપાસ કરતા મામલો આવ્યો હતો સામે

સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકેથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતાં સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા. તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો.

શુ હતો સમગ્ર કેસ

દરવાજો ખોલી અને અંદરનું દ્રશ્ય જોતા સાથી કર્મચારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી. હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેથી ઘટના સ્થળે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. રૂમની અંદર તપાસ કરતા રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં માતા અને બહેનનો ઉલ્લેખ કરી અને લખ્યું હતું કે, મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ હવે તૂટી ગયો છે. તેથી હું જીવી શકું તેમ નથી હાલ સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે જોવા જઈએ તો જે પ્રકારે તેમણે વિશ્વાસની વાત મૂકી છે તેવું જોતા પ્રેમ પ્રકરણની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.