સુરેન્દ્રનગર : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,બાળકનું પાણીની ડોલમાં પડતા મોત

દોઢ વર્ષનું નાનું બાળક રમતા-રમતા ડોલમાં પડી જતા મોત લીંબડીના ટોકરાળા ગામે બની ઘટના લાઠીથી મજૂરી કરવા આવેલા પરિવારમાં શોકનો માહોલ નાના બાળકોને એકલા રમતા છોડી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકોને પોતાના વાલીઓએ તેમની નજર સમક્ષ જ રમતા રાખવા જોઈએ, નહીં તો લીંબડીમાં બનેલી ઘટના જેવી ઘટનાઓ બની શકે છે.જેમાં અમરેલીના લાઠી ગામેથી પરિવાર છૂટક મજૂરી અર્થે ટોકરાળા ગામે આવ્યાં હતા,જયા તેમનું દોઢ વર્ષનું બાળક પાણી ભરેલી ડોલમાં પડી જતા મોત નિપજયું છે.ત્યારે આજે બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે. પરિવારમાં આક્રંદ આ ઘટના બાદ અચાનક જાગી ગયેલા પિતાએ બાળકને ડોલમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. પિતાને ખબર પડી ગઈ હતી કે તેમનું બાળક હવે આ દુનિયામાં રહ્યું નથી,તો પણ પિતાની એક આશાના કારણે બાળકને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવે છે પણ ફરજ પરના ડોકટરોએ બાળકને મૃત જાહેર કર્યું છે,બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.તો માતા-પિતાની પૂછપરછ કરી નિવેદનો નોંધવાની કામગીરી હાથધરી હતી.હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. ત્રણ દિવસ પહેલા જૂનાગઢમાં બની ઘટના જૂનાગઢમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત થયુ હતુ. તેમાં રમતા રમતા 2 વર્ષીય બાળકી પાણીની ટાંકીમાં ખાબકી હતી. પીપળી ગામે આ ઘટના બની હતી. જેમાં 10 મહિનાથી મજૂરી કરવા આવેલ શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીના મોતના પગલે પરિવારમાં અરેરાટી ફેલાઇ હતી. રમતાં રમતાં પાણીમાં બાળકી ખાબકતા મોત મામલે પોલીસે ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથધરી હતી. જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું હતુ તાજેતરમાં જ જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું હતુ. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું હતુ. તેમાં 2 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતુ. તેમજ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. શહેરના ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળક પહેલા માળથી પટકાયો હતો. તેમાં બાળકનો આબાદ બચાવ થયો હતો. તેમજ બાળક પટકાતા ઇજા પહોંચી હતી. તેથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.  

સુરેન્દ્રનગર : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,બાળકનું પાણીની ડોલમાં પડતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દોઢ વર્ષનું નાનું બાળક રમતા-રમતા ડોલમાં પડી જતા મોત
  • લીંબડીના ટોકરાળા ગામે બની ઘટના
  • લાઠીથી મજૂરી કરવા આવેલા પરિવારમાં શોકનો માહોલ

નાના બાળકોને એકલા રમતા છોડી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકોને પોતાના વાલીઓએ તેમની નજર સમક્ષ જ રમતા રાખવા જોઈએ, નહીં તો લીંબડીમાં બનેલી ઘટના જેવી ઘટનાઓ બની શકે છે.જેમાં અમરેલીના લાઠી ગામેથી પરિવાર છૂટક મજૂરી અર્થે ટોકરાળા ગામે આવ્યાં હતા,જયા તેમનું દોઢ વર્ષનું બાળક પાણી ભરેલી ડોલમાં પડી જતા મોત નિપજયું છે.ત્યારે આજે બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે.

પરિવારમાં આક્રંદ

આ ઘટના બાદ અચાનક જાગી ગયેલા પિતાએ બાળકને ડોલમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. પિતાને ખબર પડી ગઈ હતી કે તેમનું બાળક હવે આ દુનિયામાં રહ્યું નથી,તો પણ પિતાની એક આશાના કારણે બાળકને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવે છે પણ ફરજ પરના ડોકટરોએ બાળકને મૃત જાહેર કર્યું છે,બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.તો માતા-પિતાની પૂછપરછ કરી નિવેદનો નોંધવાની કામગીરી હાથધરી હતી.હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે.

ત્રણ દિવસ પહેલા જૂનાગઢમાં બની ઘટના

જૂનાગઢમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત થયુ હતુ. તેમાં રમતા રમતા 2 વર્ષીય બાળકી પાણીની ટાંકીમાં ખાબકી હતી. પીપળી ગામે આ ઘટના બની હતી. જેમાં 10 મહિનાથી મજૂરી કરવા આવેલ શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીના મોતના પગલે પરિવારમાં અરેરાટી ફેલાઇ હતી. રમતાં રમતાં પાણીમાં બાળકી ખાબકતા મોત મામલે પોલીસે ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથધરી હતી.

જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું હતુ

તાજેતરમાં જ જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું હતુ. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું હતુ. તેમાં 2 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતુ. તેમજ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. શહેરના ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળક પહેલા માળથી પટકાયો હતો. તેમાં બાળકનો આબાદ બચાવ થયો હતો. તેમજ બાળક પટકાતા ઇજા પહોંચી હતી. તેથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.