Surat Airport પર મોટી દુર્ઘટના ટળી,પ્લેનની વિંગ સાથે પેસેન્જર સીડી ધડાકાભેર ભટકાઈ

પ્લેનની વિંગ સાથે પેસેન્જર સીડી ભટકાઈ વિંગ ડેમેજ થતાં સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ રદ 46 મુસાફરો બેંગ્લોર જવાના હોવાથી ફ્લાઈટમાં હતા નવી દિલ્હીથી રાતે સુરત એરપોર્ટ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવામાં ઉપયોગમાં લેવામાં આવતી સીડી સાથે ટક્કર મારી હતી. આથી ફ્લાઈટની વિંગને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નુકસાનને લઈને ફ્લાઈટને ગ્રાઉન્ડેડ કરાયું હતું. આથી એર ઇન્ડિયાએ સુરતથી બેંગ્લોરની ફ્લાઈટ આકસ્મિક સંજોગોમાં રદ કરવાની જાહેરાત કરી છે. સુરતથી બેંગ્લોર જતી હતી ફલાઈટ સુરત એરપોર્ટ પર CRJ અને ATR કક્ષાના 72થી 78 સીટર વિમાનના પેસેન્જરને વિમાનમાં ઉતારવા ચડાવવા મેન્યુઅલ સીડી કે દાદરનો ઉપયોગ કરવામાં આવે છે. વિમાન આવે ત્યારે અને જવાનું હોય ત્યારે આ સીડી વિમાન પાસે લઈ જવામાં આવે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દિલ્હીથી સુરત આવી એપ્રન પર પાર્ક હતી અને બેંગ્લુરુ જવા તૈયાર થઈ રહી હતી. વિંગનું સમારકામ શરૂ કરાયું એરપોર્ટ પર ઊભેલા વિમાનની પાંખ સાથે વાહન દ્વારા ટો થઈ રહેલી સીડી અથડાવાની ઘટના બની હતી. આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટીએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરતા ઇન્કવાયરી ઓર્ડર આપવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટીની ટેક્નિકલ ટીમ અત્યારે વિમાનની વિંગનું સમારકામ કરી રહી છે. 15 માર્ચ 2024ના રોજ એરપોર્ટ પર બની ઘટના સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 162 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા હતા.

Surat Airport પર મોટી દુર્ઘટના ટળી,પ્લેનની વિંગ સાથે પેસેન્જર સીડી ધડાકાભેર ભટકાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્લેનની વિંગ સાથે પેસેન્જર સીડી ભટકાઈ
  • વિંગ ડેમેજ થતાં સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ રદ
  • 46 મુસાફરો બેંગ્લોર જવાના હોવાથી ફ્લાઈટમાં હતા

નવી દિલ્હીથી રાતે સુરત એરપોર્ટ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવામાં ઉપયોગમાં લેવામાં આવતી સીડી સાથે ટક્કર મારી હતી. આથી ફ્લાઈટની વિંગને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નુકસાનને લઈને ફ્લાઈટને ગ્રાઉન્ડેડ કરાયું હતું. આથી એર ઇન્ડિયાએ સુરતથી બેંગ્લોરની ફ્લાઈટ આકસ્મિક સંજોગોમાં રદ કરવાની જાહેરાત કરી છે.

સુરતથી બેંગ્લોર જતી હતી ફલાઈટ

સુરત એરપોર્ટ પર CRJ અને ATR કક્ષાના 72થી 78 સીટર વિમાનના પેસેન્જરને વિમાનમાં ઉતારવા ચડાવવા મેન્યુઅલ સીડી કે દાદરનો ઉપયોગ કરવામાં આવે છે. વિમાન આવે ત્યારે અને જવાનું હોય ત્યારે આ સીડી વિમાન પાસે લઈ જવામાં આવે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દિલ્હીથી સુરત આવી એપ્રન પર પાર્ક હતી અને બેંગ્લુરુ જવા તૈયાર થઈ રહી હતી.

વિંગનું સમારકામ શરૂ કરાયું

એરપોર્ટ પર ઊભેલા વિમાનની પાંખ સાથે વાહન દ્વારા ટો થઈ રહેલી સીડી અથડાવાની ઘટના બની હતી. આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટીએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરતા ઇન્કવાયરી ઓર્ડર આપવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટીની ટેક્નિકલ ટીમ અત્યારે વિમાનની વિંગનું સમારકામ કરી રહી છે.

15 માર્ચ 2024ના રોજ એરપોર્ટ પર બની ઘટના

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 162 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા હતા.