Girsomnathના ગીરગઢડા વિસ્તારમાં યુવકે સિંહોની પાછળ બાઈક દોડાવી,જુઓ Video

સિંહોની પજવણીનો વધુ એક વીડિયો આવ્યો સામે ગીરગઢડા વિસ્તારનો બનાવ હોવાનું પ્રાથમિક રીતે આવ્યું સામે વન વિભાગ આવા લોકો સામે પગલા ભરે તે જરૂરી બન્યું છે ગુજરાતના ગીરસોમનાથમાં વધુ એક સિંહ પજવણીનો વીડિયો સામે આવ્યો છે,જેમાં એક યુવક રીલ બનાવવાની ઘેલછામાં સિંહોની પાછળ બાઈક દોડાવી રહ્યો છે,આવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,તો વન વિભાગ પણ આ યુવકને ઝડપી તેને સરખો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે. ભડકેલા સિંહે હુમલો કર્યો હોત તો? છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જૂનાગઢ અને અમરેલીમાં સિંહના હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં પણ જો સિંહ તોફાને ચડયા હોત તો બાઈકસવાર અથવા તો જીપ્સીમાં સવાર પ્રવાસીઓ પર જોખમ ઉભું થઈ શકે તેમ હતું. સદનસીબે સિંહના બે અલગ અલગ ગ્રુપ જંગલમાં ચાલ્યા ગયા હતા જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બે મહિના પહેલા પણ આવો જ એક વિડીયો વાયરલ થયો હતો સિંહની પજવણીનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે તે સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો હોવાનું સામે આવ્યું હતુ. પ્રવાસીઓ જીપ્સીમાં સવાર થઈ સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે સફારીના રસ્તા પર બે અલગ અલગ ગ્રુપમાં સિંહ ફરતા જોવા મળી રહ્યા છે. આ સમયે જ પૂરપાટ ઝડપે બાઈક આવી ચડતા સિંહમાં નાસભાગ મચતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના સફારીમાં સવાર પ્રવાસીઓના કેમેરામાં કેદ થઈ હતી. જે વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જાણો આવુ કરવાથી કેવી મળે સજા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ મુજબ ગંભીર ગુન્હો બને છે જે માટે ગુનેગારને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.સિંહ દર્શન માટે સિંહને રંજાડવા સિંહોને દોડાવવા સિંહ પાછળ વાહન દોડાવવા ખોરાકની લાલચ આપી ચોકકસ જગ્યા ઉપર રોકવા પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટેના પ્રયત્નો કરવા સહિત બાબતો મારણ ઉપર સિંહ હોય ત્યારે વીડિયો ઉતાવરવા જવા વિવિધ બાબતને લઈ લાયન શો જેવા ગુનાહિત કૃત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી ન થવા અપીલ કરવામા આવી જ્યારે કોઈ સિંહ દર્શન કરતું હોય સિંહ પજવણીની ઘટનાઓ સામે આવે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.ધારી ગીર પૂર્વ આસપાસ મોટા પ્રમાણમાં વન્યપ્રાણીનો વસવાટ જિલ્લામાં સૌથી મોટો જંગલ એરિયા ધારી ગીર પૂર્વ વિસ્તાર આંબરડી સફારી પાર્ક પણ અહીં આવ્યો છે જ્યાં પણ સિંહો છે તેમ છતાં કેટલાક તત્વો સિંહ દર્શન કરવા માટે રેવન્યુ અને ગીર જંગલ વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારમાં જ્યાં વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. ત્યાં તેમને પરેશાન કરવા કેટલીક વખત લોકો ગેરકાયદે રીતે પ્રવેશે છે અને જેના કારણે વનવિભાગ દંડાત્મક કાર્યવાહી પણ વાંરવાર કરવાની ફરજ પડે છે. ગેરકાયદે સિંહ દર્શન જેવી ઘટનાઓમાં વનવિભાગ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Girsomnathના ગીરગઢડા વિસ્તારમાં યુવકે સિંહોની પાછળ બાઈક દોડાવી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંહોની પજવણીનો વધુ એક વીડિયો આવ્યો સામે
  • ગીરગઢડા વિસ્તારનો બનાવ હોવાનું પ્રાથમિક રીતે આવ્યું સામે
  • વન વિભાગ આવા લોકો સામે પગલા ભરે તે જરૂરી બન્યું છે

ગુજરાતના ગીરસોમનાથમાં વધુ એક સિંહ પજવણીનો વીડિયો સામે આવ્યો છે,જેમાં એક યુવક રીલ બનાવવાની ઘેલછામાં સિંહોની પાછળ બાઈક દોડાવી રહ્યો છે,આવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,તો વન વિભાગ પણ આ યુવકને ઝડપી તેને સરખો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.

ભડકેલા સિંહે હુમલો કર્યો હોત તો?

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જૂનાગઢ અને અમરેલીમાં સિંહના હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં પણ જો સિંહ તોફાને ચડયા હોત તો બાઈકસવાર અથવા તો જીપ્સીમાં સવાર પ્રવાસીઓ પર જોખમ ઉભું થઈ શકે તેમ હતું. સદનસીબે સિંહના બે અલગ અલગ ગ્રુપ જંગલમાં ચાલ્યા ગયા હતા જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

બે મહિના પહેલા પણ આવો જ એક વિડીયો વાયરલ થયો હતો

સિંહની પજવણીનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે તે સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો હોવાનું સામે આવ્યું હતુ. પ્રવાસીઓ જીપ્સીમાં સવાર થઈ સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે સફારીના રસ્તા પર બે અલગ અલગ ગ્રુપમાં સિંહ ફરતા જોવા મળી રહ્યા છે. આ સમયે જ પૂરપાટ ઝડપે બાઈક આવી ચડતા સિંહમાં નાસભાગ મચતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના સફારીમાં સવાર પ્રવાસીઓના કેમેરામાં કેદ થઈ હતી. જે વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

જાણો આવુ કરવાથી કેવી મળે સજા

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ મુજબ ગંભીર ગુન્હો બને છે જે માટે ગુનેગારને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.સિંહ દર્શન માટે સિંહને રંજાડવા સિંહોને દોડાવવા સિંહ પાછળ વાહન દોડાવવા ખોરાકની લાલચ આપી ચોકકસ જગ્યા ઉપર રોકવા પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટેના પ્રયત્નો કરવા સહિત બાબતો મારણ ઉપર સિંહ હોય ત્યારે વીડિયો ઉતાવરવા જવા વિવિધ બાબતને લઈ લાયન શો જેવા ગુનાહિત કૃત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી ન થવા અપીલ કરવામા આવી જ્યારે કોઈ સિંહ દર્શન કરતું હોય સિંહ પજવણીની ઘટનાઓ સામે આવે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

ધારી ગીર પૂર્વ આસપાસ મોટા પ્રમાણમાં વન્યપ્રાણીનો વસવાટ

જિલ્લામાં સૌથી મોટો જંગલ એરિયા ધારી ગીર પૂર્વ વિસ્તાર આંબરડી સફારી પાર્ક પણ અહીં આવ્યો છે જ્યાં પણ સિંહો છે તેમ છતાં કેટલાક તત્વો સિંહ દર્શન કરવા માટે રેવન્યુ અને ગીર જંગલ વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારમાં જ્યાં વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. ત્યાં તેમને પરેશાન કરવા કેટલીક વખત લોકો ગેરકાયદે રીતે પ્રવેશે છે અને જેના કારણે વનવિભાગ દંડાત્મક કાર્યવાહી પણ વાંરવાર કરવાની ફરજ પડે છે. ગેરકાયદે સિંહ દર્શન જેવી ઘટનાઓમાં વનવિભાગ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.