Surat News : ATMમાં ભરવાના 5 લાખ રૂપિયા લઈ વાનચાલક ફરાર

CMS ઇન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઓની કરતૂત 24 લાખ જમા કરવાને બદલે 19 લાખ જમા કરાવ્યા કંપની મેનેજરે ખટોદરા પોલીસમથકે કરી ફરિયાદ સુરતમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,લૂંટ,હત્યા,દુષ્કર્મ આ બધી ઘટનાઓ ઘટે તો કોઈ નવાઈ લાગતી નથી,આવી જ એક ઘટના ખટોદરા વિસ્તારમાં આવેલ CMS ઈન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઓએ કરી કે જેઓ રોકડ રકમ ભરવા ATMમાં ગયા હતા જયાં તે લોકોએ 24 લાખ જમા કરવાને બદલે 19 લાખ જમાં કરાવ્યા હતા.તો 5 લાખ લઈ ફરાર થઈ જતા કંપનીના મેનેજરે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કઈ રીતે બની આખી ઘટના કોઈ પણ બેન્કના ATMમાં રૂપિયા ભરવા માટે બેન્ક ખાનગી સિકયોરીટી કંપનીનો સહારો લેતી હોય છે અને જે તે વિસ્તારમાં આવેલ ATMમાં તે રૂપિયા લોડ કરવામાં આવતા હોય છે,આ માટે એક કેશિયર,વાન ચાલક અને ગાર્ડનો સહારો લેવામાં આવતો હોય છે.ખટોદરા વિસ્તારના એક ATMમાં વાન ચાલકે 19 લાખ જમા કરાવ્યા અને બાકીના 5 લાખ જમા ના કરાવ્યા,જયારે સમગ્ર દિવસના અંતે મેનેજર દ્વારા હિસાબ કરાતા 5 લાખ રૂપિયાની ખોટ સામે આવી હતી,તો તેને લઈ તેમણે વાનચાલ અને ગાર્ડનો સંપર્ક કર્યો પણ બન્નેના ફોન બંધ આવતા તેમને શંકા જતા ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પોલીસ પકડની બહાર સમગ્ર ઘટનાને લઈ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે,આરોપીએ સાથે અન્ય કોણ કોણ જોડાયા છે તેની પણ તપાસ હાથધરાઈ છે.ત્યારે પોલીસ આરોપીઓ સુધી કેવી રીતે પહોચે છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કયારે થશે તે જોવું રહ્યું. આવી ફરિયાદો અનેક વાર નોંધાઈ છેATMમાં રૂપિયા ભરવાના હોય ત્યારે ઘણા વાનચાલકો અને ગાર્ડ આવી રીતે રૂપિયા લઈને ફરાર થઈ જતા હોય છે,જે વાનમાં રૂપિયા હોય છે તેમાં GPS પણ લગાવવામાં આવ્યું હોય છે તેમ છતા આવી ઘટનાઓ બનતી હોય છે.મોટા શહેરોમાં આવી અનેક ફરિયાદો અત્યાર સુધી પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે

Surat News : ATMમાં ભરવાના 5 લાખ રૂપિયા લઈ વાનચાલક ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CMS ઇન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઓની કરતૂત
  • 24 લાખ જમા કરવાને બદલે 19 લાખ જમા કરાવ્યા
  • કંપની મેનેજરે ખટોદરા પોલીસમથકે કરી ફરિયાદ

સુરતમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,લૂંટ,હત્યા,દુષ્કર્મ આ બધી ઘટનાઓ ઘટે તો કોઈ નવાઈ લાગતી નથી,આવી જ એક ઘટના ખટોદરા વિસ્તારમાં આવેલ CMS ઈન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઓએ કરી કે જેઓ રોકડ રકમ ભરવા ATMમાં ગયા હતા જયાં તે લોકોએ 24 લાખ જમા કરવાને બદલે 19 લાખ જમાં કરાવ્યા હતા.તો 5 લાખ લઈ ફરાર થઈ જતા કંપનીના મેનેજરે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કઈ રીતે બની આખી ઘટના

કોઈ પણ બેન્કના ATMમાં રૂપિયા ભરવા માટે બેન્ક ખાનગી સિકયોરીટી કંપનીનો સહારો લેતી હોય છે અને જે તે વિસ્તારમાં આવેલ ATMમાં તે રૂપિયા લોડ કરવામાં આવતા હોય છે,આ માટે એક કેશિયર,વાન ચાલક અને ગાર્ડનો સહારો લેવામાં આવતો હોય છે.ખટોદરા વિસ્તારના એક ATMમાં વાન ચાલકે 19 લાખ જમા કરાવ્યા અને બાકીના 5 લાખ જમા ના કરાવ્યા,જયારે સમગ્ર દિવસના અંતે મેનેજર દ્વારા હિસાબ કરાતા 5 લાખ રૂપિયાની ખોટ સામે આવી હતી,તો તેને લઈ તેમણે વાનચાલ અને ગાર્ડનો સંપર્ક કર્યો પણ બન્નેના ફોન બંધ આવતા તેમને શંકા જતા ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ પોલીસ પકડની બહાર

સમગ્ર ઘટનાને લઈ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે,આરોપીએ સાથે અન્ય કોણ કોણ જોડાયા છે તેની પણ તપાસ હાથધરાઈ છે.ત્યારે પોલીસ આરોપીઓ સુધી કેવી રીતે પહોચે છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કયારે થશે તે જોવું રહ્યું.

આવી ફરિયાદો અનેક વાર નોંધાઈ છે

ATMમાં રૂપિયા ભરવાના હોય ત્યારે ઘણા વાનચાલકો અને ગાર્ડ આવી રીતે રૂપિયા લઈને ફરાર થઈ જતા હોય છે,જે વાનમાં રૂપિયા હોય છે તેમાં GPS પણ લગાવવામાં આવ્યું હોય છે તેમ છતા આવી ઘટનાઓ બનતી હોય છે.મોટા શહેરોમાં આવી અનેક ફરિયાદો અત્યાર સુધી પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે