સુરતમાં આ જગ્યાનો આઈસ ગોળો ખાવો નહી,તમારા સ્વાસ્થયને થશે નુકસાન

મલાઈ ગોળા, આઈસ ડીસ ગોળાના શોખીનો સાવધાન રજવાડી મલાઈ ગોળા, રાજ આઈસ ડીસના સેમ્પલ ફેઇલ સિંગણપોરમાં જે.બી.આઈસડીસના સેમ્પલ પણ ફેઇલ સુરતમાં આઈસગોળા ખાતા પહેલા થઈ જજો સાવધાન, ઉનાળામાં ખાસ બનતા આઈસગોળા આરોગ્યપ્રદ ન હોવાનો ખુલાસો થયો છે, આઈસ ડિશનું વેચાણ કરતી 3 અલગ-અલગ દુકાનોના નમૂના થયા આરોગ્ય વિભાગની તપસમાં ફેઈલ થયા છે,તો આઈસ કલરની ઉપર જે સિરપ અને ક્રીમ નાખવામાં આવે છે તેના નમૂના ફેઈલ થયાનો ખુલાસો થયો છે. ઠંડક મેળવવા ગોળાનો સહારોહાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા, બરફગોળા સહિત આઈશ ડિશનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે. પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ ડીશ અને બરફ ગોળો આરોગી રહ્યા છે, તે કેટલો આરોગ્યપ્રદ છે તેનો ખ્યાલ પણ હોતો નથી. જ્યાં કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડીશમાં ક્રીમ અને શિરપ સહિત ડ્રાયફ્રુટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ થોડા દિવસ અગાઉ શહેરમાં આઈશ ડિશનું વેચાણ કરતી 16 જેટલી દુકાનોમાંથી લેવામાં આવેલ 23 જેટલા શિરપ અને ક્રીમના નમૂનાઓ પૈકી ત્રણ દુકાનોના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ધારા-ધોરણ મુજબ નહિ મળી આવતા એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કોનો કોનો ગોળો ના ખાવો16 દુકાનોમાંથી લીધેલા નમૂના મૂજબ ક્રીમ અને સિરપના 23 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અડાજણ સ્થિત આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ આઈશ ડિશ, જે.બી.આઈશ ડિશ અને રાજ આઈશ ડિશ વિક્રેતાઓના નમૂના ધારા ધોરણ મળી આવ્યા નથી. જેમાં ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું છે. સામાન્ય રીતે 60 ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે. પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમ્યાન ઓછું મળી આવ્યું છે.થોડા દિવસ અગાઉ ડીસામાં દરોડાફૂડ વિભાગ સફાળું જાગ્યું છે ડીસાના ભીલડી બજારમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની લારીઓ પર દરોડા કરવામાં આવ્યા હતા,આરોગ્ય વિભાગે અખાધ્ય ચીજવસ્તુ વેચતા 43 વેપારીઓને દંડ ફટકાર્યો ડીસા તાલુકાના ભિલડી પંથકમાં 4 દિવસ પહેલાં પાણીપુરી ખાધા બાદ ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. ત્યાર બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતાં જ ફરસાણ, ઠંડા પીણા અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આરોગ્ય વિભાગની કામગીરી શું સમગ્ર જિલ્લાના આરોગ્ય અને સુખાકારીને જાળવવા અને જિલ્લાના કોઈપણ સ્થળે રોગચાળા નિવારણ કરવા માટેના ફરજોની જવાબદારી આરોગ્ય વિભાગની છે. જાહેર જનતાના સુખાકારી માટે સારી સ્વચ્છતા જરૂરી છે જેના માટે જીલ્લા આરોગ્યના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે ફરીને રસીકરણ દ્વારા જાહેર આરોગ્યની કામગીરી પર જાગૃત નજરથી દેખરેખ રાખે છે.ઉનાળમાં આઈશ ડીસનો વધુ ઉપયોગગરમીથી રાહત મેળવવા માટે ઉનાળામાં લોકો આઈશડીસ વધુ ખાતા હોય છે,ત્યારે વેપારીઓ કમાવવાની લાલશામાં કઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે,ગાંધીનગરથી તમામ જિલ્લાના આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી કે આઈશડીસના વેપારીના ત્યાં દરોડા કરી બરફમાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ કલર તેમજ વસ્તુઓનુ ચેકિંગ કરવમાં આવે.ત્યારે વેપારીઓમાં પણ ફફળાટ ફેલાયો છે.કેમકે જો નમૂના ફેઈલ આવશે તો આરોગ્ય વિભાગ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. કુલ ૨૩ નમૂના લેવામાં આવ્યા હતા રાજ્યમાં અવારનવાર અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આરોગ્ય વિભાગે દરોડાના દોરની શરુઆત કરી હતી. સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથધરી હતી. શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા હતા. આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા હતા. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્યપદાર્થ વાપરતા હોવાની આશંકાના કારણે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. 

સુરતમાં આ જગ્યાનો આઈસ ગોળો ખાવો નહી,તમારા સ્વાસ્થયને થશે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મલાઈ ગોળા, આઈસ ડીસ ગોળાના શોખીનો સાવધાન
  • રજવાડી મલાઈ ગોળા, રાજ આઈસ ડીસના સેમ્પલ ફેઇલ
  • સિંગણપોરમાં જે.બી.આઈસડીસના સેમ્પલ પણ ફેઇલ

સુરતમાં આઈસગોળા ખાતા પહેલા થઈ જજો સાવધાન, ઉનાળામાં ખાસ બનતા આઈસગોળા આરોગ્યપ્રદ ન હોવાનો ખુલાસો થયો છે, આઈસ ડિશનું વેચાણ કરતી 3 અલગ-અલગ દુકાનોના નમૂના થયા આરોગ્ય વિભાગની તપસમાં ફેઈલ થયા છે,તો આઈસ કલરની ઉપર જે સિરપ અને ક્રીમ નાખવામાં આવે છે તેના નમૂના ફેઈલ થયાનો ખુલાસો થયો છે.

ઠંડક મેળવવા ગોળાનો સહારો

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા, બરફગોળા સહિત આઈશ ડિશનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે. પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ ડીશ અને બરફ ગોળો આરોગી રહ્યા છે, તે કેટલો આરોગ્યપ્રદ છે તેનો ખ્યાલ પણ હોતો નથી. જ્યાં કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડીશમાં ક્રીમ અને શિરપ સહિત ડ્રાયફ્રુટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ થોડા દિવસ અગાઉ શહેરમાં આઈશ ડિશનું વેચાણ કરતી 16 જેટલી દુકાનોમાંથી લેવામાં આવેલ 23 જેટલા શિરપ અને ક્રીમના નમૂનાઓ પૈકી ત્રણ દુકાનોના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ધારા-ધોરણ મુજબ નહિ મળી આવતા એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

કોનો કોનો ગોળો ના ખાવો

16 દુકાનોમાંથી લીધેલા નમૂના મૂજબ ક્રીમ અને સિરપના 23 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અડાજણ સ્થિત આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ આઈશ ડિશ, જે.બી.આઈશ ડિશ અને રાજ આઈશ ડિશ વિક્રેતાઓના નમૂના ધારા ધોરણ મળી આવ્યા નથી. જેમાં ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું છે. સામાન્ય રીતે 60 ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે. પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમ્યાન ઓછું મળી આવ્યું છે.

થોડા દિવસ અગાઉ ડીસામાં દરોડા

ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે ડીસાના ભીલડી બજારમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની લારીઓ પર દરોડા કરવામાં આવ્યા હતા,આરોગ્ય વિભાગે અખાધ્ય ચીજવસ્તુ વેચતા 43 વેપારીઓને દંડ ફટકાર્યો ડીસા તાલુકાના ભિલડી પંથકમાં 4 દિવસ પહેલાં પાણીપુરી ખાધા બાદ ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. ત્યાર બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતાં જ ફરસાણ, ઠંડા પીણા અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આરોગ્ય વિભાગની કામગીરી શું

સમગ્ર જિલ્લાના આરોગ્ય અને સુખાકારીને જાળવવા અને જિલ્લાના કોઈપણ સ્થળે રોગચાળા નિવારણ કરવા માટેના ફરજોની જવાબદારી આરોગ્ય વિભાગની છે. જાહેર જનતાના સુખાકારી માટે સારી સ્વચ્છતા જરૂરી છે જેના માટે જીલ્લા આરોગ્યના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે ફરીને રસીકરણ દ્વારા જાહેર આરોગ્યની કામગીરી પર જાગૃત નજરથી દેખરેખ રાખે છે.

ઉનાળમાં આઈશ ડીસનો વધુ ઉપયોગ

ગરમીથી રાહત મેળવવા માટે ઉનાળામાં લોકો આઈશડીસ વધુ ખાતા હોય છે,ત્યારે વેપારીઓ કમાવવાની લાલશામાં કઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે,ગાંધીનગરથી તમામ જિલ્લાના આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી કે આઈશડીસના વેપારીના ત્યાં દરોડા કરી બરફમાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ કલર તેમજ વસ્તુઓનુ ચેકિંગ કરવમાં આવે.ત્યારે વેપારીઓમાં પણ ફફળાટ ફેલાયો છે.કેમકે જો નમૂના ફેઈલ આવશે તો આરોગ્ય વિભાગ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

કુલ ૨૩ નમૂના લેવામાં આવ્યા હતા

રાજ્યમાં અવારનવાર અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આરોગ્ય વિભાગે દરોડાના દોરની શરુઆત કરી હતી. સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથધરી હતી. શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા હતા. આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા હતા. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્યપદાર્થ વાપરતા હોવાની આશંકાના કારણે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા.