Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં કાળજું કંપાવી દે તેવી માહિતી બહાર આવી

30માંથી 27 મૃતકોના મળ્યા છે મૃતદેહો અન્ય 3ના શરીર નથી, માત્ર ટુકડા જ DNA માટે મોકલ્યા કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં કાળજુ કંપાવી દે તેવી માહિતી બહાર આવી છે. જેમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેમાં 30માંથી 27 મૃતકોના મૃતદેહો મળ્યા છે. તથા અન્ય 3ના શરીર નથી, માત્ર ટુકડા જ DNA માટે મોકલ્યા છે. તેમજ કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા. જેમાં ટુકડાઓની 1થી વધુ વખત ચકાસણી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.શરીરના ટૂકડાઓના DNA ટેસ્ટ થશે પછી તેમની ઓળખ થશેશરીરના ટૂકડાઓના DNA ટેસ્ટ થશે પછી તેમની ઓળખ થશે. જે ટુકડાઓ મળ્યા છે તેને એક કરતા વધુ વખત ચકાસણી કરવી પડે અને દરેક ટુકડા ક્યા ટુકડા સાથે મેચ થાય છે તે જોયા પછી તે ટુકડાઓને વ્યક્તિનું શરીર ગણી એકત્ર કરવું પડે તેવી સ્થિતિ થઇ છે. જાણો ડીએનએ ટેસ્ટ શું છે DNA એટલે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ. આ એક પરીક્ષણ છે જે આપણા જનીનો અથવા પૂર્વજો અથવા આપણા વંશ વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. આપણા શરીરમાં લાખો કોષો છે. લાલ રક્ત કોશિકાઓ સિવાય, અન્ય તમામ કોષોમાં આનુવંશિક કોડિંગ હોય છે જે શરીર બનાવે છે, આ ડીએનએ છે. ડીએનએ સીડીની જેમ એકસાથે વળેલું છે. જો માનવ શરીરમાં હાજર ડીએનએને સીધો કરવામાં આવે તો તે એટલો લાંબો છે કે તે સૂર્ય સુધી પહોંચી શકે છે અને 300 વખત પૃથ્વી પર પાછો આવી શકે છે. મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે ત્યારે તેની ઓળખ ડીએનએ દ્વારા સાબિત થાય દરેક બાળકનો ડીએનએ તેના માતા-પિતા પાસેથી આવે છે, પરંતુ બાળક અને તેના માતાપિતાના ડીએનએ એકસરખા હોતા નથી, પરંતુ કેટલાક ભાગો સમાન હોઈ શકે છે. દરેક વ્યક્તિનો ડીએનએ સંપૂર્ણપણે અલગ હોય છે. પરંતુ દરેક ડીએનએ ટેસ્ટ સ્પષ્ટ કરે છે કે તમે એકબીજા સાથે સંબંધિત છો કે નહીં. ડીએનએ પરીક્ષણ એ એક તબીબી પરીક્ષણ છે જે નક્કી કરે છે કે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ બાળકનો પિતા છે કે બાળક કોઈ ચોક્કસ કુટુંબનું છે. હત્યાના કેસમાં કે અકસ્માતમાં જ્યારે મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે ત્યારે તેની ઓળખ ડીએનએ દ્વારા સાબિત થાય છે. આવી સ્થિતિમાં પિતા કે સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાના હોય છે.

Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં કાળજું કંપાવી દે તેવી માહિતી બહાર આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 30માંથી 27 મૃતકોના મળ્યા છે મૃતદેહો
  • અન્ય 3ના શરીર નથી, માત્ર ટુકડા જ DNA માટે મોકલ્યા
  • કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં કાળજુ કંપાવી દે તેવી માહિતી બહાર આવી છે. જેમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેમાં 30માંથી 27 મૃતકોના મૃતદેહો મળ્યા છે. તથા અન્ય 3ના શરીર નથી, માત્ર ટુકડા જ DNA માટે મોકલ્યા છે. તેમજ કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા. જેમાં ટુકડાઓની 1થી વધુ વખત ચકાસણી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

શરીરના ટૂકડાઓના DNA ટેસ્ટ થશે પછી તેમની ઓળખ થશે

શરીરના ટૂકડાઓના DNA ટેસ્ટ થશે પછી તેમની ઓળખ થશે. જે ટુકડાઓ મળ્યા છે તેને એક કરતા વધુ વખત ચકાસણી કરવી પડે અને દરેક ટુકડા ક્યા ટુકડા સાથે મેચ થાય છે તે જોયા પછી તે ટુકડાઓને વ્યક્તિનું શરીર ગણી એકત્ર કરવું પડે તેવી સ્થિતિ થઇ છે.

જાણો ડીએનએ ટેસ્ટ શું છે

DNA એટલે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ. આ એક પરીક્ષણ છે જે આપણા જનીનો અથવા પૂર્વજો અથવા આપણા વંશ વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. આપણા શરીરમાં લાખો કોષો છે. લાલ રક્ત કોશિકાઓ સિવાય, અન્ય તમામ કોષોમાં આનુવંશિક કોડિંગ હોય છે જે શરીર બનાવે છે, આ ડીએનએ છે. ડીએનએ સીડીની જેમ એકસાથે વળેલું છે. જો માનવ શરીરમાં હાજર ડીએનએને સીધો કરવામાં આવે તો તે એટલો લાંબો છે કે તે સૂર્ય સુધી પહોંચી શકે છે અને 300 વખત પૃથ્વી પર પાછો આવી શકે છે.

મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે ત્યારે તેની ઓળખ ડીએનએ દ્વારા સાબિત થાય

દરેક બાળકનો ડીએનએ તેના માતા-પિતા પાસેથી આવે છે, પરંતુ બાળક અને તેના માતાપિતાના ડીએનએ એકસરખા હોતા નથી, પરંતુ કેટલાક ભાગો સમાન હોઈ શકે છે. દરેક વ્યક્તિનો ડીએનએ સંપૂર્ણપણે અલગ હોય છે. પરંતુ દરેક ડીએનએ ટેસ્ટ સ્પષ્ટ કરે છે કે તમે એકબીજા સાથે સંબંધિત છો કે નહીં. ડીએનએ પરીક્ષણ એ એક તબીબી પરીક્ષણ છે જે નક્કી કરે છે કે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ બાળકનો પિતા છે કે બાળક કોઈ ચોક્કસ કુટુંબનું છે. હત્યાના કેસમાં કે અકસ્માતમાં જ્યારે મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે ત્યારે તેની ઓળખ ડીએનએ દ્વારા સાબિત થાય છે. આવી સ્થિતિમાં પિતા કે સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાના હોય છે.