Gujarat CM : એવું લાગ્યુ કે રાજકોટમાં ઘટનામાં આપણાથી ભુલ થઈ

ભુપેન્દ્ર પટેલની રાજકોટ તંત્રને મોટી ટકોર રાજકોટ ઘટનામાં આપણાથી ભુલ થઈ ગઈ છે : CM ભુપેન્દ્ર પટેલ આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન હોવી જોઈએ : CM ભુપેન્દ્ર પટેલ રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યાં છે,તેની વચ્ચે રાજય સરકારે SITની રચના કરી છે અને એફએસેલ દ્રારા રીપોર્ટ પણ સોંપાઈ ગયો છે,ત્યારે આજે એક કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે તંત્રને ટકોર કરી હતી અને કહ્યું કે,આપણાથી મોટી ભુલ થઈ ગઈ છે.રાજકોટ જેવી ઘટના ફરી ના બને તેવનુ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે,ફાયર એનઓસી તેમ ફાયર સાધાનો રાખવા જોઈએ સાથે સાથે સરકારે નવી એસઓપી પણ જાહેર કરી છે. ઋષિકેશ પટેલે પણ ગઈકાલે આપ્યું હતુ નિવેદનતો રાજકોટ અગ્નિકાંડને લઈને પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું છે કે રાજકોટના બનાવના દિવસે જ SITની રચના કરી કામગીરી સોંપી દેવામાં આવી હતી. SIT ની રચનાની સાથે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પહેલા જ દિવસે પ્રાથમિક રીપોર્ટ રાજ્ય સરકારને મળ્યો હતો. હાઈકોર્ટમાં પણ તરત રીપોર્ટની માહિતી આપવામાં આવી હતી. આ ઘટનામાં 6 અધિકારીઓને તે જ સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ગેમઝોનને લઈ નવી એસઓપી તો, વધુમાં તેમણે ગેમઝોનને લઈને સૂચિત નિયમોને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા માટે મોડલ રૂલ્સ બનાવવામાં આવ્યા છે. લોકો પણ આ રૂલ્સમાં પોતાના અભિપ્રાય આપે તેવી વિનંતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેની પણ સામે કાર્યવાહી કરવાની હોય તો તે કરવાની પોલીસને તમામ છુટ આપવામાં આવેલી છે. જોકે, IAS અને IPS અધિકારીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહીને લઈને આરોગ્ય મંત્રીએ ગોળ ગોળ નિવેદનો આપતા હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 2 PI સહિત 6 અધિકારી સસ્પેન્ડ ઋષિકેશ પટેલ કહે છે કે, 25 તારીખે સાંજે આ બનાવ બન્યો છે ત્યારે મધરાત્રે જ સીટની રચના અને સીટે કરવાની કામગીરીની તમામ બાબતનો સમાવેશ કર્યો. તમામને કામ કરવા માટે દિશા પણ આપી હતી. એ બાદ તરત જ એફઆઈઆર પણ કરી હતી અને પ્રાથમિક રિપોર્ટ 48 કલાકમાં જ સરકારને સોંપાઈ ગયો હતો. નામદાર કોર્ટે 26 તારીખે સુઓમોટો દાખલ કરી હિયરિંગ રાખ્યું હતું. જેમાં 2 પીઆઈ, નગરપાલિકાના બે આસિસ્ટન્ટ એન્જિનિયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત 6 લોકો સસ્પેન્ડ કર્યા હતા.મોડેલ એક્ટ બનાવીને ઓનલાઈન મૂક્યો પ્રથમ મુદ્દતનો પ્રાથમિક અહેવાલ 31 મેના રોજ મળ્યો છે. ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કના નવા નિયમ માટે મોડેલ એક્ટ બનાવીને ઓનલાઈન મૂક્યો છે, જેની પર સૂચનો મંગાવ્યા છે અને એના આધારે નિયમ બનાવવામાં આવશે. આવતીકાલે પણ કોર્ટમાં મુદ્દત છે. ગુનાના મૂળ સુધી જવા 20 તારીખ સુધીમાં અંતિમ અહેવાલ રાજ્ય સરકારને મળશે.

Gujarat CM : એવું લાગ્યુ કે રાજકોટમાં ઘટનામાં આપણાથી ભુલ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુપેન્દ્ર પટેલની રાજકોટ તંત્રને મોટી ટકોર
  • રાજકોટ ઘટનામાં આપણાથી ભુલ થઈ ગઈ છે : CM ભુપેન્દ્ર પટેલ 
  • આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન હોવી જોઈએ : CM ભુપેન્દ્ર પટેલ 

રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યાં છે,તેની વચ્ચે રાજય સરકારે SITની રચના કરી છે અને એફએસેલ દ્રારા રીપોર્ટ પણ સોંપાઈ ગયો છે,ત્યારે આજે એક કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે તંત્રને ટકોર કરી હતી અને કહ્યું કે,આપણાથી મોટી ભુલ થઈ ગઈ છે.રાજકોટ જેવી ઘટના ફરી ના બને તેવનુ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે,ફાયર એનઓસી તેમ ફાયર સાધાનો રાખવા જોઈએ સાથે સાથે સરકારે નવી એસઓપી પણ જાહેર કરી છે. 

ઋષિકેશ પટેલે પણ ગઈકાલે આપ્યું હતુ નિવેદન

તો રાજકોટ અગ્નિકાંડને લઈને પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું છે કે રાજકોટના બનાવના દિવસે જ SITની રચના કરી કામગીરી સોંપી દેવામાં આવી હતી. SIT ની રચનાની સાથે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પહેલા જ દિવસે પ્રાથમિક રીપોર્ટ રાજ્ય સરકારને મળ્યો હતો. હાઈકોર્ટમાં પણ તરત રીપોર્ટની માહિતી આપવામાં આવી હતી. આ ઘટનામાં 6 અધિકારીઓને તે જ સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગેમઝોનને લઈ નવી એસઓપી

તો, વધુમાં તેમણે ગેમઝોનને લઈને સૂચિત નિયમોને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા માટે મોડલ રૂલ્સ બનાવવામાં આવ્યા છે. લોકો પણ આ રૂલ્સમાં પોતાના અભિપ્રાય આપે તેવી વિનંતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેની પણ સામે કાર્યવાહી કરવાની હોય તો તે કરવાની પોલીસને તમામ છુટ આપવામાં આવેલી છે. જોકે, IAS અને IPS અધિકારીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહીને લઈને આરોગ્ય મંત્રીએ ગોળ ગોળ નિવેદનો આપતા હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 2 PI સહિત 6 અધિકારી સસ્પેન્ડ

ઋષિકેશ પટેલ કહે છે કે, 25 તારીખે સાંજે આ બનાવ બન્યો છે ત્યારે મધરાત્રે જ સીટની રચના અને સીટે કરવાની કામગીરીની તમામ બાબતનો સમાવેશ કર્યો. તમામને કામ કરવા માટે દિશા પણ આપી હતી. એ બાદ તરત જ એફઆઈઆર પણ કરી હતી અને પ્રાથમિક રિપોર્ટ 48 કલાકમાં જ સરકારને સોંપાઈ ગયો હતો. નામદાર કોર્ટે 26 તારીખે સુઓમોટો દાખલ કરી હિયરિંગ રાખ્યું હતું. જેમાં 2 પીઆઈ, નગરપાલિકાના બે આસિસ્ટન્ટ એન્જિનિયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત 6 લોકો સસ્પેન્ડ કર્યા હતા.

મોડેલ એક્ટ બનાવીને ઓનલાઈન મૂક્યો

પ્રથમ મુદ્દતનો પ્રાથમિક અહેવાલ 31 મેના રોજ મળ્યો છે. ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કના નવા નિયમ માટે મોડેલ એક્ટ બનાવીને ઓનલાઈન મૂક્યો છે, જેની પર સૂચનો મંગાવ્યા છે અને એના આધારે નિયમ બનાવવામાં આવશે. આવતીકાલે પણ કોર્ટમાં મુદ્દત છે. ગુનાના મૂળ સુધી જવા 20 તારીખ સુધીમાં અંતિમ અહેવાલ રાજ્ય સરકારને મળશે.