Ahmedabadના શાહીબાગ વિસ્તારમાં મહિલા લૂંટારૂએ છરીની અણીએ વૃદ્ધા સાથે લૂંટ ચલાવી

શહેરમાં ફરી એક વાર બની લૂંટની ઘટના પુરુષ નહિ પણ મહિલા લૂંટારૂએ આપ્યો લૂંટને અંજામ આદત નહિ પણ મજબૂરીમાં મહિલા આરોપીએ કરી લૂંટ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહિલા વૃદ્ધા ઘરમાં એકલા હતા તે દરમિયાન મહિલા લૂંટારૂએ ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ ચલાવી હતી.જો કે ગણતરીના કલાકોમાં જ શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.કોણ છે મહિલા આરોપી અને શા માટે તેણે લૂંટ કરી હતી વાંચીએ આ અહેવાલમાં. સોનાની બંગડીની ચલાવી લૂંટ પોલીસની ગિરફ્તમાં ઉભેલી આ મહિલા લીલાબેન ભીલ છે.જેણે શાહીબાગ વિસ્તારમાં લૂંટ ચલાવી હતી. શાહીબાગ વિસ્તારમાં એક મહિલા વૃદ્ધા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘુસીને લૂંટને અંજામ આપ્યો હતો.છરી સાથે ઘરમાં પ્રવેશેલી મહિલા આરોપીએ દાગીના આપી દેવા વૃદ્ધાને કહ્યુ હતુ,જો કે મહિલા વૃદ્ધાએ પ્રતિકાર કરતા બંન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી.અને મહિલાના હાથમાં છરી વાગી હતી.જો કે ત્યારબાદ મહિલા આરોપીએ વૃદ્ધાને ધમકી આપી હાથમાં રહેલી સોનાની બંગડી કઢાવી ફરાર થઈ ગઈ હતી. આરોપી મહિલા પહેલા વૃદ્ધાના ઘરે કામ કરતી હતી લૂંટની ઘટના બન્યા બાદ પોલીસે વિસ્તારમાં તપાસ હાથધરી હતી.અને સીસીટીવી આધારે શકમંદોની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં લીલાબેન ભીલની તપાસ કરતા તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરી હતી,પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મહિલા આરોપીને વીસીના રૂપિયા ભરવાના હતા જેનુ દેવુ થઈ જતા તેણે આ લૂંટનુ કાવતરૂ ઘડયું હતુ.આ સાથે જ આરોપી મહિલા અગાઉ ફરિયાદીના ઘરે ઘરકામ કરતી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. વીસીના રૂપિયા ભરવા લૂંટ કરી આરોપી લીલા ભીલ પહેલેથી જ જાણતી હતી કે બપોરના સમયે ફરિયાદી વૃદ્ધાના ઘરે કોઈ નથી હોતુ અને આ જ કારણથી તેણે લૂંટનો પ્લાન ઘડયો હતો.જો કે શાહીબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ મહિલા આરોપીની ધરપકડ કરી ગુનાને ડિટેક્ટ કરી લીઘો છે.

Ahmedabadના શાહીબાગ વિસ્તારમાં મહિલા લૂંટારૂએ છરીની અણીએ વૃદ્ધા સાથે લૂંટ ચલાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરમાં ફરી એક વાર બની લૂંટની ઘટના
  • પુરુષ નહિ પણ મહિલા લૂંટારૂએ આપ્યો લૂંટને અંજામ
  • આદત નહિ પણ મજબૂરીમાં મહિલા આરોપીએ કરી લૂંટ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહિલા વૃદ્ધા ઘરમાં એકલા હતા તે દરમિયાન મહિલા લૂંટારૂએ ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ ચલાવી હતી.જો કે ગણતરીના કલાકોમાં જ શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.કોણ છે મહિલા આરોપી અને શા માટે તેણે લૂંટ કરી હતી વાંચીએ આ અહેવાલમાં.

સોનાની બંગડીની ચલાવી લૂંટ

પોલીસની ગિરફ્તમાં ઉભેલી આ મહિલા લીલાબેન ભીલ છે.જેણે શાહીબાગ વિસ્તારમાં લૂંટ ચલાવી હતી. શાહીબાગ વિસ્તારમાં એક મહિલા વૃદ્ધા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘુસીને લૂંટને અંજામ આપ્યો હતો.છરી સાથે ઘરમાં પ્રવેશેલી મહિલા આરોપીએ દાગીના આપી દેવા વૃદ્ધાને કહ્યુ હતુ,જો કે મહિલા વૃદ્ધાએ પ્રતિકાર કરતા બંન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી.અને મહિલાના હાથમાં છરી વાગી હતી.જો કે ત્યારબાદ મહિલા આરોપીએ વૃદ્ધાને ધમકી આપી હાથમાં રહેલી સોનાની બંગડી કઢાવી ફરાર થઈ ગઈ હતી.


આરોપી મહિલા પહેલા વૃદ્ધાના ઘરે કામ કરતી હતી

લૂંટની ઘટના બન્યા બાદ પોલીસે વિસ્તારમાં તપાસ હાથધરી હતી.અને સીસીટીવી આધારે શકમંદોની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં લીલાબેન ભીલની તપાસ કરતા તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરી હતી,પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મહિલા આરોપીને વીસીના રૂપિયા ભરવાના હતા જેનુ દેવુ થઈ જતા તેણે આ લૂંટનુ કાવતરૂ ઘડયું હતુ.આ સાથે જ આરોપી મહિલા અગાઉ ફરિયાદીના ઘરે ઘરકામ કરતી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.


વીસીના રૂપિયા ભરવા લૂંટ કરી

આરોપી લીલા ભીલ પહેલેથી જ જાણતી હતી કે બપોરના સમયે ફરિયાદી વૃદ્ધાના ઘરે કોઈ નથી હોતુ અને આ જ કારણથી તેણે લૂંટનો પ્લાન ઘડયો હતો.જો કે શાહીબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ મહિલા આરોપીની ધરપકડ કરી ગુનાને ડિટેક્ટ કરી લીઘો છે.