Surendranagar:સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારોને પ્રતીક ફાળવાયા

14 ઉમેદવારોમાંથી ભાજપ, કોંગ્રેસ અને બસપા સિવાયના11 ઉમેદવારોને પ્રતીકની ફાળવણી કરવામાં આવી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ જામનાર    સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણીનું આખરી ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થઈ ગયુ છે. ત્યારે ચૂંટણી જંગમાં સામેલ 14 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારોને સોમવારે મોડી સાંજે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પ્રતીકની ફાળવણી કરાઈ હતી.    સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ જામનાર છે. આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી વિભાગે ઉમેદવારોને પ્રતીકની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને બસપા સિવાયના 11 ઉમેદવારોને પ્રતીક આપવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધીકારી કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, તાલીમી આઈએએસ હીરેન બારોટ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મીશન ઓલ ઈન્ડીયા ઈન્ડીપેન્ડેન્ટ પાર્ટીના મધુસુદનભાઈ પટેલને પ્રતીક તરીકે સીટી, ન્યુ ઈન્ડીયા યુનાઈટેડ પાર્ટીના ઉમેદવાર દીલીપભાઈ મકવાણાને સાંકળ, રાષ્ટ્ર નીર્માણ પાર્ટીના ચાવડા નીલેશભાઈને ઘડો, ગુંજ સત્યની જનતા પાર્ટીના દેવેન્દ્ર મહંતને સીસીટીવી કેમેરા, અપક્ષ ઉમેદવાર જગદીશ પટેલને બેટસમેન, કોળી રમેશભાઈને ઓટો રિક્ષા, ઝાલા દેવરાજભાઈને હોકી અને દડો, સતરોટીયા વિનોદભાઈને ગેસ સિલીન્ડર, રાઠોડ આનંદભાઈને વીંટી, કૃષ્ણવદનભાઈ ગેડીયાને શેતરંજી અને અશોકભાઈ રાઠોડને બેટરી ટોર્ચ પ્રતીક તરીકે અપાયા છે.

Surendranagar:સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારોને પ્રતીક ફાળવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 14 ઉમેદવારોમાંથી ભાજપ, કોંગ્રેસ અને બસપા સિવાયના
  • 11 ઉમેદવારોને પ્રતીકની ફાળવણી કરવામાં આવી
  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ જામનાર

   સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણીનું આખરી ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થઈ ગયુ છે. ત્યારે ચૂંટણી જંગમાં સામેલ 14 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારોને સોમવારે મોડી સાંજે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પ્રતીકની ફાળવણી કરાઈ હતી.

   સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ જામનાર છે. આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી વિભાગે ઉમેદવારોને પ્રતીકની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને બસપા સિવાયના 11 ઉમેદવારોને પ્રતીક આપવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધીકારી કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, તાલીમી આઈએએસ હીરેન બારોટ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મીશન ઓલ ઈન્ડીયા ઈન્ડીપેન્ડેન્ટ પાર્ટીના મધુસુદનભાઈ પટેલને પ્રતીક તરીકે સીટી, ન્યુ ઈન્ડીયા યુનાઈટેડ પાર્ટીના ઉમેદવાર દીલીપભાઈ મકવાણાને સાંકળ, રાષ્ટ્ર નીર્માણ પાર્ટીના ચાવડા નીલેશભાઈને ઘડો, ગુંજ સત્યની જનતા પાર્ટીના દેવેન્દ્ર મહંતને સીસીટીવી કેમેરા, અપક્ષ ઉમેદવાર જગદીશ પટેલને બેટસમેન, કોળી રમેશભાઈને ઓટો રિક્ષા, ઝાલા દેવરાજભાઈને હોકી અને દડો, સતરોટીયા વિનોદભાઈને ગેસ સિલીન્ડર, રાઠોડ આનંદભાઈને વીંટી, કૃષ્ણવદનભાઈ ગેડીયાને શેતરંજી અને અશોકભાઈ રાઠોડને બેટરી ટોર્ચ પ્રતીક તરીકે અપાયા છે.