Hanuman Dada : શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રત્નાગીરી કેરીનો અન્નકુટ

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો કરાયો શણગાર દિવ્ય શણગારની સાથે કેરીનો મહાઅન્નકૂટ પણ ધરાવાયો દાદાને સવારે ડાયમંડ વાળા વાઘાનો શણગાર કરાયો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 22-04-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારની સાથે મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો ભવ્ય અન્નકુટ કરાયો છે. આજે સવારે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. ભકતોને કેરીને અપાશે પ્રસાદ આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે,આજે દાદાને 2400 કિલો મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો છે. કેરીના અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા મહારાષ્ટ્રથી કુલ 120 કિલો રત્નાગીરી કેરી આવી હતી. આ રત્નાગીરી કેરીના એક બોક્સમાં સાડા ચાર કે, પાંચ ડઝન કેરી છે. આ કેરી ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. ડાયમંડવાળા વાઘાનો કરાયો શણગાર આ સાથે જ હનુમાનજીને 15 કિલોના ચાંદીના 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડવાળા વાઘા પણ પહેરાવામાં આવ્યા છે. આજે સવારે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. અદભુત શોનું આયોજન આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાશે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ-ત્રણવાર કરાશે શો આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.

Hanuman Dada : શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રત્નાગીરી કેરીનો અન્નકુટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો કરાયો શણગાર
  • દિવ્ય શણગારની સાથે કેરીનો મહાઅન્નકૂટ પણ ધરાવાયો
  • દાદાને સવારે ડાયમંડ વાળા વાઘાનો શણગાર કરાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 22-04-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારની સાથે મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો ભવ્ય અન્નકુટ કરાયો છે. આજે સવારે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

ભકતોને કેરીને અપાશે પ્રસાદ

આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે,આજે દાદાને 2400 કિલો મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો છે. કેરીના અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા મહારાષ્ટ્રથી કુલ 120 કિલો રત્નાગીરી કેરી આવી હતી. આ રત્નાગીરી કેરીના એક બોક્સમાં સાડા ચાર કે, પાંચ ડઝન કેરી છે. આ કેરી ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.


ડાયમંડવાળા વાઘાનો કરાયો શણગાર

આ સાથે જ હનુમાનજીને 15 કિલોના ચાંદીના 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડવાળા વાઘા પણ પહેરાવામાં આવ્યા છે. આજે સવારે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.


અદભુત શોનું આયોજન

આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાશે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે.


ત્રણ-ત્રણવાર કરાશે શો

આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.