Gir Somnath: લાંચ કેસમાં ભાગેડુ આરોપી PSI વરૂએ કર્યું આત્મસમર્પણ

લાંચ લેતા ઝડપાયેલા ઉના PSI વરૂ ACBમાં હાજર થયાACBએ વચેટીયાને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો ACB PSI વરૂને કોર્ટમાં રજૂ કરી માંગી શકે છે રિમાન્ડ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં થોડા દિવસ પહેલા ACB દ્વારા એક છટકું ગોઠવીને ઉના પોલીસ સ્ટેશનના PSI વતી લાંચ લેતા બે વચેટિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉના પોલીસ સ્ટેશનના PSI એચ. કે. વરુ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. સમગ્ર ઘટના 29મી મેના રોજની છે. જોકે, આ સમગ્ર કેસમાં PSI વરૂ ફરાર હતા. ત્યારે, હવે PSI વરૂ હવે ACB કચેરી ખાતે હજાર થઈ ગયા છે અને આત્મસમર્પણ કરી દીધું છે. ઉના ACB એ થોડા દિવસ પહેલા કરેલ રેડમાં પકડાયેલ વચેટિયા વિજય જેઠવાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે, PSI એચ.કે વરું ACBમાં હાજર થઈ ગયા છે. ACB દ્વારા PSIને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે. ઘટનાની વિગતો: કેસની વિગતો એવી છે કે પ્રોહીબિશન કેસમાં આરોપીને માર ન મારવા માટે PSI એચ. કે. વરુ દ્વારા ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં, લાંબી રકઝક બાદ લાંચની રકમ 5 લાખથી ઘટાડીને 1 લાખ નક્કી કરવામાં આવી હતી. સમગ્ર મામલે ફરિયાદી દ્વારા જિલ્લા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા ACB દ્વારા ઉનામાં ટ્રેપ ગોઠવીને PSIનો વચેટીયો વિજય જેઠવા લાંચની રકમ લેતાં ઝડપાયો હતો જ્યારે PSI એચ. કે. વરુ નાસી છૂટવામાં સફળ થયો હતો.

Gir Somnath: લાંચ કેસમાં ભાગેડુ આરોપી PSI વરૂએ કર્યું આત્મસમર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લાંચ લેતા ઝડપાયેલા ઉના PSI વરૂ ACBમાં હાજર થયા
  • ACBએ વચેટીયાને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો
  • ACB PSI વરૂને કોર્ટમાં રજૂ કરી માંગી શકે છે રિમાન્ડ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં થોડા દિવસ પહેલા ACB દ્વારા એક છટકું ગોઠવીને ઉના પોલીસ સ્ટેશનના PSI વતી લાંચ લેતા બે વચેટિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉના પોલીસ સ્ટેશનના PSI એચ. કે. વરુ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. સમગ્ર ઘટના 29મી મેના રોજની છે. જોકે, આ સમગ્ર કેસમાં PSI વરૂ ફરાર હતા.

ત્યારે, હવે PSI વરૂ હવે ACB કચેરી ખાતે હજાર થઈ ગયા છે અને આત્મસમર્પણ કરી દીધું છે. ઉના ACB એ થોડા દિવસ પહેલા કરેલ રેડમાં પકડાયેલ વચેટિયા વિજય જેઠવાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે, PSI એચ.કે વરું ACBમાં હાજર થઈ ગયા છે. ACB દ્વારા PSIને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે.

ઘટનાની વિગતો:

કેસની વિગતો એવી છે કે પ્રોહીબિશન કેસમાં આરોપીને માર ન મારવા માટે PSI એચ. કે. વરુ દ્વારા ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં, લાંબી રકઝક બાદ લાંચની રકમ 5 લાખથી ઘટાડીને 1 લાખ નક્કી કરવામાં આવી હતી. સમગ્ર મામલે ફરિયાદી દ્વારા જિલ્લા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા ACB દ્વારા ઉનામાં ટ્રેપ ગોઠવીને PSIનો વચેટીયો વિજય જેઠવા લાંચની રકમ લેતાં ઝડપાયો હતો જ્યારે PSI એચ. કે. વરુ નાસી છૂટવામાં સફળ થયો હતો.