Surat News: સુમુલ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં કરાયો ભાવ વધારો

પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારોભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયા નો વધારો કરાયો ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયા નો વધારો થોડા દિવસ પહેલા પંચમહાલની પંચમહાલ ડેરી અને ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા પશુપાલકો માટે ખુશ ખબર આપીને દૂધની ખરીદીમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે આજે સુરતની સુમુલ ડેરી દ્વારા પણ દૂધની ખરીદીમાં ભાવ વધારો કરીને સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ કરતાં વધારે પશુપાલકો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે. સુરતની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી ડેરી સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર આપવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં ભાવવધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગે સુમુલ સુરતના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે સુમુલ ડેરી દ્વારા ભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો, સાથે સાથે, ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભેંસના દૂધના કિલોફેટે ભાવ 830 રૂપિયા હતા જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. તો, ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતા જે વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યા છે. તો સુમુલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં કરવામાં આવેલા આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે.

Surat News: સુમુલ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં કરાયો ભાવ વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો
  • ભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયા નો વધારો કરાયો
  • ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયા નો વધારો

થોડા દિવસ પહેલા પંચમહાલની પંચમહાલ ડેરી અને ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા પશુપાલકો માટે ખુશ ખબર આપીને દૂધની ખરીદીમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે આજે સુરતની સુમુલ ડેરી દ્વારા પણ દૂધની ખરીદીમાં ભાવ વધારો કરીને સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ કરતાં વધારે પશુપાલકો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે.

સુરતની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી ડેરી સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર આપવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં ભાવવધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે સુમુલ સુરતના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે સુમુલ ડેરી દ્વારા ભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો, સાથે સાથે, ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભેંસના દૂધના કિલોફેટે ભાવ 830 રૂપિયા હતા જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. તો, ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતા જે વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યા છે. તો સુમુલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં કરવામાં આવેલા આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે.