Ahmedabadમાં ત્રણ ટ્રાફિક સિગ્નલ પર AMCએ લગાવી ગ્રીન નેટ,ગરમીથી મળશે રાહત

અમદાવાદમાં રેડ એલર્ટના પગલે AMC તંત્ર આખરે જાગ્યું હવેથી ટ્રાફિક સિગ્નલ પર જોવા મળશે લીલી નેટની છત એરપોર્ટ, સારંગપુર, કોતરપુર સિગ્નલ પર લગાવી ગ્રીન નેટ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેમાં પણ અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે,ત્યારે શહેરીજનોને ગરમીથી રાહત મળે તેને લઈ AMC દ્રારા એરપોર્ટ, સારંગપુર, કોતરપુર વિસ્તારમાં સિગ્નલ પર ગ્રીન નેટ લગાડવામાં આવી રહી છે,ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટથી લોકોને રાહત મળશે. અમદાવાદ દેશનું 8માં નંબરનું ગરમ શહેર ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતાં 131 વર્ષોમાં પાંચમું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલાં 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી.એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતુ. આજે પણ અમદાવાદમાં 46 ડિગ્રી પાર તાપમાન જશે જ્યારે આજે પણ આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એટલે કે, દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ રાત્રિ તાપમાન ઓછું થતા ગરમીથી થોડા અંશે રાહત મળી હતી. પરંતુ રાત્રિ દરમિયાન ગરમ પવનો ફૂંકાવાને કારણે ઠંડકનો અહેસાસ થઈ શક્યો નહોતો. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં બે શહેરોમાં એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે.  

Ahmedabadમાં ત્રણ ટ્રાફિક સિગ્નલ પર AMCએ લગાવી ગ્રીન નેટ,ગરમીથી મળશે રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં રેડ એલર્ટના પગલે AMC તંત્ર આખરે જાગ્યું
  • હવેથી ટ્રાફિક સિગ્નલ પર જોવા મળશે લીલી નેટની છત
  • એરપોર્ટ, સારંગપુર, કોતરપુર સિગ્નલ પર લગાવી ગ્રીન નેટ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેમાં પણ અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે,ત્યારે શહેરીજનોને ગરમીથી રાહત મળે તેને લઈ AMC દ્રારા એરપોર્ટ, સારંગપુર, કોતરપુર વિસ્તારમાં સિગ્નલ પર ગ્રીન નેટ લગાડવામાં આવી રહી છે,ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટથી લોકોને રાહત મળશે.

અમદાવાદ દેશનું 8માં નંબરનું ગરમ શહેર

ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતાં 131 વર્ષોમાં પાંચમું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલાં 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી.એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતુ.

આજે પણ અમદાવાદમાં 46 ડિગ્રી પાર તાપમાન જશે

જ્યારે આજે પણ આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એટલે કે, દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ રાત્રિ તાપમાન ઓછું થતા ગરમીથી થોડા અંશે રાહત મળી હતી. પરંતુ રાત્રિ દરમિયાન ગરમ પવનો ફૂંકાવાને કારણે ઠંડકનો અહેસાસ થઈ શક્યો નહોતો.


અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં બે શહેરોમાં એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે.