Gujarat News: રાજ્યભરના આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની કાર્યવાહી

11 પેઢીની અલગ અલગ ઓફિસમાંથી કરોડોના વ્યવહારો મળ્યા એક કિલો સોનું, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કબજે લેવાયેલા મોબાઇલ FSLમાં તપાસ માટે મોકલાયા રાજ્યભરમા આંગડિયા પેઢીમાં CID ક્રાઈમે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 11 પેઢીની અલગ અલગ ઓફિસમાંથી કરોડોના વ્યવહારો મળ્યા છે. તેમાં CID ક્રાઇમે રૂપિયા 18.19 કરોડ કબજે કર્યા છે. તેમજ એક કિલો સોનું, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરાયો છે. તથા કબજે લેવાયેલા મોબાઇલ FSLમાં તપાસ માટે મોકલાયા છે. 64 લાખનું વિદેશી ચલણ પણ કબ્જે કર્યું 64 લાખનું વિદેશી ચલણ પણ કબ્જે કર્યું છે. તથા દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે. જેમાં SPએ જણાવ્યું છે કે ક્રિકેટ સટ્ટાનો એક કેસ નોધાયો હતો. બીજાના નામે એકાઉન્ટ ખોલી પૈસા દુબઈ મોકલતા હતા. તેમજ આંગડિયા મારફતે પૈસા જતા હોવાનું જાણવા મળ્યુ હતું. આંગડિયા પર રેડ દરમિયાન આઇટીની ટીમ સાથે રાખી હતી. 18 કરોડથી વધુની રકમ અને દાગીના કબજે કર્યા છે. તેમજ મોબાઈલ જમા લઇ એફએસએલ મોકલી આપ્યા છે. કોઈની અટક કરાવવામાં આવી નથી. હવે એમા ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરાશે. આંગડિયા પેઢીના સંચાલકો સહીત 10 કર્મચારીઓની પૂછપરછ ગુજરાતભરની આંગડિયા પેઢીમાં હાલ CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. હજી આજે પણ અનેક આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. અગાઉ CID ક્રાઈમે PM આંગડિયા, HM આંગડિયા, NR આંગડિયામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન CID ક્રાઈમની ટીમને પ્રાઈમ એન્ટરપ્રાઈઝ, વી પટેલ નામની આંગડિયા પેઢીમાં તપાસમાં દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા હતા. હવે આ સમગ્ર મામલે આંગડિયા પેઢીના સંચાલકો સહીત 10 કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે. 

Gujarat News: રાજ્યભરના આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 11 પેઢીની અલગ અલગ ઓફિસમાંથી કરોડોના વ્યવહારો મળ્યા
  • એક કિલો સોનું, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે
  • કબજે લેવાયેલા મોબાઇલ FSLમાં તપાસ માટે મોકલાયા

રાજ્યભરમા આંગડિયા પેઢીમાં CID ક્રાઈમે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 11 પેઢીની અલગ અલગ ઓફિસમાંથી કરોડોના વ્યવહારો મળ્યા છે. તેમાં CID ક્રાઇમે રૂપિયા 18.19 કરોડ કબજે કર્યા છે. તેમજ એક કિલો સોનું, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરાયો છે. તથા કબજે લેવાયેલા મોબાઇલ FSLમાં તપાસ માટે મોકલાયા છે.

64 લાખનું વિદેશી ચલણ પણ કબ્જે કર્યું

64 લાખનું વિદેશી ચલણ પણ કબ્જે કર્યું છે. તથા દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે. જેમાં SPએ જણાવ્યું છે કે ક્રિકેટ સટ્ટાનો એક કેસ નોધાયો હતો. બીજાના નામે એકાઉન્ટ ખોલી પૈસા દુબઈ મોકલતા હતા. તેમજ આંગડિયા મારફતે પૈસા જતા હોવાનું જાણવા મળ્યુ હતું. આંગડિયા પર રેડ દરમિયાન આઇટીની ટીમ સાથે રાખી હતી. 18 કરોડથી વધુની રકમ અને દાગીના કબજે કર્યા છે. તેમજ મોબાઈલ જમા લઇ એફએસએલ મોકલી આપ્યા છે. કોઈની અટક કરાવવામાં આવી નથી. હવે એમા ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરાશે.

આંગડિયા પેઢીના સંચાલકો સહીત 10 કર્મચારીઓની પૂછપરછ

ગુજરાતભરની આંગડિયા પેઢીમાં હાલ CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. હજી આજે પણ અનેક આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. અગાઉ CID ક્રાઈમે PM આંગડિયા, HM આંગડિયા, NR આંગડિયામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન CID ક્રાઈમની ટીમને પ્રાઈમ એન્ટરપ્રાઈઝ, વી પટેલ નામની આંગડિયા પેઢીમાં તપાસમાં દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા હતા. હવે આ સમગ્ર મામલે આંગડિયા પેઢીના સંચાલકો સહીત 10 કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે.