Chhota Udepur News: નસવાડીના કથળી આરોગ્ય સેવાઓ, 7 PHCમાં ડોકટરોનો અભાવ

બોન્ડેડ ડૉક્ટર પરીક્ષા આપવા જતા સર્જાઈ સમસ્યાછેલ્લા 2 મહિનાથી PHC બની ગઈ ડોક્ટર્સ વિહોણી ડૉક્ટરના અભાવથી દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી રાજ્યમાં ગામેગામ આરોગ્ય સેવાઓ પહોંચી શકે તેના માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર્સ અપોઇન્ટ કરવામાં આવ્યા છે. નવી વહીવટી પ્રણાલી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે બોન્ડેડ ડોક્ટર્સ મૂકવામાં આવ્યા છે. તો આ બોન્ડેડ ડોક્ટર્સ જ હવે નસવાડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે માથાનો દુઃખાવો બની ગયા છે. મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે PHC ખાતે ડોકટરોનો અભાવ જોવા મળી રહ્યો છે. અને આ વાત માત્ર કોઈ એક PHCની નાથી, પરંતુ નસવાડીના 7-7 PHCમાં ડોક્ટર્સની અછત ઊભી થઈ છે. એટલું જ નહિ ડોકટરોની અછત એક બે દિવસથી નહિ પરંતુ છેલ્લા બે બે મહિનાથી વર્તાઇ રહી છે. ડોકટરોની અછતને જ્યારે ઇન્ચાર્જ CDHOને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું છે કે PHC ખાતે ફરજ બજાવતા બોન્ડેડ ડોક્ટર્સ રજા લીધા વગર જ પરીક્ષા આપવા માટે ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે. એક તરફ સરકાર અને આરોગ્ય વિભાગ ગામેગામ આરોગ્ય લક્ષી સેવાઓ આપવાના દાવાઓ કરે છે તો બીજી બાજુ નસવાડી તાલુકાના PHC કેન્દ્રો ખાતે જ જો ડોક્ટર્સનો અભાવ હોય તો દર્દીઓ જાય તો જાય કયા તેવો ગંભીર સવાલ ઊભો થયો છે. તો બીજી ચોંકાવનારી વાત તો એ છે કે તંત્ર ને જાણે કઈ પડી જ ન હોય તેમ આરોગ્ય લક્ષી દવાખાના ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. છેલ્લા બે બે મહિનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ડોક્ટર્સ નથી અને ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને જો આવા સમયે કોઈ રોગચાળો ફેલાશે તો ત્યારે શું સ્થિતિ ઊભી થશે તેની તો કલ્પના કરવી પણ અઘરી છે. ત્યારે હાલ તો એમ કહી શકાય કે નસવાડી તાલુકામાં આરોગ્ય લક્ષી સેવાઓ સાવ કથળી ગઈ છે.

Chhota Udepur News: નસવાડીના કથળી આરોગ્ય સેવાઓ, 7 PHCમાં ડોકટરોનો અભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોન્ડેડ ડૉક્ટર પરીક્ષા આપવા જતા સર્જાઈ સમસ્યા
  • છેલ્લા 2 મહિનાથી PHC બની ગઈ ડોક્ટર્સ વિહોણી
  • ડૉક્ટરના અભાવથી દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી

રાજ્યમાં ગામેગામ આરોગ્ય સેવાઓ પહોંચી શકે તેના માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર્સ અપોઇન્ટ કરવામાં આવ્યા છે. નવી વહીવટી પ્રણાલી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે બોન્ડેડ ડોક્ટર્સ મૂકવામાં આવ્યા છે. તો આ બોન્ડેડ ડોક્ટર્સ જ હવે નસવાડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે માથાનો દુઃખાવો બની ગયા છે.


મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે PHC ખાતે ડોકટરોનો અભાવ જોવા મળી રહ્યો છે. અને આ વાત માત્ર કોઈ એક PHCની નાથી, પરંતુ નસવાડીના 7-7 PHCમાં ડોક્ટર્સની અછત ઊભી થઈ છે. એટલું જ નહિ ડોકટરોની અછત એક બે દિવસથી નહિ પરંતુ છેલ્લા બે બે મહિનાથી વર્તાઇ રહી છે.


ડોકટરોની અછતને જ્યારે ઇન્ચાર્જ CDHOને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું છે કે PHC ખાતે ફરજ બજાવતા બોન્ડેડ ડોક્ટર્સ રજા લીધા વગર જ પરીક્ષા આપવા માટે ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે. એક તરફ સરકાર અને આરોગ્ય વિભાગ ગામેગામ આરોગ્ય લક્ષી સેવાઓ આપવાના દાવાઓ કરે છે તો બીજી બાજુ નસવાડી તાલુકાના PHC કેન્દ્રો ખાતે જ જો ડોક્ટર્સનો અભાવ હોય તો દર્દીઓ જાય તો જાય કયા તેવો ગંભીર સવાલ ઊભો થયો છે.

તો બીજી ચોંકાવનારી વાત તો એ છે કે તંત્ર ને જાણે કઈ પડી જ ન હોય તેમ આરોગ્ય લક્ષી દવાખાના ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. છેલ્લા બે બે મહિનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ડોક્ટર્સ નથી અને ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને જો આવા સમયે કોઈ રોગચાળો ફેલાશે તો ત્યારે શું સ્થિતિ ઊભી થશે તેની તો કલ્પના કરવી પણ અઘરી છે. ત્યારે હાલ તો એમ કહી શકાય કે નસવાડી તાલુકામાં આરોગ્ય લક્ષી સેવાઓ સાવ કથળી ગઈ છે.