ગેમ રમવા દુષ્પ્રેરીત કરતા ત્રણ આરોપી હાલોલ ખાતેથી ઝડપાયા

ઓનલાઈન ગેમ એપ્લીકેશનના નામે વીડિયો બનાવીઆરોપીઓ પાસેથી રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હાલોલ ખાતેથી ત્રણ પરપ્રાતિય આરોપીઓ ઝડપાયા હતા. ઓનલાઈન ગેમ એપ્લીકેશન નામે લોભામણા વિડીયો બનાવી જાહેર જનતાને ઓનલાઇન ગેમ રમવા દુષ્પ્રેરીત કરી આર્થીક લાભ મેળવનાર ત્રણ પરપ્રાંતીય આરોપીઓને હાલોલમાંથી ઝડપી લેવામાં એસઓજીને સફ્ળતા મળી છે. એસઓજીએ આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર અને મોબાઈલ મળી રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. એસઓજી દ્વારા આરોપીઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સોશિયલ મિડીયાના માધ્યમથી થતાં સાયબર ફ્રોડ અટકાવવા માટે પંચમહાલ પોલીસ સક્રિય છે. દરમિયાન એસઓજી પીઆઇ આર.એ. પટેલને હાલોલ નગરમાં એક કોમ્પ્લેક્ષમાં ત્રણ યુવકો ઓનલાઈન ગેમ રમવા માટે પોતાના ઇન્સ્ટા આઈ.ડી.ના ફેલોઅર્સને લોભામણા વિડીઓ મોકલી દુષ્પ્રેરિત કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજી ટીમે હાલોલના ગોધરા રોડ, સન સીટી સોસાયટીની સામે આવેલા સન ઇન્કલીવ કોમ્પ્લેક્ષમાં તપાસ કરી હતી. દરમિયાન ઓફીસમાં ત્રણ ઇસમો હાજર મળી આવ્યા હતા જેઓની પૂછપરછ કરતાં (1) પ્રશન્નજીત બુધ્ધી સરકાર રહે. હાલોલ. મુળ વતન આસામ, પ્રવિણસિંહ સુભાષસિંહ અવધ્યાકુર્મી રહે. હાલોલ, મુળ વતન બિહાર અને દુર્ગાપ્રસાદ રંગીલાલ ભારતી રહે. હાલોલ મુળ વતન ઉતરપ્રદેશ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ત્રણેય યુવકોની અંગ ઝડતી કરતાં પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઇલ ફોન ચેક કરતાં તેઓના ફોનમાંથી BDG,TIRANGA વિગેરે જેવી અનઓથોરાઇઝ ગેમ એપ્લીકેશન મળી આવી હતી તથા ત્રણેયની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં પોતે આ ગેમના પ્રમોશન કરતા વિડીયો મળી આવ્યા હતા. આ ઉપરાંત તેઓની ઓફીસમાં રાખવામાં આવેલા કોમ્પ્યુટરમાં ચેક કરતાં BDG, TIRANGA વિગેરે જેવી એપ્લીકેશનના પ્રમોશનના વિડીયો ફઈલ મળી આવી હતી. જેથી પોલીસે રૂા.2.35 લાખનો મુદ્દામાલ તપાસ માટે કબજે કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શું હતી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ? આરોપીઓની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મોટા પ્રમાણમા ફેલોઅર્સ હોઈ તેઓને પોતે BDG, TIRANGA વિગેરે એપ્લીકેશનનો ઉપયોગથી ખુબ મોટા પાયે રૂપિયા મેળવ્યા છે. આ એપ્લીકેશનના ઉપયોગથી તમે પણ પૈસા મેળવી શકો છો એવા લોભામણા વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરે છે. આ વિડીયો જોઈ તેના ફેલોઅર્સ પ્રભાવમાં આવી રૂપિયા કમાવાની લાલચમાં આવી ગેમ પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરે છે. દરમિયાન આરોપીઓને કમિશનથી પૈસા મળી જાય છે અને ફેલોઅર્સ સાથે ઠગાઈ કરે છે. એમ ગોધરા હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એલ.દેસાઈ એ જણાવ્યું હતું.

ગેમ રમવા દુષ્પ્રેરીત કરતા ત્રણ આરોપી હાલોલ ખાતેથી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓનલાઈન ગેમ એપ્લીકેશનના નામે વીડિયો બનાવી
  • આરોપીઓ પાસેથી રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
  • હાલોલ ખાતેથી ત્રણ પરપ્રાતિય આરોપીઓ ઝડપાયા હતા.

ઓનલાઈન ગેમ એપ્લીકેશન નામે લોભામણા વિડીયો બનાવી જાહેર જનતાને ઓનલાઇન ગેમ રમવા દુષ્પ્રેરીત કરી આર્થીક લાભ મેળવનાર ત્રણ પરપ્રાંતીય આરોપીઓને હાલોલમાંથી ઝડપી લેવામાં એસઓજીને સફ્ળતા મળી છે. એસઓજીએ આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર અને મોબાઈલ મળી રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. એસઓજી દ્વારા આરોપીઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

સોશિયલ મિડીયાના માધ્યમથી થતાં સાયબર ફ્રોડ અટકાવવા માટે પંચમહાલ પોલીસ સક્રિય છે. દરમિયાન એસઓજી પીઆઇ આર.એ. પટેલને હાલોલ નગરમાં એક કોમ્પ્લેક્ષમાં ત્રણ યુવકો ઓનલાઈન ગેમ રમવા માટે પોતાના ઇન્સ્ટા આઈ.ડી.ના ફેલોઅર્સને લોભામણા વિડીઓ મોકલી દુષ્પ્રેરિત કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજી ટીમે હાલોલના ગોધરા રોડ, સન સીટી સોસાયટીની સામે આવેલા સન ઇન્કલીવ કોમ્પ્લેક્ષમાં તપાસ કરી હતી. દરમિયાન ઓફીસમાં ત્રણ

ઇસમો હાજર મળી આવ્યા હતા જેઓની પૂછપરછ કરતાં (1) પ્રશન્નજીત બુધ્ધી સરકાર રહે. હાલોલ. મુળ વતન આસામ, પ્રવિણસિંહ સુભાષસિંહ અવધ્યાકુર્મી રહે. હાલોલ, મુળ વતન બિહાર અને દુર્ગાપ્રસાદ રંગીલાલ ભારતી રહે. હાલોલ મુળ વતન ઉતરપ્રદેશ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ત્રણેય યુવકોની અંગ ઝડતી કરતાં પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

આ મોબાઇલ ફોન ચેક કરતાં તેઓના ફોનમાંથી BDG,TIRANGA વિગેરે જેવી અનઓથોરાઇઝ ગેમ એપ્લીકેશન મળી આવી હતી તથા ત્રણેયની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં પોતે આ ગેમના પ્રમોશન કરતા વિડીયો મળી આવ્યા હતા. આ ઉપરાંત તેઓની ઓફીસમાં રાખવામાં આવેલા કોમ્પ્યુટરમાં ચેક કરતાં BDG, TIRANGA વિગેરે જેવી એપ્લીકેશનના પ્રમોશનના વિડીયો ફઈલ મળી આવી હતી. જેથી પોલીસે રૂા.2.35 લાખનો મુદ્દામાલ તપાસ માટે કબજે કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શું હતી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ?

આરોપીઓની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મોટા પ્રમાણમા ફેલોઅર્સ હોઈ તેઓને પોતે BDG, TIRANGA વિગેરે એપ્લીકેશનનો ઉપયોગથી ખુબ મોટા પાયે રૂપિયા મેળવ્યા છે. આ એપ્લીકેશનના ઉપયોગથી તમે પણ પૈસા મેળવી શકો છો એવા લોભામણા વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરે છે. આ વિડીયો જોઈ તેના ફેલોઅર્સ પ્રભાવમાં આવી રૂપિયા કમાવાની લાલચમાં આવી ગેમ પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરે છે. દરમિયાન આરોપીઓને કમિશનથી પૈસા મળી જાય છે અને ફેલોઅર્સ સાથે ઠગાઈ કરે છે. એમ ગોધરા હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એલ.દેસાઈ એ જણાવ્યું હતું.