Suratમાં વાવાઝોડાની આગાહીને પગલે બીચ બંધ કરાયા

ગુજરાતના દરીયાકિનારે ભારે પવન ફુંકાવાની આગાહી 1થી 7 જૂન ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશબંધી બંને બીચ પર જશો તો પોલીસ પરત મોકલશે સુરતમાં વાવાઝોડાની આગાહીને પગલે બીચ બંધ કરાયા છે. જેમાં 1થી 7 જૂન ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશબંધી છે. ગુજરાતના દરીયાકિનારે ભારે પવન ફુંકાવાની આગાહી છે. તેથી સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બંને બીચ પર જશો તો પોલીસ પરત મોકલશે. સુરતના હજીરા રોડ પર સુવાલી બીચ આવ્યો છે બીચ પર જવા માટેના રસ્તા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેમાં સહેલાણીઓને બીચ પર જતા પહેલા જ અટકાવી દેવામાં આવે છે. તેમાં સુરતના હજીરા રોડ પર સુવાલી બીચ આવ્યો છે તેમજ સુરતના એરપોર્ટ રોડ પર ડુમસ બીચ આવ્યો છે. રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે. દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડૂઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તા.01/06/2024ના રોજ સવારના 6.00 થી તા.07/06/2024 ના રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Suratમાં વાવાઝોડાની આગાહીને પગલે બીચ બંધ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતના દરીયાકિનારે ભારે પવન ફુંકાવાની આગાહી
  • 1થી 7 જૂન ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશબંધી
  • બંને બીચ પર જશો તો પોલીસ પરત મોકલશે

સુરતમાં વાવાઝોડાની આગાહીને પગલે બીચ બંધ કરાયા છે. જેમાં 1થી 7 જૂન ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશબંધી છે. ગુજરાતના દરીયાકિનારે ભારે પવન ફુંકાવાની આગાહી છે. તેથી સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બંને બીચ પર જશો તો પોલીસ પરત મોકલશે.

સુરતના હજીરા રોડ પર સુવાલી બીચ આવ્યો છે

બીચ પર જવા માટેના રસ્તા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેમાં સહેલાણીઓને બીચ પર જતા પહેલા જ અટકાવી દેવામાં આવે છે. તેમાં સુરતના હજીરા રોડ પર સુવાલી બીચ આવ્યો છે તેમજ સુરતના એરપોર્ટ રોડ પર ડુમસ બીચ આવ્યો છે. રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે.

દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો

ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડૂઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તા.01/06/2024ના રોજ સવારના 6.00 થી તા.07/06/2024 ના રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.