અમરેલીમાં કરોડો રૂપિયાની જમીનનો સોદો કર્યા બાદ દસ્તાવેજ ન કરી આપતા ફરિયાદ

એક જ પરિવારના દસ સભ્યોએ જુદા જુદા પ્લોટ વેચ્યા પછી હાથ ઊંચા કરી દીધાજમીન વેચાણના અવેજના એકવીસ કરોડ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ ત્રણ કરોડની રકમ માગી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપઅમરેલી: અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી જમીન ખરીદી કર્યા બાદ બાનાખત મુજબ દસ્તાવેજ કરવામાં ગલ્લાતલ્લા કરી એક યુવક સાથે ૨૧ કરોડ ઉપરાંતની છેતરપિંડી કર્યાની  તેમજ વ્યાજની રકમ  માટે જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની પોલીસમાં  એક જ પરિવારના દસ સભ્યો સામે ફરિયાદ કરવામાં આવી છે.શહેરના લીલીયા રોડ વિસ્તારમાં રહેતા મહેશભાઈ કાબરીયા સાથે ૧૦ લોકોએ મળીને કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાના આક્ષેપ સાથે અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામંા આવી છે. આ નોંધાયેલ ફરિયાદ પ્રમાણે તેમણે તેમના મિત્ર ભાવિનભાઈ સોજીત્રાએ અમરેલી સુધરાઈ હદમાં લીલીયા રોડ પર આવેલ સિમંધર પાર્ક (બી) તરીકે ઓળખાતા વિસ્તારમાં પ્લોટ નં.૩૩,૩૪,૩૫,૩૬, ૩૭, ૩૮ ની જમીન રાજેશભાઈ નાથાભાઈ તળાવીયા,ભાવનાબેન રમેશભાઈ પટેલ,ત્વીકભાઈ રમેશભાઈ પટેલ,સન્ની રમેશભાઈ પટેલ,સવિતાબેન નાથાભાઈ તળાવીયા,ભાનુબેન નાથાભાઈ તળાવીયા,નીતાબેન નાથાભાઈ પાસેથી અને હાલ સીમંધર પાક(એ) તરીકે ઓળખાતા પ્લોટ નં.૩૩,૯૧,૯૨,૯૩,૯૪,૯૫, ૧૨૨ તથા અન્ય ૨૪ વસા ચંપાબેન શાંતીભાઈ તળાવીયા,સુર્યકાંતભાઈ શાંતીભાઈ તળાવીયા,સંજયભાઈ શાંતીભાઈ તળાવીયા પાસેથી મળી  કુલ - ૩૭ વસામાં જમીન બાંધકામ કરી વેચાણ કરવાના હેતુથી લીધી હતી .અને આ બાબતે તમામ લોકો દસ્તાવેજ કરી આપવા માટે તા.૧૦/૧૦/૧૬ ના રોજ બાનાખત કરી આપવા બંધાયેલ હતા .તેમ છતાં  તમામે  કાવતરું રચીને તથા જમીનની નક્કી કરેલ મુળ રકમ તથા વ્યાજ પેટે વધુ રકમ પડાવી લેવાના ઇરાદે વિશ્વાસઘાત  છેતરપીંડી કરી જમીનની અવેજની કુલ રકમ રૂ.૨૦,૦૨,૧૧,૮૪૩ ની મેળવી લઈને ઠગાઈ કરી પડાવી લીધા હતા ે .તથા બળજબરી પૂર્વક વ્યાજ પેટે કુલ રૂ.૧૦,૧૦,૭,૩૫૭ ની મળી કુલ રૂ.૨૧,૦૩,૧૯,૨૦૦ની તેમને તથા તેમના પરિવારને ધમકીઓ આપી બળજબરી પૂર્વક પડાવી લીધેલ  હતા. આ ઉપરાંત ે વધુ વ્યાજ પેટે રૂપિયા ત્રણ કરોડની માંગણી કરી પઠાણી વ્યાજ વારંવાર ઉઘરાણી કરી અને આ ત્રણ કરોડ નહિ આપે તો તેના પરિવારજનો પતાવી દેવાની ધમકી આપી હતી.આ બનાવને પગલે અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા અલગ-અલગ કલમો તથા ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબત અધિનિયમ મુજબ પણ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીમાં કરોડો રૂપિયાની જમીનનો સોદો કર્યા બાદ દસ્તાવેજ ન કરી આપતા ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


એક જ પરિવારના દસ સભ્યોએ જુદા જુદા પ્લોટ વેચ્યા પછી હાથ ઊંચા કરી દીધા

જમીન વેચાણના અવેજના એકવીસ કરોડ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ ત્રણ કરોડની રકમ માગી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

અમરેલી: અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી જમીન ખરીદી કર્યા બાદ બાનાખત મુજબ દસ્તાવેજ કરવામાં ગલ્લાતલ્લા કરી એક યુવક સાથે ૨૧ કરોડ ઉપરાંતની છેતરપિંડી કર્યાની  તેમજ વ્યાજની રકમ  માટે જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની પોલીસમાં  એક જ પરિવારના દસ સભ્યો સામે ફરિયાદ કરવામાં આવી છે.

શહેરના લીલીયા રોડ વિસ્તારમાં રહેતા મહેશભાઈ કાબરીયા સાથે ૧૦ લોકોએ મળીને કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાના આક્ષેપ સાથે અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામંા આવી છે. આ નોંધાયેલ ફરિયાદ પ્રમાણે તેમણે તેમના મિત્ર ભાવિનભાઈ સોજીત્રાએ અમરેલી સુધરાઈ હદમાં લીલીયા રોડ પર આવેલ સિમંધર પાર્ક (બી) તરીકે ઓળખાતા વિસ્તારમાં પ્લોટ નં.૩૩,૩૪,૩૫,૩૬, ૩૭, ૩૮ ની જમીન રાજેશભાઈ નાથાભાઈ તળાવીયા,ભાવનાબેન રમેશભાઈ પટેલ,ત્વીકભાઈ રમેશભાઈ પટેલ,સન્ની રમેશભાઈ પટેલ,સવિતાબેન નાથાભાઈ તળાવીયા,ભાનુબેન નાથાભાઈ તળાવીયા,નીતાબેન નાથાભાઈ પાસેથી અને હાલ સીમંધર પાક(એ) તરીકે ઓળખાતા પ્લોટ નં.૩૩,૯૧,૯૨,૯૩,૯૪,૯૫, ૧૨૨ તથા અન્ય ૨૪ વસા ચંપાબેન શાંતીભાઈ તળાવીયા,સુર્યકાંતભાઈ શાંતીભાઈ તળાવીયા,સંજયભાઈ શાંતીભાઈ તળાવીયા પાસેથી મળી  કુલ - ૩૭ વસામાં જમીન બાંધકામ કરી વેચાણ કરવાના હેતુથી લીધી હતી .અને આ બાબતે તમામ લોકો દસ્તાવેજ કરી આપવા માટે તા.૧૦/૧૦/૧૬ ના રોજ બાનાખત કરી આપવા બંધાયેલ હતા .તેમ છતાં  તમામે  કાવતરું રચીને તથા જમીનની નક્કી કરેલ મુળ રકમ તથા વ્યાજ પેટે વધુ રકમ પડાવી લેવાના ઇરાદે વિશ્વાસઘાત  છેતરપીંડી કરી જમીનની અવેજની કુલ રકમ રૂ.૨૦,૦૨,૧૧,૮૪૩ ની મેળવી લઈને ઠગાઈ કરી પડાવી લીધા હતા ે .તથા બળજબરી પૂર્વક વ્યાજ પેટે કુલ રૂ.૧૦,૧૦,૭,૩૫૭ ની મળી કુલ રૂ.૨૧,૦૩,૧૯,૨૦૦ની તેમને તથા તેમના પરિવારને ધમકીઓ આપી બળજબરી પૂર્વક પડાવી લીધેલ  હતા. આ ઉપરાંત ે વધુ વ્યાજ પેટે રૂપિયા ત્રણ કરોડની માંગણી કરી પઠાણી વ્યાજ વારંવાર ઉઘરાણી કરી અને આ ત્રણ કરોડ નહિ આપે તો તેના પરિવારજનો પતાવી દેવાની ધમકી આપી હતી.

આ બનાવને પગલે અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા અલગ-અલગ કલમો તથા ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબત અધિનિયમ મુજબ પણ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.