Ahmedabadના પોશ વિસ્તાર એવા શેલામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો થયા હેરાન,ઠાલવ્યો આક્રોશ

સ્થાનિકોએ શેલાની હાલત ખરાબ થતા બનાવ્યો વીડિયો લોકોએ વીડિયો મારફતે વર્ણવી પોતાની આપવીતી સામાન્ય વરસાદમાં જ શેલાનાં રોડ પાણીમાં ગરકાવ અમદાવાદના શેલા વિસ્તારોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,જેમાં સ્થાનિકોએ વિડીયો બનાવીને પોતાની આપવીતી જણાવી છે,સ્થાનિકોએ કહ્યું કે પહેલા વરસાદમાં જ રોડ પર પાણી ભરાઈ ગયા છે.સામન્ય વરસાદમાં જ શેલા વિસ્તારના રોડ પાણીમાં ગરકાવ થયા છે,ગટર સમસ્યાના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે,અને સ્થાનિકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. શહેરના પોશ વિસ્તારમાં આવી હાલત અમદાવાદમાં હજી વરસાદના માંડ એંધાણ થયા છે.ત્યા પોશ વિસ્તાર એવા શેલામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારી રહ્યાં છે,સાથે સાથે સ્થાનિકોના વાહન પણ આ પાણી ભરાતા તેમાં બંધ પડી ગયા છે,સ્થાનિકોએ અગાઉ પણ પાણી ભરાવાને લઈ અવાર-નવાર તંત્રને રજૂઆત કરી હતી પણ કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. ખોખરામાં ભૂવો પડયો પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી છે. પહેલા વરસાદથી જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભુવો પડ્યો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે. મેમ્કો વિસ્તારમાં પણ ભરાયા હતા પાણી અમદાવાદમાં પ્રિ મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. શહેરના મેમ્કો વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા હતા. ચારે બાજુ પાણીને કારણે અનેક લોકો અટવાયા હતા. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે સરસપુર, કૃષ્ણનગરમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા હતા. પ્રથમ વરસાદમાં જ અમદાવાદના હાલ-બેહાલ થયા છે. પહેલા વરસાદમાં જ પાણી ભરાયા હતા સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું હતુ. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ આ વરસાદે લોકોની સમસ્યામાં વધારો કર્યો હતો. માત્ર એક દિવસના વરસાદમાં જ સ્માર્ટ સિટી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવા લાગ્યા હતા.  

Ahmedabadના પોશ વિસ્તાર એવા શેલામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો થયા હેરાન,ઠાલવ્યો આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્થાનિકોએ શેલાની હાલત ખરાબ થતા બનાવ્યો વીડિયો
  • લોકોએ વીડિયો મારફતે વર્ણવી પોતાની આપવીતી
  • સામાન્ય વરસાદમાં જ શેલાનાં રોડ પાણીમાં ગરકાવ

અમદાવાદના શેલા વિસ્તારોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,જેમાં સ્થાનિકોએ વિડીયો બનાવીને પોતાની આપવીતી જણાવી છે,સ્થાનિકોએ કહ્યું કે પહેલા વરસાદમાં જ રોડ પર પાણી ભરાઈ ગયા છે.સામન્ય વરસાદમાં જ શેલા વિસ્તારના રોડ પાણીમાં ગરકાવ થયા છે,ગટર સમસ્યાના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે,અને સ્થાનિકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે.

શહેરના પોશ વિસ્તારમાં આવી હાલત

અમદાવાદમાં હજી વરસાદના માંડ એંધાણ થયા છે.ત્યા પોશ વિસ્તાર એવા શેલામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારી રહ્યાં છે,સાથે સાથે સ્થાનિકોના વાહન પણ આ પાણી ભરાતા તેમાં બંધ પડી ગયા છે,સ્થાનિકોએ અગાઉ પણ પાણી ભરાવાને લઈ અવાર-નવાર તંત્રને રજૂઆત કરી હતી પણ કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે.

ખોખરામાં ભૂવો પડયો

પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી છે. પહેલા વરસાદથી જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભુવો પડ્યો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે.

મેમ્કો વિસ્તારમાં પણ ભરાયા હતા પાણી

અમદાવાદમાં પ્રિ મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. શહેરના મેમ્કો વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા હતા. ચારે બાજુ પાણીને કારણે અનેક લોકો અટવાયા હતા. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે સરસપુર, કૃષ્ણનગરમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા હતા. પ્રથમ વરસાદમાં જ અમદાવાદના હાલ-બેહાલ થયા છે.

પહેલા વરસાદમાં જ પાણી ભરાયા હતા

સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું હતુ. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ આ વરસાદે લોકોની સમસ્યામાં વધારો કર્યો હતો. માત્ર એક દિવસના વરસાદમાં જ સ્માર્ટ સિટી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવા લાગ્યા હતા.