Ahmedabad Heat Wave: શહેરમાં વધ્યો રોગચાળો, 8 દિવસમાં 85 લોકો બીમાર

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હિટવેવની અસરગરમીને કારણે ઝાડા, ઉલટી, ગભરામણના કેસ વધ્યા હોસ્પિટલોમાં 85 લોકોને અપાઈ આઉટડોર સારવાર રાજ્યમાં છેલ્લા કેટલાંક સપ્તાહથી હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં ગરમીને કારણે રોગચાળામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય રીતે 38ની આસપાસ તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગરમીને કારણે લોકોમાં ઝાડા, ઉલટી, ગભરામણના કેસ વધી રહ્યા છે. દર્દીઓને અપાઈ આઉટડોર સારવાર ગરમીનો પારો સતત વધવાને કારણે લોકોને ચક્કર આવવા, ઝાડા, ઉલટી, ગભરામણ થવી સહિતની સમસ્યાઓ જોવા મળે છે અને આવા લોકોને કોર્પોરેશન સંચાલિત CHC સેન્ટર તેમજ સરકારી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 8 દિવસોમાં કુલ 85 લોકોને ગરમીને કારણે આઉટડોર સારવાર આપવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એક પણ દર્દીને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ નથી. આઉટડોર ટ્રીટમેન્ટની વાત કરીએ તો મણિનગર વિસ્તારમાં આવેલ એલજી હોસ્પિટલમાં 5 લોકોને આઉટડોર સારવાર આપવામાં આવી છે.સાબરમતી CHC સેન્ટર ખાતે 16 લોકોને અપાઈ સારવાર  તો, શહેરની અન્ય હોસ્પિટલોની વાત કરીએ તો, ચેપી રોગ હોસ્પિટલમાં 6 લોકોને, નરોડા CSC સેન્ટર ખાતે 14 લોકોને, સાબરમતી CHC સેન્ટર ખાતે 16 લોકોને, વસ્ત્રાલ CHC સેન્ટર ખાતે 6 લોકોને સારવાર આપવામાં આવી છે. તો આ સિવાય પણ શહેરના જુદા-જુદા CHC સેન્ટર્સ ખાતે લોકોએ આઉટડોર સારવાર મેળવી છે.

Ahmedabad Heat Wave: શહેરમાં વધ્યો રોગચાળો, 8 દિવસમાં 85 લોકો બીમાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હિટવેવની અસર
  • ગરમીને કારણે ઝાડા, ઉલટી, ગભરામણના કેસ વધ્યા
  • હોસ્પિટલોમાં 85 લોકોને અપાઈ આઉટડોર સારવાર

રાજ્યમાં છેલ્લા કેટલાંક સપ્તાહથી હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં ગરમીને કારણે રોગચાળામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય રીતે 38ની આસપાસ તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગરમીને કારણે લોકોમાં ઝાડા, ઉલટી, ગભરામણના કેસ વધી રહ્યા છે.


દર્દીઓને અપાઈ આઉટડોર સારવાર 

ગરમીનો પારો સતત વધવાને કારણે લોકોને ચક્કર આવવા, ઝાડા, ઉલટી, ગભરામણ થવી સહિતની સમસ્યાઓ જોવા મળે છે અને આવા લોકોને કોર્પોરેશન સંચાલિત CHC સેન્ટર તેમજ સરકારી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 8 દિવસોમાં કુલ 85 લોકોને ગરમીને કારણે આઉટડોર સારવાર આપવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એક પણ દર્દીને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ નથી. આઉટડોર ટ્રીટમેન્ટની વાત કરીએ તો મણિનગર વિસ્તારમાં આવેલ એલજી હોસ્પિટલમાં 5 લોકોને આઉટડોર સારવાર આપવામાં આવી છે.

સાબરમતી CHC સેન્ટર ખાતે 16 લોકોને અપાઈ સારવાર 

તો, શહેરની અન્ય હોસ્પિટલોની વાત કરીએ તો, ચેપી રોગ હોસ્પિટલમાં 6 લોકોને, નરોડા CSC સેન્ટર ખાતે 14 લોકોને, સાબરમતી CHC સેન્ટર ખાતે 16 લોકોને, વસ્ત્રાલ CHC સેન્ટર ખાતે 6 લોકોને સારવાર આપવામાં આવી છે. તો આ સિવાય પણ શહેરના જુદા-જુદા CHC સેન્ટર્સ ખાતે લોકોએ આઉટડોર સારવાર મેળવી છે.