Amreli News : જેની ઠુમ્મરની લીગલ ટીમ આજે નવુ સોંગદનામુ કરશે રજૂ

અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામામાં ભૂલનો વિવાદ જૂના સોગંદનામામાં કેટલીક વિગતો છુપાવી હોવાનો ભાજપનો દાવો 11 વાગે ચુંટણી અધિકારી સમક્ષ રજૂ કરાશે નવું સોગંદનામુ અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે. જેની ઠુમ્મરના સોગંદનામામાં મિલકત અંગે કોઇ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ ગઈરાલે અમરેલી કલેકટર કચેરીમાં પહોંચી હતી. તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ કલેક્ટર કચેરી પહોચ્યા હતા. એક કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત છે, ત્યારે આજે 10 વાગ્યે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે. ધાનાણી વિરુદ્ધ ફરિયાદની રજૂઆત રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પરેશ ધાનાણી સામે આચાર સહિતા ભંગ પ્રમાણે તેમજ આઇપીસી મુજબ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા વાંકાનેરમાં દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. દરગાહ ઉપર ફૂલ તેમજ ચાદર ચડાવી હતી. કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. દરગાહમાં દર્શન કરતાં સમયે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિન્હ પંજાના નિશાનવાળા ખેસ પોતાના ગળામાં ધારણ કરેલો હતો. પરેશ ધાનાણી દ્વારા આચાર સહિતા તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલસ એક્ટની જોગવાઈ તેમજ આઇપીસીની જોગવાઈનો ભંગ કરેલ છે. જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો ચૂંટણી ફોર્મ રદ કરવા સુધીના પગલાં લેવા ભાજપે લેખિતમાં રજૂઆત કરી છે. ગેની બહેને કર્યા પ્રહાર બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિત 41 ફોર્મ ભરાયા છે. જોકે, આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. જ્યાં તેમને ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને ત્રણ-ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા. જે એમની માનસિકતા બતાવે છે. ત્રણ-ત્રણ વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે. જેમને જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંધનામાની અંદર મિકલતના ભાવમાં વાંધા કાઢયા છે. જેમાં મારી 2007થી 2024ની મિલ્કતનું એફિડેવિટ સરખું જ છે.

Amreli News : જેની ઠુમ્મરની લીગલ ટીમ આજે નવુ સોંગદનામુ કરશે રજૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામામાં ભૂલનો વિવાદ
  • જૂના સોગંદનામામાં કેટલીક વિગતો છુપાવી હોવાનો ભાજપનો દાવો
  • 11 વાગે ચુંટણી અધિકારી સમક્ષ રજૂ કરાશે નવું સોગંદનામુ

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે. જેની ઠુમ્મરના સોગંદનામામાં મિલકત અંગે કોઇ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ ગઈરાલે અમરેલી કલેકટર કચેરીમાં પહોંચી હતી. તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ કલેક્ટર કચેરી પહોચ્યા હતા. એક કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત છે, ત્યારે આજે 10 વાગ્યે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે.

ધાનાણી વિરુદ્ધ ફરિયાદની રજૂઆત

રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પરેશ ધાનાણી સામે આચાર સહિતા ભંગ પ્રમાણે તેમજ આઇપીસી મુજબ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા વાંકાનેરમાં દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. દરગાહ ઉપર ફૂલ તેમજ ચાદર ચડાવી હતી. કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. દરગાહમાં દર્શન કરતાં સમયે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિન્હ પંજાના નિશાનવાળા ખેસ પોતાના ગળામાં ધારણ કરેલો હતો. પરેશ ધાનાણી દ્વારા આચાર સહિતા તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલસ એક્ટની જોગવાઈ તેમજ આઇપીસીની જોગવાઈનો ભંગ કરેલ છે. જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો ચૂંટણી ફોર્મ રદ કરવા સુધીના પગલાં લેવા ભાજપે લેખિતમાં રજૂઆત કરી છે.

ગેની બહેને કર્યા પ્રહાર

બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિત 41 ફોર્મ ભરાયા છે. જોકે, આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. જ્યાં તેમને ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને ત્રણ-ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા. જે એમની માનસિકતા બતાવે છે. ત્રણ-ત્રણ વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે. જેમને જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંધનામાની અંદર મિકલતના ભાવમાં વાંધા કાઢયા છે. જેમાં મારી 2007થી 2024ની મિલ્કતનું એફિડેવિટ સરખું જ છે.